Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૯૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
અધિક ધર્મ અર્થ અને કામને ખેંચી લાવે. કામનું સેવન અધિક ધર્મ અર્થ અને કામને ખેંચી લાવે. ભવિષ્યમાં પણ અધર્મ અનર્થ કે દ્વેષના સહેજ પણ કારણભૂત ન જ બનવા જોઈએ, એટલું જ નહિ પરંતુ તેઓનો ભવિષ્યમાંયે સંભવ પણ ઉત્પન્ન થવા ન પામે, તેવી સાવચેતી-દીર્ઘ દૃષ્ટિ અને કુશલતાથી કામ કરવું જોઈએ.
અર્થ ત્રિવર્ગના આચરણથી આ પ્રમાણે લાભો થાય છે - અર્થ ત્રિવર્ગની અર્થ પરંપરા વધે, તેવી આચરણા બુદ્ધિશાળી અને અપ્રમાદી ધર્મનિષ્ઠ શ્રાવક શુભ ઉદ્દેશથી કરી શકે છે. તેથી અનેક સુખની પરંપરા વધે છે, ભવિષ્યમાં ઘણી ઉન્નતિ થાય છે, યશ તથા ધર્મની વૃદ્ધિ થાય છે, અનેક કષ્ટ પરંપરામાંથી બચી જવાય છે, અનેકને બચાવી શકાય છે; આ લોકમાં તેમજ પરલોકમાં સુખ મળે છે.
અનર્થ પરંપરા અને અનર્થના સંભવો-૧. બુદ્ધિની દુર્બળતા, ૨. અતિરાગ, ૩. અતિ અભિમાન, ૪. અતિદંભ, ૫. અતિ સરળતા, ૬, અતિ વિશ્વાસ, ૭. ક્રોધ, ૮, પ્રમાદ, ૯. સાહસ અને ૧૦. દૈવયોગ નસીબ-પૂર્વ કર્મ વગેરેથી ઉત્પન્ન થવા માંડે છે.
અનર્થની પરંપરા વધે કે અનર્થની પરંપરાનો સંભવ વધે, તેમ વર્તવાથી:- ૧. કરેલો ખર્ચ નકામો જાય છે, ૨. ભવિષ્યમાં પણ લાભનો સંભવ રહેતો નથી, ૩. ઊલટાં નુકસાન-ઉપર નુકસાનો આવે છે, ૪. ભવિષ્યમાં કંઈક લાભ થવાના હોય-તે અટકી જાય છે, ૫. ને તે ઊલટાં નુકસાનમાં પરિણમે છે. ૬. મળેલા લાભો પાછા ચાલ્યા જાય છે, 9. પરસ્પર વિરોધ અને મુશ્કેલીઓ ઊભી થાય છે, ૮. શરમિંદા થવું પડે છે, ૯. શરીરને નુકસાન થાય છે, ૧૦. દંડ વગેરે શિક્ષા થાય છે, ૧૧. બીજી પરચૂરણ નાની મોટી પીડાઓ અને હેરાનગતિઓ થાય છે, ૧૨. કદાચ પરંપરાએ, અંગોપાંગ છેદાય છે, દાવા-ફરિયાદોનો પ્રસંગ આવે છે, ૧૩. બેઆબરૂ અને રખડતા રઝળતા થવાનોયે પ્રસંગ આવી જાય છે.
તેથી અનર્થોને બરાબર સમજવા અને પ્રથમથી જ તેના સંજોગોનો ત્યાગ કરવાનો પૂરતો ખ્યાલ રાખવો. ભલે તત્કાલ ઘણા લાભો જણાતા હોય, તેવા અર્થનો પણ ત્યાગ કરવો, એ બુદ્ધિશાળીનું કામ છે. નુકસાન વેઠીને પણ ભવિષ્યમાં થવાનાં અનર્થોને ટાળવા જોઈએ. આ વિષય સુજ્ઞ શ્રાવક ગૃહસ્થોને ઘણો ઉપયોગી હોવાથી ગ્રંથાન્તરથી અત્રે મૂકવામાં આવ્યો છે, જોકે ઘણા દક્ષ શ્રાવકોના જીવનમાં સ્વાભાવિક રીતે જ આવી ચતુરાઈ અને કાર્યકુશળતા જોવામાં આવે છે. પરંતુ તે જાતની શકિત અને તેનું સ્વાભાવિક વારસાગત જ્ઞાન હવે ઘટતું જાય છે. એક તરફ કેળવણી વગેરે એકદેશીય હાલના સંજોગોથી ઊછરતી જૈન પ્રજાની ચતુરાઈ ઘટતી જાય છે. માટે કેટલાક અજાણ હોય તેઓના બોધને માટે આ વિષયમાં ઉદાહરણો આપી આ પ્રકરણ પૂરું કરીશું.
૧. એક વ્યાપાર કરવાથી પ્રત્યક્ષ ધન મળે, લોકો પ્રશંસા કરે, ભવિષ્યમાં નવા વેપારની અનેક સગવડો મળે, પ્રભાવ વધે, ઉત્તરોત્તર ધન આવ્યું જ જાય, બીજાને અનુકરણ કરવા લાયક થવાય, તે અર્થ અર્થાનુબંધ વાળો એટલે બીજા અર્થને એ રીતે ખેંચી લાવનાર કહેવાય છે. અર્થાત્ એક અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org