Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬૨
૨૨ અભક્ષ્ય
૧-૫. પાંચ ઉદુંબર : વડ, પીંપળો, ઉબરો, પીપર અને કાકોદુંબર એ પાંચના ફ્ળ, જેમાં મચ્છર આકારના ઘણા સૂક્ષ્મ જીવો હોય છે.
પંચ પ્રતિક્રમણસૂત્રો
૬-૯. ચાર મહાવિગઈ : જે ઉપર ગણાવી છે. તેમાં જંતુઓ ઉત્પન્ન થાય છે, એમ અન્ય દર્શનવાળા પણ માને છે.
૧૦. હિમ-બરફ : માટી વગેરેના મિશ્રણ વિના શુદ્ધ અકાયરૂપ હોવાથી અકાયના જીવોની તેમાં બીજા પાણી કરતાં વધારે વિરાધનાનો સંભવ છે. એમ ટીકાકાર આચાર્ય મહારાજ લખે છે.
૧૧. વિષ-ઝેર : મંત્ર કે ઔષધાદિકથી તેનો વેગ ઓછો કરી નાંખ્યો હોય, તો પણ તે ખાવાથી પેટમાં રહેલા કૃમિ વગેરે જીવોની હિંસા થાય છે. અને અકાળે મરણ લાવનાર હોવાથી મરણ સમયે મહામોહ ઉત્પન્ન થાય છે અને ઘણાં કર્મ બંધાય, માટે તેનો ત્યાગ કરવો જોઈએ. તથા મંત્ર કે ઔષધનો પ્રભાવ ગયા પછી પાછું ઝેર તે ઝેર જ બને છે.
૧૨. કરા : માટે પણ બરફ પ્રમાણે સમજવું. જો કે પાણીમાં પણ અસંખ્ય અકાય જીવો હોય છે, પણ પાણી વિના નિર્વાહનો સંભવ નથી, છતાં નિર્વાહ કરી શકાય તો ન વાપરવું. પણ પાણીને ઉકાળીને અચિત્ત પણ કરી શકાય, કરા-બરફને તેમ કરી ન શકાય, તથા કરા વગેરે વિના નિર્વાહ ન ચાલે એમ નથી. જો કે શ્રાવકને તો પ્રાસુક-ઉકાળેલું અચિત્ત પાણી વાપરવું ઉચિત છે.
૧૩. સર્વ પ્રકારની માટી : પેટમાં દેડકીઓ વગેરે જીવોની ઉત્પત્તિનું કારણ છે અને રોગ તથા મરણાદિના હેતુભૂત છે. ખડી વગેરેનો પણ ત્યાગ કરવો. ચૂનો વગેરે પણ ન ખાવો જોઈએ. વધારે ખાવાથી આંતરડાં ખવાઈ જાય છે. માટી ખાનારા ભયંકર રોગોથી પીડાતા ઘણા જોવામાં આવે છે, છેવટે મરી પણ જતા જોવામાં આવે છે, જો માટી સચિત્ત હોય, તો અસંખ્ય પૃથ્વીકાયની તેમાં વિરાધના થાય છે. મીઠું તજવાથી નિર્વાહ થતો નથી. છતાં તેને પ્રબળ અગ્નિના યોગથી પાકું એટલે અચિત્ત કરીને વાપરી શકાય છે.
૧૪. રાત્રિભોજન : રાત્રિભોજનમાં સ્વ અને પર બન્નેય પ્રકારના જીવોના ઘાતનો સંભવ છે. અજાણતાં ઝેર કે ઝેરી જંતુ ખવાઈ જાય તો પોતાનું મરણ થાય, અને ઊડતા જંતુઓ પડે તેથી રાંધવા વગેરેમાં બીજા જીવોનો ઘાત થાય. બીજના શાસ્ત્રકારોએ પણ રાત્રિભોજનમાં અન્નને માંસ અને પાણીને લોહીની ઉપમા આપી છે, એટલે ત્યાગ જ સૂચવ્યો છે. રાત્રે ખરી રીતે સૂર્યાસ્ત પહેલાં બે ઘડી પહેલાંથી ચોવિહારનું અને ન બને તો ત્રિવિહાર, દુવિહારનું પચ્ચક્ખાણ કરવું. દુવિહારનું પચ્ચફખાણ કરવું. દુવિહાર વાળાને સોપારી વગેરે ખાવાની હોય, તે પણ દિવસે તપાસ રાખવી જોઈએ. તેમજ પાણી પણ જયણાપૂર્વક જ વાપરવું. રાતમાં તો કાંઈ વાપરવું નહીં, તથા સૂર્યોદય થયા પછી બે ઘડી સુધી પણ કાંઈ વાપરવું ન જોઈએ. પણ સૂર્યાસ્ત પછી અને પહેલાં તો પચ્ચક્ખાણ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org