Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૯૫
કે જે અનેક અર્થ પરંપરાનું કારણ બને છે.
૨. માત્ર પ્રયત્ન પૂરતો જ ધન લાભ મળી જાય છે, તે માત્ર અર્થલાભ.
૩. હવે-એવી રીતે વ્યાપાર કરવામાં આવે કે જેથી-તત્કાળ ધન તો મળે, પણ માલ ખરીદનાર વ્યાપારીએ, બીજાનો ચોરીને લાવેલો માલ ખરીદ્યો હોય, તો માલ જે કે સસ્તામાં મળી જાય, એટલે નફો વધારે મળે, પણ તેવા ધનથી બેઆબરૂ થવાય, દંડ થાય, પ્રતિષ્ઠા જાય, ભવિષ્યમાં વિશ્વાસ ઊઠી જાય, ઘરનું ધન આપીને કોઈ વાર એવા કેસમાં મન મનાવી લેવું પડે, બીજાં પણ અનેક નુકસાન થવાના સંજોગો ઊભા થાય, તેવો અર્થ. તે અનર્થ પરંપરાનું કારણ બને છે, તેથી કે અર્થ-અનર્થાનું-બંધિ કહેવાય છે.
૪. પોતાની ગાંઠના મોટા ખર્ચે શૂરવીર મોટા સરદારને હાથમાં રાખવાથી ધનવ્યય નકામો થાય છે. અને વારંવાર મોટો ખર્ચ કરવો પડે છે. આમ અનર્થની પરંપરા ચાલે છે, છતાં કોઈ મોટી મુશ્કેલી વખતે તે એવી રીતે મદદગાર થઈ પડે છે કે તેની લાગવગથી મહાન ધનહાનિમાંથી બચી જવાય છે, તથા બીજા પણ ઘણાં મોટાં નુકસાનોમાંથી ભવિષ્યમાં બચી જવાય છે. આવા પ્રસંગે તેવી પ્રાથમિક અર્થહાનિ આદરણીય થઈ પડે છે. માટે તેવો અનર્થ-અર્થાનુબંધી થાય છે.
૫. એ જ પ્રમાણે કોઈ પણ શઠ અને આપણું ધન ખેંચી જવાની છેતરપિંડી કરનાર માણસને પોતાના ગમે તેટલા ધનથી આરાધીએ, તો પણ તેમાં પરિણામ કાંઈ પણ નથી આવતું, તે અનર્થ છે, અને તે નિષ્ફળ ગણાય છે.
એવા જ કોઈ રાજ્ય માન્ય આકરા સ્વભાવના પુરુષનું આરાધન કર્યું હોય, તો ફળ કંઈ મળતું નથી. અને “ઓળખીતો સિપાઈ બે દંડા વધારે મારે” એ હિસાબે રાજદંડ વધારે થાય કે બીજા દોષો ઉત્પન્ન થાય. આવો અનર્થ પ્રસંગ : અનર્થપરંપરાને વધારનારો ગણાય છે, માટે તે અનર્થ અનર્થાનુબંધી કહેવાય છે.
એ પ્રમાણે :- ધર્મારાધન કરવાથી અમુક પ્રમાણમાં જ આરાધન પૂરતું જ ફળ થાય, તે ધર્મ ગણાય, પરંતુ કોઈ વખત એવી રીતે ધર્મારાધન કરવામાં આવે કે જેથી યશ, ધન, વિશેષ ધર્મારાધનની સામગ્રી પ્રાપ્ત થાય, તેવું ધર્મારાધન વિશેષ ધર્મ પરંપરાનું નિમિત્ત થાય છે, તે ધર્મ ધર્માનુબંધી કહેવાય છે.
આ પ્રમાણે કોઈ વખતે બેવડો લાભ મળી જાય છે, કોઈ વખતે બેવડા નુકસાન થાય છે, કોઈ વખતે લાભ કરવા જતાં હાનિનો પ્રસંગે ઉપસ્થિત થાય છે, કોઈ વખતે હાનિ કરવા જતાં લાભ થઈ જાય છે. આ બધા સંજોગોમાં બહુ જ હોશિયારીથી વર્તવાનું હોય છે. આના લગભગ સાતસો આઠસો વિકલ્પો થાય છે, અને તે દરેકનાં અનેક ઉદાહરણો મળી શકે છે. પરંતુ તે લખવા જતાં ઘણો વિસ્તાર થાય તેમ છે, માટે તે અહીં છોડી દેવામાં આવે છે. પરંતુ, ધર્મ, અર્થ અને ઈષ્ટ વિષયોની પરંપરા વધે તેવા ધર્મ, અર્થ અને કામ મુખ્ય પ્રધાન છે, ઉપરથી દેખાતા અનર્થ ત્રિવર્ગ આચરતાં અર્થ સંશયો પણ સારા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org