Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૧૨૯
ધોળો, રૂપાળા મોઢાવાળો, ગોરો એમ ન સમજવું. આ રીતે બ્રહ્મચર્યથી મન, વચન, કાયામાં આત્મામાં ઉત્સાહમાં કાર્યશકિતમાં શરીરમાં ઇંદ્રિયોમાં જગતમાં, કામમાં, ચારેય તરફથી ચૈતન્ય સ્કૂરતું જણાય છે. દીવો પ્રગટે છે. દિવ્યતા દેખાય છે. માટે આ વ્રત “જગતમાં દીવો” છે. ઓજસ્વી જગવંદ્ય થાય છે. જગત ઓજસ્વીનું દયાપાત્ર થાય છે. ઓજસૂનો આધાર શુક્ર ધાતુ ઉપર છે. શુક્ર ધાતુનો આધાર બ્રહ્મચર્ય ઉપર છે, બ્રહ્મચર્યનો આધાર ખાનપાન વગેરે યોગ્ય જીવનચર્યા ઉપર છે. | મુનિ મહારાજાઓ સર્વથા બ્રહ્મચર્યવ્રત પાળવા વ્રત લે છે, તે મહાવ્રત કહેવાય છે. અને શ્રાવકો તે પ્રમાણે કરી શકવાને અસમર્થ પોતાને સમજે છે. તેઓ સ્વદાર સંતોષવ્રત કે પરસ્ત્રી વિરમણ વ્રત રાખે છે.
પરમ મહાત્માઓનું બ્રહ્મચર્યવ્રત કેવું હોય ? તે તો ઉપર જણાવ્યું છે, પરંતુ ઓછામાં ઓછી કેટલી મર્યાદા પાળે ત્યાં સુધી આ ચોથું મહાવ્રત જાળવ્યું ગણાય ? તે મર્યાદા સુધી જાળવનાર જઘન્ય ચતુર્થ મહાવ્રતધારી ગણાય, ત્યાં સુધી તેને મુનિ માનવામાં હરકત ન હોય, તેથી આગળ વધે, તો ચતુર્થ વ્રતનો ભંગ જ ગણાય અને તેથી તે મુનિ ગણાય નહીં.
કાયાથી શુક્રધાતુ નાશક કારણો સ્ત્રી વગેરેથી દૂર રહી, બ્રહ્મચર્યની રક્ષા માટે સ્વયં જાગ્રભાવે સંપૂર્ણ પ્રયત્નશીલ રહી બ્રહ્મચર્યવ્રતની નવવાડ બરાબર જાળવવાના ખપી હોય, તો તે ત્યાં સુધી જઘન્ય પણ ચતુર્થ મહાવ્રત ધારી છે અને વન્ય છે. તેથી ઉપરાંત ઉત્કૃષ્ટ પાળનાર સુધીની વચ્ચેના સર્વ મધ્યમ જાણવા.
વ્રતી શ્રાવક જઘન્ય મુનિ કરતાં પણ ઊતરતા છે, અને અવ્રતી તેના કરતાં પણ ઊતરતા છે. બ્રહ્મચર્ય પાળવા છતાં જેઓએ સમ્યકત્વ સહિત બ્રહ્મચર્ય વ્રત નથી લીધું તેઓ વતી કરતાં ઊતરતા છે. એ અને અવ્રતી સમ્યત્વી કરતાં ઊતરતાઓના ઘણા દરજ્જા પડે છે.
આર્ય પ્રજાના ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી જાતિનું જીવન હજારો વર્ષથી એવા સંજોગો વચ્ચે પસાર થતું આવ્યું છે કે કુદરતી રીતે જ તેમની મનોવૃત્તિઓ ઘણી અક્ષુબ્ધ - સંયમી ચાલી આવે છે. અને તે બાબતમાં તે ઘણી રીતે સ્વતંત્ર હોવાથી પોતાનું શીલ બરાબર સહજ રીતે જ રક્ષી શકે છે. આમ સર્વ સાધારણ પ્રકાર ઉચ્ચ કુટુંબની સ્ત્રીઓમાં છે. સ્ત્રીઓની આ પવિત્ર મનોવૃત્તિ ઉપર ઉત્તમ સંસ્કારવાળી સંતતિનો આધાર છે. તેથી તેવા સંજોગોમાં આર્ય સ્ત્રી જાતિના ઉછેરને બંધન, પરતંત્રતા, જુલ્મ વગેરે શબ્દોથી સંબોધીને તેઓની આજુબાજુના ઉત્તમ સંજોગોની મોટા સ્વરૂપમાં નિંદા કરવામાં આવે છે, તે અયોગ્ય છે. એક તરફથી વિલાસી અને અમર્યાદિત જીવનના સંજોગો ઉત્પન્ન થતા જાય છે, તેને જીવનના ઉલ્લાસનાં સાધનો ગણાવી બીજી તરફથી સ્ત્રીસ્વાતંત્ર્ય અને સમાનતાનો શંખ ફૂંકવામાં આવે છે; આમ થવાથી સ્વતંત્ર થઈને તો કોઈ કાંઈ સ્વર્ગ નીચે ઉતારી શકે તેમ નથી, પરંતુ મનુષ્ય તો હંમેશ મનુષ્ય જ રહેવાનો છે. પુરુષ કરતાં સ્ત્રી આગળ વધી જવાની નથી, અને સ્ત્રી કરતાં પુરુષ આગળ વધી જવાનો નથી. કેમ કે કુદરતી રીતે બન્ને એકબીજાની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. એટલે સ્વાતંત્ર્યનું આખર પરિણામ શિયળની બાબતમાં સ્વાતંત્ર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org