Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૫૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
મુનીમગીરી કે દુકાનની ગુમાસ્તી સારી. છેવટે ફેરી પણ સારી. કારખાનાંઓમાંથી આવેલા એકબંધ બાટલા વેચવા કરતાં ઘેર દવા બનાવી વૈદ્યનો ધંધો સારો. જે કે-તેમાં સીધી રીતે કર્માદાન તો છે. - ૨. બીજી તરજ્ઞા પ્રશ્નની દૃષ્ટિથી – ભગવાને ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપ્યો છે, તેનો અર્થ એ છે કે-ત્યાગના જ દેશ અને સર્વ એવા બે વિભાગ પાડવામાં આવ્યા છે. દેશત્યાગમાં બાર વ્રતો વગેરેનો સમાવેશ થાય છે, અને સર્વ ત્યાગમાં મહાવ્રતોનો સમાવેશ થાય છે. દેશયાગને એટલે ગૃહસ્થાવસ્થામાં રહીને પળાતા ત્યાગધર્મને ગૃહસ્થ ધર્મ કહ્યો છે. પરંતુ ગૃહસ્થને કરવાનાં તમામ કૃત્યોને ગૃહસ્થ ધર્મ તરીકે કહેલ નથી. એ જાતના સાંસારિક જીવનનો સમાવેશ ભગવાને આપેલા બે પ્રકારના ધર્મમાં થતો નથી. પરંતુ, દેશત્યાગધર્મ પાળવા સિવાયના દુન્યવી રીતે ગૃહસ્થને રહેવું પડે છે, એ ગૃહસ્થાવસ્થામાં પણ જેમ બને તેમ ઉચ્ચ સંસ્કારી રહેવું, એવો ખાસ ઉપદેશ હોવાથી, દેશયાગ ન પાળી શકે તો મહાપુરુષોએ માન્ય કરેલી શિષ્ટતા તો જૈન શ્રાવક ન છોડે. એ જાતનો ઉપદેશ જૈન શાસનમાં અંતર્ગત છે. પરંતુ પ્રધાન ઉપદેશ તો ત્યાગનો જ છે જેનાથી ઊંચામાં ઊંચા ક્રમનો ત્યાગ ન થઈ શકે તે ક્રમનો ત્યાગ તો યથાશકિત કરે જ, એ આશય છે.
છતાં ઊંચા ક્રમના આદર્શોને ચૂકીને, આર્યમર્યાદાને ચૂકીને, જેથી ગમે તેવી પ્રતિષ્ઠા, કે દુન્યવી લાભો મળે, તેનો સમાવેશ આર્યત્વ કે માર્ગાનુસારિતા વગેરેમાં નથી થતો. કારણ કે, એ સર્વ આખરે મૂળ આદર્શોને નુકસાન કરનાર હોય છે અને પરિણામે ત્યાગધર્મને ક્ષતિ કરે છે. અર્થાત, આજની સુધારેલી ગણાતી દુનિયાના રસ્તાની કોઈ પણ નાની બાબતમાં પણ એક ડગલું આગળ વધવું ઉન્માર્ગ તો છે જ.
દાખલા તરીકે :- હાલનો છાપાનો ધંધો કરવા કરતાં ભાટનો ધંધો સારો, કેળવણી ખાતાના ઈસ્પેક્ટર થવા કરતાં ગામઠી નિશાળના મહેતાજીનો ધંધો સારો, વકીલ થવા કરતાં પ્રવાસનો ધંધો સારો. સિનેમા કરતાં ભવાઈ સારી, છાપખાનું ચલાવવા કરતાં લહિયાનો ધંધો ઉત્તમ. રેલવે ટિકિટ વેચવાની નોકરી કરતાં ગાડાખેડું થવું સારું, વગેરે વગેરે. આ જરા વધારે સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવું છે. કોને શું કરવું? ક્યો ધંધો કરવો ? એ પોતપોતાની ઈચ્છા અને સંજોગોને આધીન છે. પણ આપણે માટે સારાખોટાનો વિવેક વિચારતાં, જે સત્ય ભાસ્યું તે અમે સૂચવ્યું છે.
કયું જીવન શ્રાવકપણાની નજીક રહી શકે? અને જીવન ત્યાગની નજીક રહી શકે ? એ દષ્ટિથી આજે સટ્ટો કરી લાખો કમાઈ દાન કરનાર કરતાં ગામડામાં ફેરી કરી આઠ આના પેદા કરી એક પૈસો જ દહેરાસરમાં મૂકનાર ધર્મની વધારે નિકટ છે. અલબત્ત, એ જ રીતે આયમર્યાદા પ્રમાણેના ગોઠવાયેલા ધંધામાં રહી ઝવેરાતનો ધંધો કરી લાખ પેદા કરનાર ધર્મમાં હજારો ખર્ચ, તે પેલા ફેરીવાળાના પૈસા કરતાં આગળ આવે, પણ સટ્ટો કરી લાખો કમાઈ ખર્ચનાર કરતાં આયમર્યાદાના ફેરીના ધંધાવાળો આગળ સમજવો.
પરંતુ આયમર્યાદાના ધંધા તૂટતા જતા હોય, તેમાંથી નીકળવું પડતું હોય, ત્યારે છેવટે નવામાંથી સટ્ટો, અકર્માદાનના અને અલ્પ આરંભના ધંધા પસંદ કરવા, અને નોકરી તથા આશ્રિતતાનો નંબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org