Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧. સચિન: સજીવ વસ્તુ, શાક, ફળો વગેરે સજીવ હોય છે. તેને તે જ વખતે કે તે જ દિવસે અચિત્ત કરીને વાપરવાની વસ્તુઓનું સંખ્યા કે તોલથી પ્રમાણ કરી લેવું. જો કે શ્રાવક સચિત્ત ચીજ વાપરે નહીં. પરંતુ સચિત્ત હોય, તેને તે જ વખતે કે તે દિવસે વાપરે, તો તેની સંખ્યા સચિત્તમાં ગણાય.
૨. દિવ્ય - દ્રવ્ય : સચિત્ત કે અચિત કુલ વાપરવા યોગ્ય કેટલી વસ્તુઓ વાપરવી ? તેની સંખ્યા કે તલનો નિયમ નકકી કરવો. આમાં મોઢામાં નાંખીને વાપરવાનાં કુલ દ્રવ્યોની તમામ સંખ્યાનો સમાવેશ થાય છે.
૩. વિગઈ - વિકૃતિ : મહાવિગઈનો શ્રાવકને ત્યાગ હોય છે. પરંતુ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કટાહ વિગઈ એટલે કડાઈમાં તળીને બનાવેલી ચીજો, એ છમાંથી પણ કેટલાકનો તદન ત્યાગ અને કેટલાકનું પ્રમાણ કરવાનું હોય છે. રોજ એકાદ વિગઈનો તો ત્યાગ કરવો જ જોઈએ.
૪. વાણહ - ઉપામહ: પગમાં પહેરવાનાં જોડાં, ચંપલ, સપાટ, મોજ, બૂટ, ચાખડી વગેરેની સંખ્યાનું પ્રમાણ કરવાનું હોય છે. અજાણતાં કોઈના જોડામાં પગ ઘસાઈ જાય, તો તે બાબત સાવચેત રહેવું જોઈએ. યતના રાખવી જોઈએ.
૫. તંબોલ : પાન, સોપારી વગેરે મુખવાસ તરીકે વપરાતી તમામ ચીજોના પ્રમાણનો આમાં સમાવેશ થાય છે.
- ૬. વલ્ય - વસ્ત્ર : પહેરવા ઓઢવા વગેરે તમામ પ્રકારના વાપરવાના વસ્ત્રની સંખ્યાનું પ્રમાણ કરવામાં આવે છે.
૭. કુસુમ : ફૂલ, અત્તર, સેંટ, વગેરે સુગંધી દ્રવ્યોની વપરાશની સંખ્યા તથા તોલનું પરિમાણ કરી લેવાનું હોય છે. પોતે જાતે કેટલું વાપરવું? પણ બીજા પાસે હોય, તે તેની સુગંધ આવે, તેની યતના રાખી શકાય, પરંતુ ત્યાગ થઈ શકે નહીં.
૮. વાહણ - વાહન : વાહન, હાથી, ઘોડા, ગાડી, ગાડાં, ઊંટ, ખચ્ચર, રેલવે, મોટર, ટ્રામ, એરોપ્લેન વગેરે મુસાફરીનાં સાધનોની સંખ્યાનો નિયમ, ભૂલથી સંખ્યા ઉપરાંતમાં પગ મુકાઈ જાય વગેરેની યતના રાખવી.
૮. સયણ - શયન : પથારી, ગાદી, તકિયા, ઓસીકો, બેઠકો, ખુરશી, બાંક, કોચ વગેરેનો સમાવેશ થાય છે. તેની સંખ્યાનો નિયમ કરવો.
૧૦. વિલેપન : તેલ, ઉદ્ધવર્તન, પીઠી, ચંદન વગેરે વિલેપન યોગ્ય દ્રવ્યનો સંખ્યા તથા તોલથી પરિમાણ કરી લેવું.
૧૧. બંભ બ્રહ્મચર્ય : પાળવાની બાબતને લગતો નિયમ આમાં કરવાનો હોય છે. જો નિયમ સવારે ધારવામાં આવતો હોય તો આય મર્યાદાને અનુસરીને દિવામૈથુનનો ત્યાગ હોવાથી “બ્રહ્મચર્ય પાળવું” એવો નિયમ કરી લેવાય, અને જે સાંજે ધારવાના હોય તો-ખાસ તિથિ, પર્વ તિથિ કે
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org