Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૯૮
પંચ પ્રતિક્ષ્મણસૂત્રો
મોટા માણસોના પ્રસંગમાં જ આવી ઘટના કરવામાં આવે, તો જ પોતાને પ્રજાને જે ફાયદો અપાવવાનો હોય તે પ્રધાન મંડળ-સચોટ, જલદી ને ચોકકસ મજબૂત રૂપમાં અપાવી શકે તેથી આવા ભાવિ લાભની દષ્ટિથી, આ બનાવને લીધે વાસ્તવિક રીતે પ્રધાનમંડળને કે રાજાને દુઃખની લાગણીનો સંભવ ન જણાય, અને સ્વાભાવિક બનાવ રૂપે બની જતો દેખાય, એ સ્વાભાવિક છે. વાસ્તવિક રીતે પોતાની પ્રજાના લાભની દૃષ્ટિથી આ પ્રસંગ વધાવી લેવા જેવો કદાચ તેઓને બન્નેને હૃદયમાં લાગ્યો હોય, તો તેમાં પણ આશ્ચર્ય જેવું નથી. આ પ્રયોગ તત્કાલ-અનર્થ જેવો લાગે છે, પણ પરંપરાએ ઈંગ્લેંડને અર્થપરંપરાનો ઉત્પાદક હોવાથી બ્રિટિશ મુત્સદ્દીઓની હોશિયારીનો આ સબળ દાખલો છે. વળી તેઓ જ આ દેશમાં વાઈસરૉય તરીકે આવવાની વાતો થાય છે, હવે પછી શ્રીમતી એલિઝાબેથ ગાદીનશીન થાય. અહીં સ્ત્રી-સ્વાતંત્ર્યનો પવન, સંતતિનિયમન માટે કાયદા, છૂટાછેડા, વિધવા-વિવાહ વગેરે વિચારોની ધૂન, ભવિષ્યમાં ભારતના સ્ત્રીવર્ગને કયાં લઈ જશે ? તે ઘણું વિચારવા જેવું છે. બ્રિટિશ મુત્સદ્દીઓ કરતાં પણ શ્રાવકોની જવાબદારી બુદ્ધિ-શકિત, કર્તવ્યનિષ્ઠા વિશિષ્ટ પ્રકારની છે અને હોવી જોઈએ, કારણ કે મહાથાવકના પ્રયત્નો એકતરફી લાભને માટે નથી હોતા, પણ સર્વનાં હિત તરફ હોય છે. માટે દરેક પ્રવૃત્તિમાં સૌને માટે એકંદર અર્થ ત્રિવર્ગની પરંપરા વધે. તેવી જ રીતે અર્થ ત્રિવર્ગ વગેરે તે આચરે છે. પશ્ચિમમાં પવિત્રતા ભલે વધે, પણ તેમાં અહીંનો ભોગ લેવામાં અન્યાય છે.
પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય. પાપાનુબંધી-પાપ. પુણ્યાનુબંધી-પાપ; આ ચાર ભાંગાઓને અનુસરીને જેઓની પૂર્વ ભવની સામગ્રી જેવી હોય, તેને અનુસરીને ઉપર જણાવેલી અર્થપરંપરા, તથા અનર્થપરંપરા-અને તેના ઊલટસૂલટા પ્રસંગોને લાયક બુદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે તેનાં ફળો મેળવી શકાય છે.
ચાર શિક્ષા વ્રતો મહાવતો ધારણ કરવાને અશકત ગૃહસ્થ ધારણ કરેલાં પાંચ અણુવ્રતોના ગુણમાં વધારો કરનારાં ત્રણ ગુણ વ્રતોનું સ્વરૂપ, અને તેના અતિચારોની આલોચના તથા પ્રતિક્રમણ-પૂરાં થયાં. હવે શિક્ષા વ્રત અને તેના અતિચારોની આલોચના તથા પ્રતિક્રમણ શરૂ થાય છે. શિક્ષાવ્રત એટલે મહાપુરુષોએ આચરેલા મહાન ધર્માનુષ્ઠાનની તાલીમ મેળવવા માટેનાં વ્રતો : શિક્ષા શબ્દ જુદા જુદા અર્થમાં વપરાય છે. શિક્ષા શિખામણ. શિક્ષાષ્ઠપકો. શિક્ષા સજા, દંડ. શિક્ષા અનુભવ આપવો, અભ્યાસ કરાવવો, શીખવવું, ઉપદેશ વગેરે.
શિક્ષા ગ્રહણ અને આસેવન : એ બે પ્રકારની જૈનશાસ્ત્રમાં બતાવેલી છે.
ચહણશિક્ષા અને સામાયિક સૂત્ર વગેરે સૂત્રો અને તેના અર્થોનો ગુરુ પાસે પૂર્વ પરંપરાની આમ્નાય પ્રમાણે અભ્યાસ કરવો, મોઢે કરવા, અર્થ સમજવો, ચિંતવવો, પુનરાવર્તન કરવું, તેનાં રહસ્ય સમજવાં,
વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org