Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૭૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કુદરતી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ માનીને તે તરફ દોરાવા ભલામણ કરે છે. પરંતુ એ અમુક વર્ષો પછી એકાએક બંધ પડી જશે, તેના માટે યુરોપમાં પણ વિચારો પ્રચારમાં આવવા લાગ્યા છે. તેમ બન્ય જેઓ તે રસ્તે ગયા હશે, તેઓ પસ્તાશે અને નહીં ગયેલા આશ્વાસન પામશે, તેમાં સંશય રાખવાને લેશમાત્ર અવકાશ નથી. માટે પૂર્વ પુરુષોએ બતાવેલા આ વ્રતનિયમોથી સંયમમાં રહેવું એ વ્યક્તિને, કુટુંબને, ભાવિપ્રજાને, સમાજને, ધર્મને, દેશને, પ્રજાને, રાષ્ટ્રને, સમગ્ર માનવોને, અને જંતુઓ માત્રને સર્વને પરિણામે લાભકારક જ છે.
પ્રશ્ન : તમે કર્માદાનનો વેપાર કરવાની ના પાડો છો. પણ તેવી ચીજો વાપરતા સંકોચાતા નથી, મંદિરો, દેવપૂજા તેમજ અંગત ઉપયોગમાં એવી ઘણી ચીજો વાપરો છો, તેનું કેમ ?
જેમ કે – કસ્તૂરી, અંબર, ગોરોચંદન, ચામર, ચામડાનાં ઢોલનગારાં, તંતુવાદ્યમાં, મંત્રીઓના તાર, હાથી દાંત, વાઘનખ, રેશમી વસ્ત્રો વગેરે અનેક ચીજો વાપરો છો.
જવાબ : એ પ્રશ્નને બે બાજુ છે. ૧. એક, પ્રશ્ન અંદરની બાજુથી થતી પ્રશ્ન પૃચ્છા. ૨. બીજી, બહારની બાજુથી થતી પ્રશ્ન પૃચ્છા.
જેઓ આર્ય મર્યાદાને સમજે છે, સ્વીકારે છે, તે પ્રમાણે આચરણ કરે છે, કરવાના વિચારના છે તેને એક તરફથી મંદિરની જણાતી પવિત્રતા અને બીજી તરફથી અપવિત્ર દેખાતી બીજી ચીજોનો વપરાશ : એમ પરસ્પર વિરોધી પ્રવૃત્તિ જોઈને જાણવાની સહજ જિજ્ઞાસાથી જે પ્રશ્ન થાય છે, તે પ્રથમ પ્રકારની પ્રશ્નપછા છે.
અને હાલની ભઠ્યાભઢ્ય ખાનપાનની તથા બીજી એવી વપરાશની ચીજો, દવાઓ, વગેરેના વ્યાપાર ચલાવવા ઈચ્છતા બહારના વેપારીઓ વગેરે તરફથી આ દેશના ગ્રાહકોના મનની સૂગ ઉડાડવા માટે એ પ્રકારના પ્રશ્નો ધીમે ધીમે પ્રચારમાં આવી ગયેલા હોય છે. એ રીતે જેમ જેમ પ્રજાના મનનો આગ્રહ ઢીલો પડતો જાય, તેમ તેમ પ્રજા તેવી ચીજો કે તેને મળતી ચીજો વાપરવા સહેજે સહેજે દોરાતી જાય છે. તેઓનો ઉદ્દેશ એવી ચીજો બંધ કરાવવાનો નથી હોતો, પણ “જ્યારે તમે અમુક અમુક ચીજો વાપરો છો, તો પછી પરદેશથી આવતી કે અહીં બનતી એવી ચીજો વાપરવામાં ધર્મને આડે કેમ લાવી શકો છો ?" એવો પ્રશ્ન કરીને અત્રેના લોકોને ચૂપ કરવાનો ઉદ્દેશ હોય છે. અને અણસમજુઓ તો તેવી ખરીદીમાં દોરવાઈ જઈને તેઓના ગ્રાહકો બને છે.
એ બે પ્રકારના પ્રશ્નોમાં બીજા પ્રકારે થતા પ્રશ્નો અને તે પ્રશ્નકારો તરફ ખાસ ધ્યાન દોરવા જેવું નથી, કારણ કે-તેને મૂળમાં સહેતુ નથી, તે આપણે જોયું. પરંતુ, પ્રથમ પ્રકારના જિજ્ઞાસુ પ્રશ્નકારને ખુલાસો આપવો ખાસ આવશ્યક છે. ૧. ખરેખરી રીતે-આપણે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો, એ મુખ્ય જૈન આદર્શ છે. ૨. છતાં જીવનને માટે ખાસ નિર્દોષ અને અલ્પતમ હિંસાજન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો, એ તેથી
ઊતરતો આદર્શ છે. આ આદર્શની દષ્ટિથી આપણા ખાનપાન વગેરે ખાસ જરૂરની ચીજોના પ્રકારો ગોઠવાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org