Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
૩. એ ચીજોમાં પણ ઉત્તમ, મધ્યમ, અને કનિષ્ઠ પ્રકારની ચીજો હોય છે.
૪. તેમાંની જેમ બને તેમ ઉત્તમ ચીજો વપરાય, તે સ્વાભાવિક રીતે જ યોગ્ય ગણાય છે.
૫. ઉત્તમમાં પણ વિશેષ ઉત્તમ-રત્ન ગણાય છે. એટલે રત્નભૂત વસ્તુઓનો વપરાશ એ સર્વોત્તમ માર્ગ છે, એટલે કે ત્યાગ કરતાં તો ઊતરતો છે. છતાં પ્રજાની યથાયોગ્ય શકિતના પુરાવા રૂપ પણ છે.
૧૭૯
ગાતી ગાતી યલુત્ફીનું તદ્ધિ રત્નમુખ્યતે “તે તે જાતિમાં જે ઉત્કૃષ્ટ ચીજ હોય, તે રત્ન ગણાય છે.’' ખનિજોમાં-હીરા વગેરે ઉત્તમ પ્રકારના ખનિજો છે. માટે તે રત્ન ગણાય, પશુઓમાં હાથી વગેરે, પક્ષીઓમાં ગરુડ વગેરે, ફૂલમાં કમળ વગેરે, ફૂલના તાંતણામાં કેસર વગેરે, દાંતમાં હાથીના દાંત, વાળમાં ચમરીના વાળ, શરીરના મેલમાં કસ્તૂરી, અનાજમાં ચોખા, રસોમાં દૂધ, ઘી, તાંતણામાં રેશમ, ધાતુઓમાં સોનું વગેરે, રત્ન ગણી શકાય છે. આ પ્રકારે બીજી ઘણી વસ્તુઓના સંબંધમાં સમજી લેવું.
૬. પ્રજા જેમ રત્નભૂત વસ્તુઓ સ્વાભાવિક રીતે વાપરી શકે, તેમ તેની સુરુચિ, શકિત વગેરેનો વિકાસ ગણાય છે.
આ બધી વસ્તુઓ કેવળ હિંસાથી જ ઉત્પન્ન થાય એમ માનવાને ખાસ કારણ નથી. કારણ કે વિશ્વમાં તેની ઉત્પત્તિ ચાલુ જ હોય છે. નવી નવી ઉત્પત્તિ વધતી જતી હોય છે. અને સ્વાભાવિક રીતે બિન હિંસાથી મળી શકે તેવી રીતે ફાજલ પડતી પણ હોય છે. તેનો ઉપયોગ અને વ્યાપાર એ અનિવાર્ય તથા દેશની આર્થિક દૃષ્ટિથી પણ સ્વાભાવિક થઈ પડે છે. જ્યારે તેમાં કોઈ વિકાર પ્રવેશે છે, ત્યારે તેમાં હિંસા પ્રવેશે છે. ધંધાની હરીફાઈ, કોઈ વધારે પડતી શોખીન પ્રજાની વધારે પડતી આવેશ કે તરંગજન્ય માંગણી વગેરે કારણો ઊભાં થાય, ત્યારે તેવી ચીજોની માંગ વધીને હિંસા થાય છે. પણ તેવાં કારણો ન હોય, સ્વાભાવિક રીતે થતી ઉત્પત્તિનો ઉપયોગ થાય, તો બહુ હિંસાદોષ જણાતો નથી, પરંતુ વ્યવહારદષ્ટિથી વ્યવસ્થાસર જણાય છે.
૭. જ્યારે પ્રજા રત્નભૂત વસ્તુઓ પોતાના જીવનમાં વાપરે, ત્યારે તેના શુચિ અશુચિ ઉત્પત્તિ સ્થાનની વિચારણા ગૌણ ગણવામાં આવે છે. જો કે કઈ વસ્તુનું શુચિ-અશુચિત્વ કેટલી હદ સુધી ગણવું, તેનું પણ એક આખું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનની પદ્ધતિસરની દૃષ્ટિથી જ રત્નભૂત વસ્તુઓને પવિત્ર માનવામાં આવી છે. એમને એમ ‘“મનમાં આવી તે વસ્તુને શાસ્ત્રકારોએ પવિત્ર ઠરાવી દીધી'' એમ નથી. એ બાબત તે વિષયના વધારે સૂક્ષ્મ જ્ઞાનીઓ પાસેથી કે પ્રયોગોથી ચોકકસ સમજી શકાય તેમ છે.
૮. જિનેશ્વરોનું પરોપકારિત્વ અને પવિત્રતા સર્વોત્કૃષ્ટ છે. તેનાં પૂજા, સત્કાર વગેરે પ્રગતિનાં પ્રધાનમાં પ્રધાન અંગો અને મહાન્ કર્તવ્યો છે. તેમાં પણ રત્નભૂત વસ્તુઓનો વપરાશ માનસશાસ્ત્રની દૃષ્ટિથી મંગળભૂત, અને ભાવની વૃદ્ધિ કરનાર છે, એટલે તેના વપરાશમાં વિરોધ નથી.
૯. સારંગી, ઢોલ, નગારાં વગેરે વાજિંત્રોના ચામડા-કે-તંતુવાદ્યની તંત્રીઓ વગેરે જો કે રત્નમાં ગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org