Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૧૦
પંચ પ્રતિકમાણસૂત્રો
પૌષધ વ્રતનો વિધિ અને તેના હેતુઓ લંબાણ થાય માટે આ ગ્રંથમાં આપવામાં આવશે નહિ.
પૌષધ વ્રત અષ્ટમી ચતુર્દશી વગેરે પર્વ તિથિઓમાં અવશ્ય કરવું જ જોઈએ. તે સિવાય બીજી તિથિઓએ થાય, તો પણ ઘણું સારું. જેમ બને તેમ આવાં વ્રતોમાં જીવન જાય તે તો ઈષ્ટ જ છે.
सामाइअ-पोसह-संठिअस्स जीवस्स जाइ जो कालो।
सो सफलो बोधव्वो सेसो संसारफलहेउ । “સામાયિક પોસમાં સ્થિર જીવનો જે કાળ જાય, તે સર્વ સફળ છે, બાકીનો બધો સંસારફળરૂપ છે.” પર્વ-વિચાર
જૈન શાસ્ત્રમાં પર્વ દિવસોની સામાન્ય રચના નીચે પ્રમાણે જોવામાં આવે છે. બન્ને બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ તથા એક એક પૂર્ણિમા અને અમાવાસ્યા. એ બાર પર્વો ગણાય છે. તે ઉપરાંત ત્રણ ચોમાસી અઠ્ઠાઈઓ, બે-ચૈત્રી અને આસો માસની નવપદારાધનાની અઠ્ઠાઈઓ તથા શ્રી પર્યુષણ પર્વ અઠ્ઠાઈ : એ છ અઠ્ઠાઈઓ. તીર્થંકર પ્રભુના કલ્યાણક દિવસો, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, મેરુ ત્રયોદશી વગેરે પર્વ દિવસો ગણાય છે.
પર્વ દિવસો ગણવાનું કારણ-વિશેષ ધર્મારાધન કરવા માટે છે. હમેશ કરતાં પર્વ દિવસોમાં ખાસ પ્રકારના વિશેષ ધર્મની આરાધના કરવી જોઈએ એવી ફરજ પડે છે. એવી ફરજ પ્રમાદ ઉડાડી વિશેષ સાવચેત કરવા માટે હોય છે.
બીજ, પાંચમ વગેરે પર્વો પછી બે દિવસો અપર્વ તરીકે અને વળી ત્રીજો દિવસ પર્વ તરીકે સ્વાભાવિક રીતે ગોઠવાયેલ જણાય છે. તેનું કારણ શાસ્ત્રકારોએ એ આપ્યું છે કે કોઈ પણ જીવ આગામી ભવનું આયુષ્ય પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા, નવમા, સત્તાવીસમા ભાગમાં અને છેવટે છેલ્લા અંતર્મુહુર્તમાં બાંધે છે. એટલે ત્રીજા ભાગમાં કોઈ જીવનો આયુષ્ય બાંધવાનો પ્રસંગ આવે, ત્યારે જે તે ધર્મારાધનમાં આસકત હોય, તો તેનું પરભવનું આયુષ્ય પણ સારું બંધાય, પુણ્યપ્રકોપ વધતો રહેવાથી ભૂવિષ્યમાં પણ પુણ્યસામગ્રી મળે. એમ ઉત્તરોત્તર તેનો આત્મવિકાસ સહેજે વધતો જાય. આ દષ્ટિથી આ પર્વ દિવસોમાં ઘણા જીવોએ પુણ્ય પ્રકર્ષ પૂર્વે પણ પ્રાપ્ત કર્યો હોય, એટલે સહજ રીતે જ આ દિવસો પવિત્ર વાતાવરણવાળા દ્રવ્યનિક્ષેપના કાલિક સંબંધથી હોય જ એટલે બીજા જીવો પણ એ દિવસોમાં આરાધના કરે. તેથી તેઓને પણ તેની પવિત્રતાની અનાયાસે છાયા મળે જ.
પૂર્ણિમા કલ્યાણક દિવસોની બહુલતાવાળી છે. અમાવાસ્યાને પણ એવી જ રીતે ઉદ્દિષ્ટ તિથિ તરીકે પર્વ તિથિ ગણવામાં આવેલ છે.
ત્રણ અઠ્ઠાઈઓ-ત્રણ ચોમાસી અઠ્ઠાઈઓ છે. અને પર્યુષણા-કલ્પની પર્યુષણા અઠ્ઠાઈ છે. છ માસિક-નવપદની ચૈત્ર અને આસોની અઠ્ઠાઈઓ શાશ્વત છે. તેનો સંબંધ પ્રાચીન કાળમાં અયનો સાથે હશે કે કેમ? તે હજુ અમારા બરાબર સમજવામાં આવ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org