Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૨
પંચ પ્રતિક્તાણસૂત્રો
છે. અને મનમાં દુપ્રણિધાન થઈ આવે, તો પછી વ્રતભંગ જ થયો ગણાય, અને વ્રતભંગ થવાથી સામાયિક જ કયાં રહે ? માટે સામાયિક ન લેવું જ સારું છે.” આમ બોલવું ઉચિત નથી, કેમકે, છ કોટિમાંથી એકાદ બે ભાંગાનો ભંગ થાય, તેથી આખા વ્રતનો ભંગ થતો નથી, કેમકે બાકીનો ભાગ અખંડ હોય છે, એટલા પૂરતું વ્રત સચવાય છે. અને જેટલા ભાગનો ભંગ થયો હોય, તેટલા ભાગની શુદ્ધિ પશ્ચાત્તાપપૂર્વક મિચ્છામિ દુકાં દેવાથી થઈ શકે છે. અને જે આ રીતે વ્રતના સામાન્ય ભંગની બીકથી સામાયિક જ ન લેવું” એવા વિચાર ઉપર આવવામાં આવે, તો પછી તે જ ન્યાયથી સર્વવિરતિ પણ ન ઉચ્ચારી શકાય. પરંતુ એ દલીલ જ ખોટી છે. “ઉત્તમ કાર્ય કરવું, અને તેમાં થતી સ્કૂલનાઓ સુધારવી” એ જ ન્યાય માર્ગ છે. નહીંતર કોઈ કામ કરી શકાય નહીં. કામ સારું છે કે નહીં ? તે પ્રથમ નકકી કરવું જોઈએ.
વળી, “અવધિએ કરવા કરતાં ન કરવું સારું' આ દલીલ પણ નકામી છે. કેમ કે આમ બોલવાની પ્રવૃત્તિ ધાર્મિક ક્રિયા તરફ અણગમાની વૃત્તિમાંથી થાય છે. ન કરવાથી ન કરવાનું મોટું પ્રાયશ્ચિત્ત લાગે છે, અને કરવા છતાં અવિધિ થાય, તો અવિધિ પૂરતું જ પ્રાયશ્ચિત્ત લાગે છે, કેમ કે અતિચાર સાથેના અનુષ્ઠાનના આચરણથી અનુક્રમે નિરતિચાર આચરણ પ્રાપ્ત થાય છે. દરેક કામમાં પ્રથમ ભૂલો રહે જ, તેટલા માત્રથી કાર્યોનો આરંભ ન કરવો એ વાજબી નથી જ. સુકાર્યનો આરંભ કરવો જ જોઈએ. કોઈ પણ એવું કામ નથી કે કોઈ પણ એવો જીવ નથી કે જે પ્રથમથી જ ભૂલ વિનાનું થાય કે કરી શકે. બોલવું સહેલું છે, કરવું મુશ્કેલ છે. ભૂલ થવાના ભયથી કામ ન જ કરવું એ “ભિક્ષુકો માંગવા આવશે એવા ભયથી રાંધવું જ નહીં.” તેના જેવી વાત છે.
માટે સર્વ સામાયિક કરવાની ઈચ્છા હોય તેણે દેશ સામાયિક પણ ઘણા અને ઘણી વાર કરવા. અભ્યાસથી વધતાં વધતાં પરિણામે સર્વ સામાયિક સુધી પહોંચાય છે.
અમારું બીજું એમ કહેવું પણ છે કે – “ભૂલ કરતાં કરતાં ભવિષ્યમાં સુધરે, તે તો ઠીક, પરંતુ આખી જિંદગી કરવા છતાં પણ એમને એમ રહે છે. જરાયે ફેરફાર નથી થતો. તેવાઓને કંઈ ફાયદો જેવામાં આવતો નથી. તેના કરતાં ન કરે તો શું ખોટું ? નકામો વખત જાય છે.”
આ વાત પણ ખોટી છે, હજારો લાખો માણસો ધાર્મિક ક્રિયા કરવાથી જે સ્થિતિમાં રહ્યા હોય છે, તેના કરતાં, તેઓ ધાર્મિક ક્રિયા ન કરતા હોત, તો તેને અમુક રસ્તાથી ઊતરી પડવાનો સંભવ હોય છે, તેથી બચી જાય છે, એ તેમને લાભ થાય છે. બીજું, ધાર્મિક ક્રિયા કરનારાના સોએ સો ટકા કાંઈ પણ લાભ નથી જ ઉઠાવતાં, એવું એકાંત નકકી કરી શકાશે જ નહીં, કેમકે – કેવળ એવી વસ્તુસ્થિતિ નથી હોતી. કોઈને પણ તદ્દન લાભ ન જ થયો હોય, એવા દાખલા મળે જ નહીં. ધાર્મિક ક્રિયાઓની રોજની ટેવથી ધર્મસ્થાનોનો કાયમ પરિચય રહે છે, તેથી કોઈને કોઈ વખત અવશ્ય સંગીન લાભનો સંભવ રહે છે. જ્યારે કેટલાકને લાભ થાય છે, એવું જોવામાં આવે છે. તો બીજાઓ પણ એ કેટલાકમાં કેમ નહીં આવે ? તેની શી ખાતરી ? આજે લાભ ન મળતો હોય, પણ ભવિષ્યમાં લાભ નહીં મળે? તેની પણ શી ખાતરી ? માટે ભવિષ્યમાં લાભ મળવાની આશાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org