Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૨૧૧
જ્ઞાનપંચમીની આરાધના મહાનિશીથ વગેરે સૂત્રમાં જ્ઞાનારાધન ઉત્સવ નિમિત્તે સૂચવેલી છે. જ્ઞાનનું આરાધન હંમેશ કરવાનું હોય છે. પરંતુ વિશેષ ભાવવૃદ્ધિ માટે, બાળ જીવોને જ્ઞાન તરફ ખેંચવા માટે, ઉત્સવમય જાહેર પર્વ તરીકે જ્ઞાન પંચમી-સૌભાગ્ય પંચમી નિયત છે. “જ્ઞાન ભણતા નથી, ને ચંદરવા પૂઠિયાને ધૂપ દીવા કરવાથી શું જ્ઞાન મળી જવાનું છે? દીવો કર્યા વિના સોનાના ફાનસથી થોડું અંધારું મટવાનું છે ?” આ દલીલો વસ્તુસ્થિતિને તદ્દન ન સમજનાર માણસની જ છે.
કોઈ પણ યોગ્ય કામને જાહેરમાં ઊજવવું પડે છે, તેથી તે કામ કરનારાઓનો ઉત્સાહ વધે છે, અને નવાં પાત્રો તે તરફ ખેંચાઈ આવે છે. હાલની શિક્ષણ સંસ્થાઓ પણ જાહેર મેળાવડો કરીને થયેલા કામની જાહેરાત કરે છે, અને એ આકર્ષક મેળાવડાથી બીજા ખેંચાઈ આવે છે, નવા જીવો જોડાય છે, નવી મદદ મળે છે વગેરે તે પ્રમાણે આ જ્ઞાનપંચમીનો ઉત્સવ જ્ઞાનારાધકોને ઉત્સાહજનક છે, અને બીજા બાળ જીવોને અનેક રીતે વ્યાખ્યાનમાં ઉપદેશ વગેરેથી આકર્ષે છે. જ્ઞાન પંચમી ઊજવવાની ભલામણ કરનારાઓનો એ ઉદ્દેશ નથી કે માત્ર જ્ઞાનપંચમીનો દિવસ જ ઊજવો. બાકીના દિવસોમાં કાંઈ ભણવાની જરૂર નથી. પણ તેઓનો એ ઉદ્દેશ છે કે-“રોજ ભણો, જ્ઞાન મેળવો. છેવટ એક પદ પણ શીખો. રોજ પંચવિધ સ્વાધ્યાય ન થાય તો પ્રાયશ્ચિત્ત લાગે છે. પણ તેમ ન બને તો જ્ઞાનપંચમીની આરાધના અવશ્ય કરો. જ્ઞાનને ઉદ્દેશીને કરવામાં આવતા તપથી જ્ઞાનનાં પ્રતિબંધક કર્યો દૂર થાય છે, તેથી ભવિષ્યમાં પણ તમને જ્ઞાન ભણાવવાની સામગ્રી મળશે. “તેઓનો આ ઉદેશ છે. એટલે જ લોકો જ્ઞાનપંચમીની આરાધના કરે છે, તેઓને તે છોડાવવા ન જોઈએ-તેમને અભ્યાસમાં પ્રેરવા જોઈએ, અને પર્વની આરાધનામાં વિશેષ ઉદ્યમવંત કરવા જોઈએ. હાલમાં વળી કોઈ કોઈ સ્થળે જ્ઞાન પંચમીને સાહિત્યના પ્રદર્શનના રૂપમાં ફેરવી નાંખવામાં આવે છે અને અન્ય દર્શનાર્થોનો તેમાં સહકાર લેવામાં આવે છે. અન્ય દર્શનીયો બીચારા આપણા મહાન હેતુઓ સમજ્યા ન હોય, અને ઈતર વિષયના વિદ્વાનો છતાં આમાં સહકાર આપે અને આ પ્રવૃત્તિને વખાણે, પરંતુ એ ધાર્મિક ઉત્સવ પ્રદર્શનના રૂપમાં ભવિષ્યમાં ફેરવાઈ જાય તો-સમ્યગ જ્ઞાનવૃદ્ધિ રક્ષાનો જૈન સંઘનો હેતુ માય જ જાય. તેથી શાસનને મોટું નુકસાન થાય. માટે આ દિવસને પુસ્તકોનું પ્રદર્શન ભરવાના રૂપમાં ફેરવાઈ જતો અટકાવવાની જૈન સંઘની ફરજ છે. હાલનું યુનિવર્સિટીનું જ્ઞાન તો આપણા શાસ્ત્રમાં કહેલા સમ્યગૃજ્ઞાનની દૃષ્ટિથી મિથ્યા જ્ઞાન રૂપ છે. અને તેથી આપણી પ્રજાને ક્ષણિક લાભોને બદલે સ્થાયી નુકસાનો છે. માટે જ્ઞાન પંચમીનું આરાધન સમ્યગૃજ્ઞાનની વૃદ્ધિ માટે છે. તે થોડું પણ ઘણા ફાયદા રૂપ થવાનું. તેથી જ્ઞાનપંચમીની આરાધના અટકાવીને ભણાવવા તરફ પ્રજાને દોરવનારાઓની નેમ સમ્ય જ્ઞાનવૃદ્ધિ માટે નથી. પણ હાલનું શિક્ષણ વધારવા માટેની છે. જો કે તેઓ તેને સમ્ય જ્ઞાન માને છે. પરંતુ તે તો માન્યતા માત્ર જ છે. તેમાં હિતાહિતનો વિચાર નથી, અને જૈન સંઘ તથા શાસ્ત્રોને એ વાત સમ્મત નથી. માટે જ્ઞાન પંચમીનું આરાધન શાસ્ત્રોક્ત રીતે જે પરીપાટીથી થાય છે, તે જ રીતે યોગ્ય છે. તેમાં જેમ બને તેમ વિશેષ શોભા આવે, અને લોકો એકાંત હિતકારક સમ્યગ જ્ઞાન તરફ વળે તેમ કરવું યોગ્ય છે.
મૌન એકાદશીને દિવસે તીર્થંકર પ્રભુના ૧૫૦ કલ્યાણક થયા છે, તથા બીજી કલ્યાણક તિથિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org