Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
ગોઠવવામાં આવી છે. એટલે પૌષધમાં પણ ઉત્સર્ગથી તો ઉપવાસ કરવાનો છે. જે જીવો ઉપવાસ ન કરી શકતા હોય, તે-આયંબિલ કે એકાસણું કરીને પણ પૌષધો કરી શકે. તે પણ માત્ર ધર્મધ્યાનમાં મદદ મળે માટે એટલી છૂટ રાખવામાં આવી છે.
બ્રહ્મચર્ય પાલન અને સાવદ્ય વ્યાપાર ત્યાગની બાબતમાં તો સર્વથી જ પૌષધ વ્રત લેવાનું હોય છે. શરીર સત્કાર ત્યાગમાં દાગીના વગેરે પહેરવાના નહીં; વિલેપન, શણગાર વગેરેનો ત્યાગ પણ સર્વથા જ કરવાનો છે. પરંતુ રાજા મંત્રી વગેરેને હાથે વીંટી વગેરે હોય તો તેટલા પૂરતો દેશથી એ ત્યાગ રહી શકે.
૨૦૯
પૂર્વનાં દશ વ્રતો કરતાં પૌષધ વ્રતથી ત્યાગમાં વધારે આગળ વધાય છે. આહાર અબ્રહ્મ, વ્યાપાર, શરીરભૂષા : એ અંગત-શરીર સાથે નજીકનો બાહ્ય સંબંધ ધરાવતી વસ્તુઓના ત્યાગની પણ તાલીમ આપવામાં આવે છે. પછી રાત્રે પૌષધોપવાસી, જ્યારે સૂતાં પહેલાં સંથારા પૌરુષી ભણાવે ત્યારે સંગોમૂત્ના નીવેળ પત્તા ટુલ-પરંપરા વગેરે ગાથાઓથી શરીર, પાપ સ્થાનકો અને આખર કર્મ અને આત્માના સંજોગના ત્યાગ સુધીની ભાવના આવે છે, ને છેવટે જગતના જેને જેને પોતાનો આશ્રય-આધાર માનવામાં આવેલ હોય, તે દરેકને બદલે-‘“કેવળ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ જ આશ્રય રૂપ છે.'' એમ તેને વાસ્તવિક આશ્રય દાતાઓનો ખ્યાલ મળે છે. એકંદર શાસ્ત્રકારો તરફથી કર્મ અને આત્માના સર્વ સંગ ત્યાગ સુધી પહોંચવાના મુખ્ય ધ્યેય સુધી લઈ જવામાં આવે છે. તમામ ધાર્મિક પ્રવૃત્તિઓનું અંતિમ સાધ્ય એ જ છે.
પૌષધોપવાસમાં મુખ્યપણે ઉપરના ચાર પ્રકારના ત્યાગ કરવાના છે. પરંતુ પૌષધોપવાસ પણ ચારના પ્રત્યાખ્યાનની બાબતમાં સાવદ્ય પ્રત્યાખ્યાન રૂપ સામાયિક છે. બાકીનાં આવશ્યકો સામાયિક પ્રમાણે છે. તેનું સામાયિક, પ્રતિક્રમણ તથા કાયોત્સર્ગ આવશ્યક- એ આહારાદિ ચારના ત્યાગમાં-એકાગ્રતા, સ્ખલનાના ગમાગમણે-ઇરિયાવહિયા વગેરે પ્રતિક્રમણો, અને તેમાં જ યોગ્ય આસન, સ્થિરતા, અપ્રમાદ, અપ્રમત ભાવે યથાયોગ્ય આસનો, મુદ્રાઓ રાખીને ધર્મધ્યાન વગેરે રીતે કાયોત્સર્ગ કરાય છે. દેવ-ગુરુવંદન:-વિસ્તારથી ત્રણ વખતનાં દેવવંદન, તથા રાઈ મુહપત્તિ વગેરેમાં ગુરુવંદન થાય છે. તથા શ્રાવકને હમ્મેશ કરવાનાં સાત ચૈત્યવંદનો વગેરે, દિવસનાં છ આવશ્યકો, બાર વ્રતને લગતી ક્રિયા, તથા પૌષધ સાથે સામાયિક વ્રત લેવાનું હોવાથી, સામાયિકના બત્રીસ દોષ ત્યાગરૂપ ધર્મની આરાધના રૂપ સામાયિક અને પ્રતિલેખન-પ્રમાર્જના વગેરે. તે દરેક જૈન ધાર્મિક ક્રિયાના અંગ હોય છે. એટલે પૌષધ વ્રતનો સમગ્ર રીતે એક વિસ્તૃત વિધિ બને છે, જે અનેક વિધિઓના સંગ્રહરૂપ છે. પૌષધ વ્રત ન હોય, ત્યારે પણ આહારાદિક ચારના ત્યાગ વિના પણ વ્રતધારી ત્યાગી શ્રાવકનું જીવન લગભગ કેવું હોય ? તે પણ એ ઉપરથી આપણે સમજી શકીએ છીએ.
પૌષધ વ્રત પણ એક જાતનું સામાયિક વ્રત હોવાથી તેના પચ્ચક્ખાણમાં થોડા ફેરફાર સાથે કરેમિભંતે સૂત્રનો જ ઉચ્ચાર થાય છે. આ ઉપરથી પણ કરેમિભંતે સૂત્ર દરેક વિધિઓમાં કેવી રીતે વ્યાપક છે ? તે સમજાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org