Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમણ સૂત્રો
૧૭૫
રોગો મટે છે, પણ વિષ આખરે વિષ તરીકેનું કામ કરે જ છે, ને પરિણામે લાંબે વખતે હૃદય (હાર્ટ), મગજ (બ્રેઈન) તથા જ્ઞાનતંતુઓ નબળા પાડી નવા રોગના કારણભૂત બને છે.
ઝેર સાથે કોશ, કોદાળા, હળ વગેરે લોઢાનાં હિંસક સાધનોના વેપારનો પણ આમાં સમાવેશ થાય છે. કુહાડા, કરવતો, બંદૂકો, તોપો, મશીનગનો, પિસ્તોલો, તલવારો, બરછી, ભાલાં વગેરેના વેપારનો આમાં સમાવેશ થાય છે.
પાંચ ખર[ફૂર] કમ ૧. યંત્ર પીડન કર્મ: શિલા-પથ્થર, ખારણીયા, સાંબેલા, ઘંટી, ઘંટા, અરઘટ્ટ, ટાંકણા, ઘાણા ઘાણી, શેરડી પીલવાના ચચોડા, તથા બીજા પણ હાલનાં અનેક જાતનાં વરાળયંત્રો, ઘાસલેટ યંત્રો, પેટ્રોલયંત્રો, વીજળીકયંત્રો યુક્તિબળયંત્રો, મિલો, જીનો, તથા બીજા-કારખાનાને લગતાં, ખેતીનાં, કારીગરો માટેનાં, એકંદર તમામ પ્રકારનાં યંત્રો ચલાવવા-વેચવા-બનાવરાવવા વગેરેનો સમાવેશ આ કર્મમાં થાય છે. યોગશાસ્ત્રમાં ઘંટી વગેરેના વેપારને વિષવાણિજ્યમાં બતાવેલ છે.
૨. નિલંછન કર્મ : ગાય બળદોની ગોદડીઓ કાપવી, શિંગડાં, પૂંછડા કાપવા-કપાવવા, નાક કાન વીંધવા-વિધાવવા, આખલા આંકવા, બળદ ઘોડા માણસ વગેરેને ખસી કરવા, સ્ત્રીઓના ગર્ભાશય * કાપવા; કૂતરાઓને ઝેરના લાડવા ખવડાવવા, કસાઈખાનાં ચલાવવા, માંદા ઘોડાઓને વીંધી નાખવા, માંદા ઢોરો વગેરેને ઝેરી દવાઓથી વહેલા મારી નાંખવા; ઊંટોની પીઠો ગાળવી, બકરા વગેરેનાં વૃષણ કાપી પૌષ્ટિક દવાઓ બનાવવી, જંતુઓનાં આંતરડાં-કાળજાં કાઢીને દવા બનાવવી; તાજા જન્મેલા વછેરાના લોહી વગેરેથી દવાઓ બનાવવી; માછલીનાં તેલોનાં કારખાનાં; મડદાંઓમાંથી તેલ કાઢવાં, ડેથરે [મારક કિરણો]થી જંતુઓનો સંહાર કરવો, સંતાન રોધક પ્રસંગો કરવા, મરણનો સામાન [નિહાર] વેચવો. મૃતક ઉપરની વસ્તુઓ લેવી, ઉદરો, વાંદરા વગેરેને મારી નાંખવા, હાથીદાંતો, અંબર, કસ્તૂરી વગેરે માટે હિંસા કરી તે ચીજો મેળવવી, શિકાર કરવા, કૂટણખાના ચલાવવા વગેરે ધંધા ઘણા જ ખરાબ છે. શ્રાવકને આવા ધંધા કરવાનો સંભવ નથી, પરંતુ તેમાં આડકતરી મદદ અપાઈ જાય તો પણ મહાદોષને માટે થાય છે. ફાંસી દેવી, શૂળીએ ચડાવવા, ચોરોને કાતિલ માર મારવા, ખૂન, મારા, ગળકટ્ટા, ફાંસીયા, વગેરે ધંધાનો આમાં સમાવેશ થાય છે.
૩. દવદાહ : જંગલો સળગાવવા, ઘાસના સાલા બાળી દેવા, ઘાસના બીડ સળગાવી દેવા, ગામડાં સળગાવી દેવાં અથવા ભિલ્લ વગેરે કોમમાં મરતી વખતે કહેવામાં આવે છે કે-“આટલા જંગલ સળગાવવાના પુણ્યદાન તમને કરવામાં આવે છે.” એમ સાંભળવામાં આવે છે. અથવા "ઘાસ વગેરે બાળવાથી ખેતી સારી થાય” વગેરે આશયથી અથવા કુતૂહલ બુદ્ધિથી આવા દાહ લગાડવા. એ મહાભયંકર ક્રૂર કામ છે.
૪. જળાશય શોષ : તળાવ, સરોવર, કંડો વગેરે સૂકવવા માટે નીકો કરીને પાણી બીજે લઈ
Jain Education International
· For Private & Personal Use Only
www.jainelibrary.org