Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૧૩
ન થવા પામે, તેવી રીતે યતનાપૂર્વક વર્તવું જોઈએ. જો કે શ્રાવકને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ છે, છયે ય કાયની હિંસાનો ત્યાગ નથી. તો પણ તેની યતના માટે પણ હૃદયમાં ભાવના તો હોવી જ જોઈએ. એ ભાવના હોય, તો જ બીજાં વ્રતોમાં પણ અતિચારો ઓછા લાગવાનો સંભવ ગણાય, માટે આ ગાથા મૂકીને શ્રાવકને લગભગ મુનિની દયા સુધી લાવી મૂકવાનો શાસ્ત્રકારોનો પ્રયાસ ઘણો જ સ્તુત્ય છે. કટકે કટકે ધર્મ પળાવવાની યોજના પણ આશ્ચર્યજનક છે. આ ઉપરથી એમ સમજવાનું નથી કે શ્રાવકને સવા વસાની જ દયા પાળવાની છે. જેટલી પળાય તેટલી પાળવાની છે.
આ ગાથામાં સમારંભ શબ્દ છે. પણ સંરંભ અને આરંભ પણ સાથે સમજવાના છે. પ્રાણીવધનો સંકલ્પ સંરંભ, પીડા વગેરે સમારંભ, અને પ્રાણીનું મરણ થવું તે આરંભ. શ્રાવકે પોતાના જીવનના નિર્વાહ માટે પણ નિરૂપાયે કામકાજ-પ્રવૃત્તિ એવી સંભાળથી કરવી જોઈએ, કે જેથી ઓછામાં ઓછી જીવહિંસા થાય, છતાં તે બાબત પણ પશ્ચાત્તાપ તો હોવો જ જોઈએ. ઉપેક્ષાબુદ્ધિ કે નિર્ધ્વસ પરિણામ ન હોવાં જોઈએ. અહીં વ્રતભંગ ન હોવાથી પ્રતિક્રમણ નથી, માત્ર દોષની નિંદા છે. એટલે બનતાં સુધી શ્રાવકે તેવી હિંસાથી પણ દૂર રહેવું જોઈએ.
"પંચહમણુવ્રયાણ, ગુણવ્રયાણં ચ તિહમઈઆરે
સિફખાણ “ચ અહિં પડિકકમે દેસિ સā° iટા
પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોના અતિચારોથી જે કર્મ બાંધ્યું હોય, દિવસ સંબંધી તે સર્વનું પ્રતિક્રમણ કરું છું. ૮.
વિશેષાર્થ :- આ બાર વ્રતો રૂપ ચારિત્રની રચનાનું સ્વરૂપ સમજવા જેવું છે. બાર વ્રતની ભૂમિકામાં સમ્યકત્વ વ્રત ગોઠવાયેલું છે. એટલે સમ્યત્વ મૂળની ઉપર વ્રતોના બે ફાંટા પડશે : એક અનુવ્રતો અને બીજા શિક્ષાવ્રતો. અને અણુવ્રતોમાંથી ગુણવ્રતોનો પેટા વિભાગ પડશે. ગુણવ્રતો અણુવ્રતોનું વિશેષ પ્રકારે પાલન છે. અથવા અણુવ્રતથી રહેતી છૂટો ઉપર અંકુશ મૂકવા રૂપ છે.
શિક્ષાવતો :- મહાસામાયિકની શિક્ષા-માટે-ટેવ કેળવવા-તાલીમ લેવા-શીખવા માટે છે. સામાયિક, પૌષધ, દેશાવકાશિક, અતિથિ સંવિભાગ આ ચાર શિક્ષાવ્રતો છે. પ્રથમના બે એક જાતના સામાયિકની ટેવ રૂપ તો સ્પષ્ટ જ છે; દેશાવળાશિક છઠ્ઠા અથવા સર્વવ્રતના વિશેષ સંયમ રૂપ છે, તથા એક જ સ્થાનમાં બેસવું એ સંયમ-સામાયિક કેળવવાનું સાધન પણ છે. અતિથિ સંવિભાગ અતિથિ-પાત્રોનો પોતાનાં સાધનોમાંથી ભાગ કાઢવો, એ ત્યાગ= દાનની શિક્ષા તાલીમ આપે છે. અહીં સંવિભાગ શબ્દ ઉપરથી એમ સમજાય છે કે- “સંવિભાગ=એટલે ‘ગૃહસ્થ પોતાની જરૂરિયાતની દરેક વસ્તુમાં દેવગુરુ વગેરે ઉત્તમ પાત્ર રૂપ મોક્ષમાર્ગનાં મદદગાર સાધનોનો ભાગ છે' એમ સમજવું જોઈએ.” એટલે પાત્રદાન પણ એક જાતની ત્યાગની શિક્ષા તાલીમ છે. માટે તેને શિક્ષાવ્રત ગણવામાં વાંધો નથી.
Jain Education International
For Private & Personal Use Only
!
www.jainelibrary.org