Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૮૦
પંચ પ્રતિક્રમણસૂત્રો
શકાય નહીં. પરંતુ સંગીત પણ પ્રભુપૂજાનું પ્રધાન અંગ છે. અને સંગીતને જ્યારે પ્રવેશ મળ્યો એટલે તેના પરિવારને પણ પ્રવેશ આપવો પડે છે. કેમકે, તેઓને રોકીએ, તો તે સર્વના મૂળ નાયક સંગીત પણ મંદિરમાં પ્રવેશ પામી શકે નહીં. એટલે વાજિંત્રો વગેરે અનિવાર્ય જરૂરિયાતની ચીજો થઈ પડી. તેથી જે કાંઈ દોષ થતો હોય, તે ભકિતમય સંગીતના બહુ ગુણોમાં ઢંકાઈ જાય છે.
૧૦. પરંતુ, આ દલીલનો લાભ લઈને બીજા પ્રકારના પ્રશ્નકારો બીજા લાભ બતાવીને પોતાની વ્યાપારી દૃષ્ટિથી એ પ્રમાણે બીજી વસ્તુઓનો પ્રવેશ કરાવવા માંગે, તો તે યોગ્ય નથી. કારણ કે, તેમાં સ્વાર્થ પ્રધાનપણે છે. એટલે આખરે તેમાં લાભને બદલે નુકસાન જ હોય.
૧૧. સારાંશ કે, સ્વાભાવિક મળતી હોય, અને વિચારશીલ મહાપુરુષોએ જેને રત્ન તરીકે ઠરાવી આપેલ હોય, એવી વસ્તુઓનો ઉપયોગ નિર્દોષ છે. પરંતુ તેના વ્યાપાર કે કારખાના શ્રાવકને અહિંસાની દૃષ્ટિથી યોગ્ય નથી.
ન
૧૨. શ્રાવક સોનું વાપરે છે, માટે તેણે તેની ખાણો ખોદાવવી જોઈએ. એ દલીલ યોગ્ય નથી. કારણ કે, સોનું ઉત્પન્ન થાય છે, તેથી ખાણો ખોદાય છે, લોકો વાપરે છે, ચીજ સારી છે, માટે શ્રાવક વાપરે છે. જો ન મળતી હોત તો શ્રાવક વાપરત નહીં. અને કોઈ શ્રાવક ઇચ્છાપૂર્વક ત્યાગ કરીને ન વાપરે, તો તેને કોઈ આગ્રહપૂર્વક વાપરશે નહીં કારણ કે, શાસ્ત્રકારો તો તેનો પણ ત્યાગ જ સૂચવે છે. એટલે શ્રાવક ત્યાગ કરે, તે પ્રથમપદે ઇષ્ટ છે. આને વાપરવું હોય તો વાપરે, પણ વાપરવા માટે તેની ખાણો ખોદાવે, કે સ્ફોટક કર્મ કરાવે, તે ત્યાગધર્મની દૃષ્ટિથી ઇષ્ટ નથી. એટલે શ્રાવક કર્માદાન તો ન જ કરે. જો કે પોતે વાપરે છે એટલે કર્માદાનની અનુમોદના તો છે જ. અને તેથી ઉત્પન્ન થતાં જે કર્મ લાગે છે, તેનો બચાવ જૈન શાસ્ત્રો કરતા નથી.
સ્વોપભોગમાં વપરાશ એ ત્યાગની અશકિત છે. અને ઔષધાદિ આવશ્યક જરૂરિયાતને અંગે વપરાશ કવૃચિત માન્ય ગણાય છે. પરંતુ તેની ઉત્પત્તિને જ્યારે આજીવિકાનું અંગ બનાવવામાં આવે છે, ત્યારે તો તેમાં જ મન વચન કાયા નિરંતર પરોવાય છે. અને દંત, કેશ વગેરેના વેપારમાં બીજા ક્રૂર સ્વભાવના ધંધાર્થીઓનો એ ધંધા સાથે સંબંધ હોવાથી ઇરાદાપૂર્વક હિંસાનો પણ ઘણો સંભવ થઈ જાય છે. માટે એ ત્યાજ્ય હોય તે બરાબર છે.
૧૩. અહીં પ્રશ્ન તો એ છે કે, આ સાતમું વ્રત ધારણ કરનારા ત્યાગી શ્રાવકો પણ જિનેશ્વર પ્રભુની
પૂજા વગેરેમાં એવાં દ્રવ્યો અવશ્ય વિધિ તરીકે ખાસ આગ્રહપૂર્વક વાપરે છે. તે વાપરવા જોઇએ, પોતે વાપરે ને બીજાને વાપરવાને ભલામણ કરે, તે યોગ્ય છે ? જવાબમાં કહી શકાય કે, શ્રાવકો તો શું પરંતુ મુનિરાજો પણ વિધિમાં તે વસ્તુઓના ઉપયોગનો ઉપદેશ આપી શકે છે, કેમકે તે વસ્તુઓ શિષ્ટ પુરુષોએ માન્ય કરેલી છે. બીજું ખાસ કારણ એ છે કે, જિનેશ્વર પ્રભુની સેવા, ભકિત, પૂજા : એ વિશ્વમાં સર્વોત્કૃટ કર્તવ્ય છે. તેમાં ઉત્તમ વસ્તુઓ વાપરવી, એ આધ્યાત્મિક વિકાસનું અંગ બને છે. કેમકે રત્નભૂત વસ્તુઓનો ઉપયોગ ભાવવૃદ્ધિનાં સાધનોની વિચારણામાંથી જન્મ્યો હોય છે, માટે ભાવવૃદ્ધિનું અંગ બને છે. માટે તે પણ ભકિતનું એક આવશ્યક અંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org