Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૭૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
નથી. આપણા જઠરાગ્નિને તે માફક નથી, અને તેથી ઘણા રોગના ભોગ બન્યાના દાખલા બહાર આવ્યા છે. તે અપકવ ખોરાક છે.
આ જ રીતે દુણાઈ ગયેલી દાળ-ખીચડી, ઓસાવેલો ભાત, કાચા રોટલા-રોટલી, તથા દાઝેલા – બળેલા રોટલા - રોટલી, ખરા – કડક થઈ ગયેલા રોટલા – રોટલી વગેરે દુષ્પક્વ આહાર ગણાય છે. કાચો રોટલો જેમ પચવામાં ભારે છે, તેમ ખરા થયેલા રોટલાના ટુકડા તોડતાં જઠરાગ્નિને મહેનત પડે છે, તેથી તે પચવામાં ભારે થાય છે. તેથી અપફવ, અતિપફવ, કે અયોગ્ય રીતે પફવ ખોરાક દોષકર છે, પણ સુપફવા ખોરાકગુણકર છે. આપણા શાસ્ત્રકારોએ પણ-અપકવાહાર અને દુષ્પકવઆહારને અતિચારમાં ગણાવીને આરોગ્ય તરફ પણ શ્રાવકનું ધ્યાન ખેંચ્યું છે. વિના કારણે આરોગ્ય બગડવા દેવું ન જોઈએ. તેમજ આરોગ્ય આરોગ્ય કરીને તપશ્ચર્યા વગેરે છતી શક્તિએ કરવાનું છોડવું પણ ન જોઈએ; કારણ કે, તપશ્ચર્યાદિ દોષોનો નાશ કરે છે, અને યોગ્ય વિધિથી કરવામાં આવે, તો આરોગ્યમાં પણ પોષક થાય છે. ઘી, દૂધ વગેરે સ્નિગ્ધ આહારનો અતિયોગ થાય છે, તો તે રોગોત્પાદક થાય છે, મેદ વધારે છે. તેવા સંજોગોમાં આયંબિલ કોઢ, મેદ, વગેરે રોગોને ખાસ મટાડી દે છે. તપશ્ચર્યા જેમ આત્માને ગુણ કરે છે, તેમ શરીરને પણ ફાયદાકારક થાય છે. પણ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ તપશ્ચર્યા આત્માને પોષણ રૂપ ન થતાં બાળતા રૂપ ગણાય છે, તેમજ આરોગ્ય સાધક આજ્ઞાસિદ્ધ તપશ્ચર્યા આત્મા અને શરીર બન્નેને ફાયદો કરે છે. ગુરુગમથી તેના પ્રકારે સમજી શકાય છે. તપના અનેક પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. તે આ પ્રમાણે જીવ વિશેષના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને બીજા સંજોગોને ઉદ્દેશીને અનેક પ્રકારો સૂચવ્યા છે. તેમાંના કોઈ ને કોઈ પ્રકારે તપશ્ચય કરવાથી સમકિતવંત જીવને આરાધના ગણાય છે.
માર્ગાનુસારિતાના ગુણમાં ““મોનનY ની પોઝન' રૂપ ખાસ ગુણ બતાવ્યો છે. માટે આહારવિધિમાં ઉપયોગવંત રહેવામાં દોષ નથી. પરંતુ આસકિત, લોલુપતા અને અવિરતિ પરિણામજનક રીતે આહારવિધિની ખટપટ અને વિચારણા ત્યાગ કરવા યોગ્ય છે.
ત્યાગ કરવા યોગ્ય પંદર કર્માદાનના ધંધાઓ રૂપ અતિચારોનું વર્જન. શબ્દાર્થ :- ઈંગાલી=અંગારા. વણવન. સાડી શકટ-ગાડાં. ભાડી ભાઠાં. ફોડીક સ્ફોટક-ફાડવું-ફોડવું. સુવજજએ સારી રીતે વર્જન કરવું-ત્યાગ કરવો. કમ્મ કર્મ-ધંધો. વાણિજ્જ વાણિજ્ય-વેપાર. દંત-લખ-રસ-કેસ-વિસ-વિસયં દાંત, લાખ, રસ, વાળ, અને ઝેર સંબંધી.
એવં એ પ્રમાણે. ખખલુ-જ. જંત-પિત્રણ-કર્મ યંત્ર પોષણકર્મ, યંત્રોથી પીલવા, ભરડવાનું કામ. નિબંછાણ નિલઇન, લાંછન લાગે તેવા ક્રૂરતાભર્યા કામો. દવદાણંદનદાન, જંગલ સળગાવવા. સર-દહ-તલા-સોસં=સર, કહ, તલાવ શોષ, સરોવર-કુંડો-તળાવો સૂકવવાં. અસઈ-પોસં અસતી પોષ, અસતીનું પોષણ, અયોગ્યનું પોષણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org