Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૧૬૯
ચૈત્ર વૈશાખમાં ન ચાળેલો ચાર પહોર મિશ્ર. જેઢ અષાઢમાં ન ચાળેલો
ત્રણ પહોર મિથ. કાયમ ચાળેલો
અંતર્મુહૂર્ત સુધી મિશ્ર. સચિત્તતલ મેળવેલા જવ, ધાણા, વગેરે આહારનો સમાવેશ આમાં થાય છે.
૪. દુષ્પકવઆહાર અતિચાર - અર્ધ પાકેલ આહાર-પૌંવા, ચણા, કાચા મમરા, ધાણી, તાંદળા, જવ, ઘઉં, જાડાંમાંડાં, ફળ, વગેરે કદાચ અચિત્ત વસ્તુ હોવા છતાં બરાબર પકાવ્યા વિના અતિચાર લાગે છે.
આ દુષ્પફર્વ આહાર અજીર્ણાદિ રોગનું કારણ થાય છે, અને બરાબર ન પાકવાથી તેમાં સચિત્ત ભાગ રહી ગયો હોય, તો વ્રતમાં પણ દોષ લાગે છે.
શ્રાવકે આરોગ્યદષ્ટિથી કેવો આહાર લેવો જોઈએ ? તેનું તત્ત્વ કંઈક સમજવા જેવું છે, તેથી વિગતવાર અહીં સમજાવીએ છીએ.
રોજના ખોરાકમાંથી ઉત્પન્ન થતા રસાદિક સાતેય ધાતુઓની પરિણતિ રોજ રોજ બરાબર માપસર જેમાં થયા કરે, તે સારા આરોગ્યવાળું શરીર ગણાય છે અને એ પરિણતિ જઠરાગ્નિ ઉપર આધાર રાખે છે. જેમ મજબૂત અને તીવ્ર જઠરાગ્નિ તે જ પ્રમાણે બીજા આશયો પણ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરતા હોય છે અને જેમ જેમ બધા આશયો વ્યવસ્થિત રીતે કામ કરતા હોય છે, . ' તેમ શરીરમાં ઓજસ્વિતા વધતી જાય છે.
કરાગ્નિ તીવ્ર અને વ્યવસ્થિત છે, તેની નિશાની એ છે કે જેમ બને તેમ કઠણ ખોરાક થોડા કલાકોમાં ય પરિણતિપૂર્વક પચાવી નાંખે અને નવો ખોરાક માંગે, તે જઠરાગ્નિ સારી ગણાય. કઠણ ખોરાકમ-ટલાં-રોટલી એકલા હોય ને સાથે વ્યંજન દ્રવ્ય શાકાદિક નામનું જ હોય, તે પચાવી શકનારની જઠરાગ્નિ સારી ગણાય. સહેજ શાક સાથે સંખ્યાબંધ રોટલીઓ ખાઈ જનારા મહેનતુ લોકોને આપણે જોઈએ છીએ.
એવી ચીજો વિના આજે આપણે ભાત, દાળ, ખીચડી, શાકો, ખટાશ, અથાણાં, દૂધ, ઘી, છાશ, દહીં, મુરબ્બા, છુંદા, પાપડ, મરચાં, ગળપણ, ફરસાણ વગેરે વિવિધ વસ્તુઓ ખાઈએ છીએ, તે નબળી જઠરાગ્નિનો પુરાવો છે. જેની સારી જઠરાગ્નિ હોય, તેને એવા સહકારી પદાર્થોની ખાસ જરૂર પડતી નથી. સ્વાદ કે વિવિધતા ખાતર ખાય છે.
ઉપર જણાવેલ પદાર્થો ખાવાની ખરી રીતે જરૂર નથી, તે ચીજો આજે નબળા આરોગ્યને લીધે આપણે ખાઈએ છીએ, એ ખાવાનું મન થાય છે, તેના વિના ખાવું ભાવતું નથી, એટલે મોઢાના રસો ફીકા છે, તે જઠરાગ્નિ મંદ હોવાનો પુરાવો છે. ખરી જઠરાગ્નિવાળાને ગમે તે ચીજ ઘણી જ મીઠી લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે. મધુર લાગે છે. જે ચીજો બિનજરૂરી છે, છતાં તે ખાઈએ છીએ, એ તો ખરું, પરંતુ તે પણ કાચી, અપકવ કે દુષ્પફવ ખાઈએ છીએ. ઉપરાંત, કેટલાક તો અભક્ષ્ય અને અનંતકાય ચીજો ખાય છે. વળી કેફી, ઝેરી, માદક, પારો તથા ગંધક વગેરે રસાયણવાળી દવાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org