Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમણ સૂત્રો
૧૬૭
કલ્યાણક દિવસ કે એવો કોઈ મોટો દિવસ હોય કે જેમાં બ્રહ્મચર્ય પાળવાનો પોતાને નિયમ હોય, તો “બ્રહ્મચર્ય પાળવું” એવો નિર્ણય કરવો. તે સિવાયના દિવસોમાં યથાશક્તિ મર્યાદા કરી તે નિયમ ધારી લેવો.
૧૨. દિસિ : કઈ દિશામાં કેટલું જવું ? તે નકકી કરી લે. જો કે છઠ્ઠા વ્રતથી જિંદગીભરમાં કઈ દિશામાં તથા ઊંચે તથા નીચે કેટલું જવું ? તેનો નિયમ હોય છે. પણ અહીં તો તેમાંથી પણ આજને દિવસે અમુક સુધી જવું અને બાકીનો ત્યાગ કરવાનો હોય છે. પ્રમાણ ઉપરાંત તીર્થયાત્રા કે ધર્મના મહત્વના કાર્યાદિને માટે છૂટ રહે છે.
૧૩. વ્હાણ - સ્નાન : કેટલી વખત નાહવું, તથા કેટલા પાણી વગેરેથી નાહવું ? વગેરે પ્રકારનો નિયમ કરવો. જે જિનેશ્વર પ્રભુની પૂજા સ્નાત્રાદિ પ્રતિષ્ઠાદિ કાર્યો નિમિત્તે નાહવું હોય, તો તેની આમાં છૂટી રહે છે.
૧૪. ભત્ત - ભક્ત : ખોરાક – આખા દિવસમાં ખાનપાન કેટલા પ્રમાણમાં લેવું? તેનું તોલથી પ્રમાણ કરવામાં આવે છે.
તે ઉપરાંત-નીચેના નિયમો પણ વધારે ધારવામાં આવે છે. ૧. પૃથ્વીકાય -માટી કેટલી વાપરવી? ૨. અપકાય - પીવા, નાહવા, ધોવા વગેરેમાં પાણી કુલ કેટલું વાપરવું? ૩. તેઉકાય - ચૂલા, દિવા, ભઠ્ઠીઓ, સગડીઓ વગેરે કેટલા વાપરવા ? ૪. વાયુકાય - પંખા, વીંજણાં, વગેરે કેટલાનો ઉપયોગ કરવો ? ૫. વનસ્પતિકાય - વનસ્પતિની કેટલી વસ્તુઓનો ઉપયોગ કરવો? ૧. અસિ - તલવાર, છરી, ચપ્પાં વગેરે હથિયાર કેટલાં વાપરવાં? ૨. મલી - શાહીના ખડિયા, કલમ, પીંછી, હોલ્ડર, પેન્સિલ વગેરે કેટલાં વાપરવાં? ૩. કૃષિ - હળ, દંતાળ, વગેરે ખેતી વગેરેનાં ઓજારો કેટલાં વાપરવાં?
આ દરેક ચીજોનો સવારે નિયમ ધાર્યો હોય, તે સાંજે વિચારી જવો. તેમાંનું જે નિયમ ઉપરાંત વપરાયું હોય, તો ગુરુ મહારાજ પાસે આલોચના કરી યોગ્ય આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું, નિયમ પ્રમાણે વપરાઈ હોય, તો તે વિચારી લેવી. અને થોડી વપરાઈ હોય, તો બાકીની ન વપરાયેલીની સાક્ષાત્ વપરાશથી લાગતા કર્મથી બચી જવાય છે, માટે તેટલો લાભ ગણવો. એ પ્રમાણે નિયમો વિચારી જવાને નિયમો સંક્ષેખા કહેવામાં આવે છે.
એ પ્રમાણે નિયમો સંક્ષેપી, પછીના ફરીથી ધારવા.
સાતમા વ્રતના અતિચાર અને તેનું પ્રતિક્રમણ સાતમા વ્રતના અતિચાર બે પ્રકારના છે. ભોગપભોગને આશ્રયીને પાંચ અને ધંધાને આશ્રયીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org