Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૯૨
પંચ પ્રતિwણસૂત્રો
બીજાની છૂટ્યા પછી પોતાની છોડવી. હળ, ગાડાં જોડવાં, ઘર-હાટ બાંધવાની શરૂઆત, ગાયાંતરે જવું વગેરે પહેલાં ન કરવું.
આ અતિચાર હિંમ્ર પ્રદાન ત્યાગનો છે.
૫. ભોગાતિરિક્ત : ઉપભોગ અને પરિભોગમાં અતિરેકતા જો કે ભોગપભોગ પરિમાણ વ્રતમાં આવી જાય છે, છતાં-પરિમાણ કરવા છતાં બિન જરૂરી છૂટ રાખી હોય, અથવા છૂટનો વધારે પડતો દુરપયોગ થતો હોય, ચૌદ નિયમો ધારીને તેનો સંક્ષેપ કરવામાં ન આવતો હોય, અથવા એ બધું કરવા છતાં જે ઓછામાં ઓછી છૂટ રાખી હોય, તેનો પણ આસકિતથી ઉપયોગ કરવામાં આવતો હોય, તો તે વખતે અનર્થદંડનો સંભવ ઉત્પન્ન થાય છે. અને પ્રમાદાચરણ ત્યાગનો આ અતિચાર બને છે. વિરાધના થાય તેવા જવાકુળ ફળ, પુષ્પાદિનો ત્યાગ કરવો, તેમજ દરેક બાબતમાં અલ્પ જરૂરિયાતવાળા થવું, સ્નાન, ભોજન, તાંબૂલ, ફળ, પત્ર, પુષ્પ વગેરે ઓછાથી ચલાવવું ગુણ રૂપ છે.
શ્રાદ્ધ, શ્રાવક અને દેશ વિરતિ ગૃહસ્થનું જીવન મુનિરાજની માફક સંપૂર્ણ ત્યાગી નથી હોતું, પરંતુ દેશત: ત્યાગી હોય છે.
એટલે કે, મુનિરાજના જીવનમાં જ્યારે કેવલધર્મ હોય છે, ત્યારે ગૃહસ્થ શ્રાવકના જીવનમાં ધર્મ મુખ્ય હોય છે, ને સાથે સાથે ગૌણતામાં અર્થ અને કામ પણ હોય છે. કેમકે-ગૃહસ્થના ધાર્મિક જીવનનો પ્રયોજક મુખ્ય ધર્મ છે, અને સાંસારિક ગૃહસ્થ જીવનના મુખ્ય પ્રયોજક અર્થ અને કામ છે. એટલે કેટલેક અંશે કામની પૂર્તિ માટે તથા ધર્મ માટે ગૃહસ્થને અર્થની જરૂર પડે છે. એટલે અર્થ પણ સાંસારિક ગૃહસ્થ જીવનનું અંગ બને છે. આ રીતે ધર્મ, અર્થ અને કામને યથાયોગ્ય રીતે ત્યાગને પોષક થાય તેમ સાચવી જાણે તે ગૃહસ્થ અર્થમાં ગણાય છે, પરંતુ એ ત્રણ બરાબર ન સચવાય, તેમાં ખામી પડે, પરસ્પરને નુકસાન કરે, તો તે અનેક પ્રકારે અનર્થ થાય છે. અને તેથી લૌકિક અને ઈહલૌકિક, તથા લોકોત્તર અને પારલૌકિક ઘણાં નુકસાન રૂપ અનર્થ દંડ થાય છે. હાલની કૃત્રિમ ધનિક્તા મુખ્યપણે અનર્થ દંડ રૂપ છે.
શ્રાદ્ધ, શ્રાવક અને દેશવિરતિ, બુદ્ધિશાળી, દીર્ધદષ્ટિ, કર્તવ્યનિષ્ઠ, ઉચિતજ્ઞ, અપ્રમાદી, વજનદાર, પ્રતિષ્ઠિત, સ્વ-પર ઉપકારમાં આસકત, લોકસંગ્રહી, લોકપ્રિય, અગ્રેસર, નેતા, હિત-મિત-પરિમિતભાષી, દક્ષ-ચતુર, ઉદાર, નિર્લોભી ઉચિત વ્યયી, શુભહેતુ પ્રયુકત અનેક પ્રકારે લાભદાયી કાર્ય પ્રણાલીના યોજક-પ્રચારક, શિષ્ટ માન્ય વ્યવહાર કુશળ, ન્યાય માર્ગથી ધનોપાર્જક ધનોપાર્જનના ભાગમાં કુશલ, ધીર, વીર, નિર્ભય, ધર્મજ્ઞ, ધર્માચરણ શીલ, ઈદ્રિયાર્થી સંપન્ન, શરીર સૌષ્ઠવવાનું. અલ્પનિદ્રી, અલ્પભોઇ, દેશકાલજ્ઞ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિભાગજ્ઞ, અનતિકામભોગાસકત, ઉચિત પ્રકારે ઈઢિયાર્થ વિષયોપભોગી; આદર્શ જીવન જીવી, સદા અપ્રમાદી ઉદ્યમવંત, ઉત્તમ ધંધો ચલાવનાર, સંધિવિગ્રહ, કુશળ, શિષ્ટઆર્યરાજ્ય પદ્ધતિને સન્માન્ય, નિ:સ્વાર્થપણે હિત બુદ્ધિથી ધાર્મિક-સામાજિક-કૌટુંબિક-પ્રજાકીય અને દેશ સંબંધી હિતકર સંસ્થાઓ સંચાલન-કુશલ, દેશ-વિદેશની બાહ્ય અને આભ્યન્તરપ્રવૃત્તિમર્મજ્ઞ, અક્ષુબ્ધ, સ્થિરબુદ્ધિ, સમ્યગ્દષ્ટિ, સદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org