Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૬૫
આલું (એટલે રતાળું, ગાજર, બટાટા.), ૩૧. પિંડાલ (ડુંગળી વગેરે), ૩૨. કુણા ફળ. આ સિવાય પણ ઘણા અનંતકાયો છે.
અભણ્યો અને અનંતકાયની વિગતવાર સમજ માટે યશોવિ. ગ્રંથમાળા તરફથી પ્રસિદ્ધ થયેલ અભક્ષ્ય અનંતકાય વિચારની ચોપડી અવશ્ય વાંચી જવી. તેમાં આ વિષય બહુ જ સારી રીતે સ્પષ્ટીકરણથી સમજાવવામાં આવેલો છે. મધ, માંસ, ફળ, ફૂલ વગેરે ઉપર વિચાર કરવામાં આવેલ છે.
ગંધ-માલ્ય : એટલે અત્તર, કસ્તુરી, અગરૂધૂપ, ફૂલની માળા, અલંકારો, વસ્ત્ર, વગેરે બહારથી ભોગ્ય અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે.
ભોગોપભોગ વ્રતધારી શ્રાવક સામાન્ય રીતે આખી જિંદગીમાં ભોગપભોગના ઉપયોગમાં લેવા લાયક વસ્તુઓનું સામાન્ય રીતે પ્રમાણ કરી શકે છે. તેમાંની દરેક ચીજ રોજ ને રોજ ઉપયોગમાં આવી શકતી ન હોય, કોઈ જ દિવસે ઉપયોગમાં આવતી હોય, એટલે તેને છૂટી રાખી હોય છે. એ રીતે ઘણી ચીજોની છૂટી રાખવી પડે છે, તેમાં પણ સંયમ લાવવા માટે ચૌદ નિયમ રોજ સાંજે અને સવારે ધારવાની ભલામણ શાસ્ત્રકારોએ કરી છે. એટલે કે-જિંદગીભરને માટે છૂટી રાખેલી ચીજોમાંથી પણ આજે કેટલી વાપરવી ? અને કેટલી ન વાપરવી ? તેનો દિવસ માટે સવારે નિર્ણય કરી લેવામાં આવે છે, અને રાત્રિમાં વાપરવા માટેની ચીજોનો સાંજે નિર્ણય કરી લેવામાં આવે છે. તે દિવસ અને તે રાત પૂરતી પરિસ્થિતિ ધ્યાનમાં રહી શકે છે, કે આજે કઈ કઈ ચીજની જરૂર પડશે, તેમજ કઈ કઈ ચીજ વિના ચાલશે ? તે સમજીને ખાસ જરૂર પડે તેમ હોય, તેવી ચીજોનું પરિમાણ કરી લઈને બાકીની ચીજોનો તે દિવસ કે તે રાત્રિ પૂરતો ત્યાગ થઈ શકે છે. એટલે કે જિંદગીભર માટે છૂટી રાખેલી ચીજોની અવિરતિજ દોષ ચૌદ નિયમ ધારનારને તે દિવસ કે તે રાત્રિ માટે છૂટી રાખેલી વસ્તુ સિવાયની વસ્તુઓ સંબંધી લાગતો નથી. કેમ કે જેનો ત્યાગ થાય તેની ક્રિયા લાગતી નથી, એટલે તનિમિત્તક કર્મબંધન પણ થતું નથી.
સંયમના ઈષ્ણુ જીવો માટે શાસ્ત્રકારોએ ચડતા ઊતરતા ક્રમની કેવી સુંદર યોજનાઓ કરી છે ? તે આ ઉપરથી બરાબર સમજાશે. ભોગપભોગમાં ઉપયોગી થતી સર્વ વસ્તુઓનો નીચે જણાવેલ ચૌદ પ્રકારમાં લગભગ સમાવેશ થઈ જાય છે. રોજ સાંજ સવાર ચૌદ નિયમ ઘારનારાઓએ દેશાવનાશિકનું પચ્ચકખાણ લેવાનું છે. એટલે તે દેશસંબંધી સંયમ પાળવાની પ્રતિજ્ઞા તેમાં આવે છે, અને તેના સ્વરૂપના પ્રકાર તરીકે ચૌદ નિયમો છે.
ચૌદ નિયમોનું સ્વરૂપ. સચિત્ત-દવ્ય-વિગઈ-વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ વાહણ-સાયણ-વિલવણ-ભંભ-દિસિ-હાણ-ભત્તેસુ /૧/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org