Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૩૯
ધાતુઓમાં રોકાઈ રહેલો હોવાથી શુક્ર ધાતુ અલ્પ ઉત્પન્ન થાય તો નપુંસકતાના અનેક પ્રકારો બતાવ્યા છે, તેમાં પણ કેટલાકનો સમાવેશ થાય છે.
૪. વિવાહકરણ: પારકા છોકરા છોકરીઓના “કન્યાદાનનું ફળ મળશે” એવી ઈચ્છાથી, સ્નેહ કે તેવા શોખથી સગપણ સંબંધ, કે લગ્નમાં ભાગ લેવો એ પણ શ્રાવકને માટે મોહને ઉત્તેજન આપવાની દષ્ટિથી દોષરૂપ તો છે જ.
એટલા જ માટે સ્વદારા સંતોષવ્રતી પુરુષને પોતાની સ્ત્રી સિવાય, અને પરસ્ત્રી વિરમણ વ્રતવાળાએ પોતાની સ્ત્રી કે દેશાચાર પ્રમાણે વેશ્યા સિવાય અન્ય સ્ત્રી સાથે મન, વચન, કાયાથી મૈથુનનો ત્યાગ હોય છે, એટલે કે કરવું, કરાવવું, અને અનુમોદવું નહીં, એવું વ્રતનું સ્વરૂપ હોય છે. તેથી પર વિવાહમાં ભાગ લેવો, એ કરાવવા અને અનુમોદવા રૂપ હોવાથી દોષરૂપ છે જ.
જેને એવી રીતે વિવિધ વ્રત હોય તેને વિવાહ કરાવવામાં વ્રત ભંગ થાય છે. પણ “આ તો હું વિવાહ કરાવું છું, મૈથુન કરાવતો નથી.” એવી સાપેક્ષ ભાવના હોય, તેથી અભંગ થાય છે. માટે ભંગ અભંગરૂપ અતિચાર ગણાય છે.
પોતાનાં સંતાનોની બાબતમાં પણ જો બીજા ચિંતા કરનારા ન હોય, તો તેમાં પણ યતના રાખીને સંખ્યાનો નિયમ કરીને વ્રતાતિચાર ટાળી શકાય છે. અથવા પોતાને એક સ્ત્રી હોય, છતાં કારણે બીજી સ્ત્રી કરવી પડે, તો પણ બીજી સ્ત્રીનો પોતાની સાથે વિવાહ કરવો, તે પણ સ્વદારા સંતોષી શ્રાવકને પર વિવાહરૂપ અતિચાર લાગે છે, એમ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. અર્થાત કુલીન પુરુષને બીજી સ્ત્રી કરવી એ આર્ય મર્યાદાની દષ્ટિથી અતિચાર છે. અને કુલીને સ્ત્રીને પુનર્વિવાહ કરવો એ અનાચાર છે. વિવાહકરણ અતિચાર, તો પુનર્વિવાહ અનાચાર સ્પષ્ટ જ છે.
૫. તીવ્ર અનુરાગ : પાંચ ઇંદ્રિયોના ૨૩ વિષયોમાં આસક્તિ, ટાપટીપ, મોજશોખ, વિલાસ, રંગરાગ, ખાનપાનની વિવિધતામાં આસકિત, વિવિધ ઔષધોપચાર વગેરેમાં રાતદિવસ આસક્તિ રહે, સ્ત્રીઓના વિવિધ વિલાસોમાં મગ્ન રહે, વારંવાર વિષયોપભોગોનું સેવન, તન્મય બની જવું, બીજાં બધાં કૃત્યો ભૂલી જવાં, કે તેને ગૌણ બનાવી દેવા, વગેરે તીવ્ર અનુરાગનું પરિણામ છે. અનંગક્રીડાઓના વારંવાર વિવિધ પ્રયોગોનો ઉપયોગ કરવો, તે માટે અનેક ઘટનાઓ કરવી, એ તીવ્ર અનુરાગની નિશાની છે. વિધિપૂર્વક કામસેવનથી કૃતકૃત્ય છતાં અસંતોષપણે સ્ત્રીઓનાં જુદાં જુદાં અંગો ઘણો વખત સુધી સેવવાં, પોતાની તીવ્ર કામવાસના બતાવવી, તેથી કાંઈ પણ ફાયદો નથી. સ્ત્રીઓને પણ તેવા પુરુષો પર માનસિક કંટાળો આવે છે, રોગી અને નબળાની એ નિશાની ગણાય છે. આમ કરવાથી ઊલટો બળનો નાશ થાય છે, અને ક્ષય વગેરે ભયંકર રોગો ઉત્પન્ન થાય છે. માટે પાપભીરુ શ્રાવક બ્રહ્મચર્યનો જ આકાંક્ષી હોય છે. તેને બદલે આવા નકામાં તીવ્ર અનુરાગો શ્રાવકને અતિચારરૂપ હોવાથી વર્જવા યોગ્ય છે.
અતિચારોની વિશેષ સમજ સ્વદારા સંતોષી વ્રતવાળાને પ્રથમના બે અનાચાર છે અને પછીના ત્રણ અતિચારો છે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org