Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૫૯
ગૌણતામાં બીજા ઉપદેશોનો સમાવેશ થાય છે. પણ તે ગૌણ ઉપદેશ સર્વથા ત્યાગની નિરપેક્ષતાવાળો તો લેશ માત્ર પણ મુનિરાજોથી આપી શકાય જ નહીં. ઉપર બતાવેલી વ્યવસ્થાથી ધર્મ અને તતુપોષક વ્યવહારમાર્ગ, એ બન્નેયની યથાર્થ રીતે વ્યવસ્થા સચવાય છે. તેથી જેને ઉપદેશમાં કોઈ પણ અવ્યવસ્થાનો સંભવ રહેતો જ નથી. માત્ર ધીરજ અને શાંતિથી વિચારપૂર્વક દરેક વસ્તુસ્થિતિ સમજવી જોઈએ.
આ પ્રમાણે ભોગપભોગવ્રતની મુખ્ય ભૂમિકા અને આજીવિકા માટે ધંધાઓને લગતી મુખ્ય ભૂમિકાનો આ વ્રતને અંગે આપણે અહીં વિચાર કર્યો. હવે ગાથામાં સૂચિત પદાર્થોના વિશેષ ભાવાર્થ સમજી લેવાની જરૂર છે.
ગાથાનાં પદો વિષે વિશેષાર્થ ભોગપભોગ યોગ્ય અનેક વસ્તુ હોય છે, તે દરેક ગણાવી શકાય નહીં, પરંતુ ખાવામાં તદ્દન તજવા યોગ્ય અને બહારથી વાપરવામાં તજવા તથા પરિમાણ કરવા યોગ્ય અનેક ચીજોના ઉપલક્ષણ રૂ૫ અમુક અમુક ચીજે ગાથામાં ગણાવી છે. મધ, માંસ, ફળ, કેટલાંક ફૂલ, પત્ર વગેરે અંદર પેટમાં ખાવાપીવાની ચીજોના ઉપલક્ષણ રૂપ છે, અને ગંધ, માળા વગેરે બહારના ઉપભોગની ચીજોના ઉપલક્ષણ રૂપ છે.
તો હવે ખાનપાનમાં શ્રાવકને તજવા યોગ્ય અને પ્રમાણ કરવા યોગ્ય વસ્તુઓ કઈ કઈ છે ? તેની સંક્ષિપ્ત ટીપ અહીં નીચે આપીએ છીએ.
ચાર મહાવિગઈ
૧. દારૂ: કાષ્ટ અને પિષ્ટ [આટા]માંથી બનાવેલો, [તે ઉપરાંત દેશી-વિલાયતી, ગોળ, તાડી, દ્રાક્ષ, મહુડાં વગેરેના ઘણી જાતના દારૂઓ બને છે.] તે દરેક ત્યાગ કરવા યોગ્ય છે. દવા તરીકે પણ તેનો ઉપયોગ કરવા યોગ્ય તો નથી. પરિણામે નુકસાન કરે છે. દ્રાક્ષાસવ વગેરે આસવો, બોળ અથાણાં, પડતર રખાતા મુરબ્બા, અવલેહ વગેરેમાં પણ દારૂનાં તત્ત્વો હોય છે.
૨. માંસ : જલચર, સ્થલચર અને ખેચર : એમ ત્રણ પ્રકારનાં તિર્યંચોનું પ્રસિદ્ધ છે. જોકે મનુષ્યમાંસ ખાનારા અને નાના જીવડાં ખાનારા જંગલી માણસો દુનિયામાં છે. અથવા ચામડું, લોહી, અને માંસ એ ત્રણ પ્રકારથી પણ માંસ ત્રણ પ્રકારનું છે. દારૂ-માંસ શ્રાવકને હમેશ વયે જ હોય છે. તેનું પરિમાણ જ ન હોય, પરંતુ પ્રથમ અવસ્થામાં મિથ્યાદષ્ટિ રાજા વગેરે પાછળથી જૈનધર્મ પાળે, પણ હમેશના અભ્યાસથી એકદમ છોડી ન શકે, તો ધીરે ધીરે પ્રમાણ ઘટાડીને તદ્દને છોડી ન દે ત્યાં સુધી તેને માટે પ્રમાણ કરવાની છૂટી રહે. સામાન્ય રીતે શ્રાવકસંઘના બંધારણ તરીકે સંઘમાં દાખલ કોઈને પણ દારૂ-માંસ તથા બીજા વધારે હલકા પ્રકારના અભક્ષ્ય ભક્ષણ તથા અનંતકાયોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org