Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬૦
પંચ પ્રતિકમાણસૂત્રો
ત્યાગ જ હોવો જોઈએ. આ જાતની ચાલી આવતી પૂર્વ પરિપાટીથી વિરુદ્ધ કોઈ જાય પણ નહીં. અનિવાર્ય કારણ સંજોગોમાં ઔષધોપચાર માટે અમુક પદાર્થો સેવવા પડે તે પણ નબળાઈ ગણાય છે અને તે પ્રાયશ્ચિત્ત લાયક ગણાય છે. પ્રથમની ટેવવાળા સિવાયને માટે દારૂ માંસ વગેરે ઔષધો માટે પણ તાજ્ય જ હોય છે. ઘણા જૈનો એવી અભક્ષ્ય રૂપ દવાથી સારા થવાને બદલે દુઃખ અને મરણ વહોરી લે છે, પણ પોતાના ધર્મને ચૂકતા નથી. એ જ પ્રમાણે–
૩. મધ : માખી, કુંત, ભમરાનું
૪. માખણ : ગામ, ભેંસ, બકરી, ઘેટી વગેરેનું તે અભક્ષ્ય છે. કારણ કે-આ ચારેય મહાવિગઈઓ કહેવાય છે. કેમ કે તેમાં તે જ રંગના જંતુઓ હોય છે, તેના ભક્ષણથી તેની હિંસા થાય છે. ઉપરાંત માખણ સિવાયની ત્રણેય વસ્તુઓ દુર્ગચ્છનીય પણ છે, અને પ્રથમની બે તો લૌકિક દૃષ્ટિથી પણ અતિર્લિંઘ છે. મધ ઔષધાદિક કારણે કોઈ કોઈ વાપરે છે, પરંતુ પાપભીરુઓએ ન વાપરવું યોગ્ય છે, માંખીઓનું ઉચ્છિષ્ટ છે.
બીજું, વિલાયતી દવાઓમાં મોટો ભાગ દારૂ અને માંસનાં તત્ત્વોવાળી દવાઓ હોય છે. તેમ જ સૂકી દવાઓમાં પણ પ્રાણીજન્ય ઘણી દવાઓ સંભવિત છે. તેથી સેનેટોરિયમો તથા દવાખાનાઓમાં ઉચ્ચ કુટુંબના દેશી ડૉકટરો પણ એ દવાઓ વાપરતા હોય છે, અને “આમાં એવું કાંઈ નથી” એમ કહીને દવાઓ આપ્યું જાય છે. કારણ કે, તેમનો અભ્યાસ એ દવાઓનો હોય છે, દરદીનો રોગ મટાડવાનો ધંધો કરાવે છે, વિલાયતી દવાઓ મોટે ભાગે પ્રાણીજન્ય હોય છે, તો કેટલીકને બાતલ ગણે? ઈજેક્ષનો પણ ઘણાં એવાં હોય છે. સેનેટોરિયમોમાં ક્ષય વગેરેના દર્દીઓને કોડલિવર ઓઈલ દવામાં, અને ઈંડાનો રસ વગેરે ખોરાકમાં આપે છે તથા ઉચ્ચ કુટુંબના માણસોને દવામાં ભેળવીને અજાણતા આપે છે. દારૂ અને સ્પીરીટનાં તત્ત્વો તો લગભગ દવાઓના મોટા ભાગમાં હોય છે. આ સ્થિતિમાં ધાર્મિક લોકોએ બહુ જ ખાતરીપૂર્વક વર્તવાનું છે. જોકે ઘણા ભાગે આપણા દેશના ઔષધોપચાર એવાં તત્ત્વો વિનાના હોય છે, તો પણ બહારના શાસ્ત્ર ભણેલા ડૉક્ટરોને લગભગ તેની માહિતી જોઈએ તેવી નથી હોતી, એટલે તેઓ તેનો રીતસર ઉપયોગ કરાવી શકે નહીં. અભક્ષ્ય દવાઓ વાપર્યા વિના મરી જવાય છે. એમ માનવાને કારણ નથી. શરીરનાં તત્ત્વો ખવાયાં ન હોય ત્યાં સુધી દવાઓ અસર કરે છે, અને ખવાયા પછી ગમે તેવી કિંમતી દવા નકામી પડે છે. શરીરનાં તત્ત્વો ખવાયાં નહીં હોય તો ધીરજ રાખવાથી અને યોગ્ય ખાનપાન રાખવાથી આપોઆપ વખત જતાં રોગો મટી જાય છે. તેમ જ ક્ષય જેવા ભયંકર રોગોમાં પદ્ધતિસર ગાયના કે બકરીના દૂધનો ઉપયોગ કરવામાં આવે તો બચનાર અવશ્ય બચી જઈ સારા થાય છે, અને કોડલીવર વગેરે કરતાં ઉત્તમ અસર કરે છે. નુકસાન તો તેમાં છે જ નહીં. સારાંશ કે-ઔષધોપચાર ખાતર પણ નિંદ્ય અભક્ષ્ય વસ્તુઓ પેટમાં ન જાય તેની ખાસ સાવચેતી ધર્મ પાળવાના ખપીઓએ રાખવાની છે. એટલી સૂચના બસ છે.
આ પ્રસંગે જણાવવાનું કે, પૂજ્ય મુનિવરોને તો માંદા પડવાનો સંભવ જ ઓછો છે. કેમ કે, બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, વિહાર - આ ત્રણ તત્ત્વો ભયંકરમાં ભયંકર રોગોના મહાન શત્રુઓ છે. નખમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org