Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
-
8
વ્યાપારો-પ્રવૃત્તિઓનો દેશથી કે સર્વથી દિવસ કે રાત્રિને માટે કે દિવસો કે રાત્રિઓને માટે ત્યાગ કરીને ત્યાગમાર્ગમાં અનુક્રમે આગળ વધે છે. આ ચાર વસ્તુઓના ત્યાગમાં પૌષધોપવાસ વ્રત શબ્દ રૂઢ છે. શ્રાવકને આ વ્રતથી સાધુ જીવનનો કંઈક વધારે અનુભવ મળી શકે છે. પૌષધોપવાસ : પોષધોપવાસ : એ શબ્દોના વ્યુત્પત્તિ અર્થો નીચે પ્રમાણે છે. ૧. ધર્મના પોષને-પુષ્ટિને ઘ એટલે ધારણ કરે તે પોષ-ધ. પોષધ વડે ઉપવસન અવસ્થાન.
એટલે તે વ્રત વડે આઠમ ચૌદશ વગેરે પર્વતિથિએ અવસ્થાન કરવું એ વ્રતમાં રહેવું, તે
પોષધોપવાસ વ્રત. અથવા ૨. પૌષધમાં અષ્ટમ્યાદિ પર્વતિથિમાં, ઉપવાસ કરવો. તે પૌષધોપવાસ.
અન્ય દર્શનીયોમાં ઉપોસથ નામથી આવા વ્રતનો પ્રચાર હતો. ઉનો પ્રાકૃતથી લોપ થાય અને થ નો હ થાય છે, એટલે પોસહ શબ્દ બને છે, એકાંતમાં ઉપવાસ કરીને ધર્મધ્યાનમાં લીન રહેવું, એવો સામાન્ય રીતે તેનો અર્થ છે. પોષધોપવાસ વ્રતના ઉપર જણાવેલા ૪ ભેદોનો-દેશથી અને સર્વથી-એવા દરેકના બબ્બે ભેદ પડે છે. એટલે કુલ ૮ ભેદ થાય છે. તેના
એક સંયોગી ૮ ભાંગાના પેટા ભાંગા દ્વિક સંયોગી
ભાંગાના પેટા ભાંગા ૨૪ ત્રિક સંયોગી ૪ ભાંગાના પેટા ભાંગા ચતુષ્ક સંયોગી ૧
ભાંગાના પેટા ભાંગા કુલ ૮૦ ભાંગા થાય છે તેની સંક્ષિપ્ત સમજ :૧. આહાર-૧ દેશ-૨ બ્રહ્મચર્ય-૩ દેશ-૪ સર્વ શરીર-૫ દેશ-૬ સર્વ અવ્યાપાર-છ દેશ-૮ સર્વ ૨. આ. કે. બ્ર.-દે, આ.-૨ દે બ્રહ-સ, આo-૩ સ બ્રો-દે, આ કસ બ્રો-સ. ૧ એ જ પ્રમાણે. આ શ૦ ને યોગે-૪, આ વ્યા, યોગે ૪., એ જ પ્રમાણે-બ્રશ, યોગે-૪, બ્ર
વ્યા યોગે ૪-તેમજ શ. વ્યા, યોગે. ૪ કુલ ૨૪ ૩. એ જ પ્રમાણે ત્રિકોણે અને ચતુષ્ક યોગના ૩ર અને સોળ સમજી લેવા. કુલ એંશી થઈ
રહેશે.
આ એંશી ભાંગાથી પૌષધ થઈ શકે એમ બતાવેલ છે. પરંતુ સામાયિક સાથે આ એંશીયેય ભાંગા સંભવી શકતા નથી. કેટલાક સામાયિક ઉચ્ચર્યા વિના સંભવી શકે છે. માત્ર દેશથી પણ આહાર પૌષધનો પ્રચાર છે, બીજા તો સર્વથી જ ઉચ્ચારાય છે. કેમ કે દેશથી ઉચ્ચારવામાં સામાયિક વ્રત સાથે વિરોધ આવે. સામાયિકમાં આહારનો સર્વથા વિરોધ નથી, ઉપધાન વહન કરનાર શ્રાવકો સામાયિક સાથે પૌષધમાં છતાં આહારાદિક કરી શકે છે. જો કે ઉપધાનમાં ઘણા દિવસોનો તપ હોવાથી એકાંતરા. ભોજન-કે આયંબિલો કરવાની છૂટ રાખવામાં આવી છે. ઉત્સર્ગથી તો તેમાં પણ ઉપવાસ અને આયંબિલો કરવાના છે. પરંતુ દરેક તે પ્રમાણે ન કરી શકે, માટે એકાંતરા નીવી કરવાની યોજના
IS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org