Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૪૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કે-આજકાલનું વિલાસી વાતાવરણ અનેક રીતે આપણી પ્રજાનું નૈતિક બળ શિથિલ કરી રહેલ છે. તેથી પૂરેપૂરા સાવચેત રહેવાની જરૂર છે. બીજા દેશોની અપેક્ષાએ આપણા દેશની પ્રજાની નીતિરીતિ વધારે દઢ છે. એટલી જ આ પ્રજાની હજ શોભા છે. તેથી જ હજ ભારતની પ્રજા બીજી કરતાં આગળ છે. પરંતુ હવે તે દેશો આગળ વધી પોતાની નીતિરીતિ સુધારવાની શરૂઆત કરવા લાગ્યા છે. પરંતુ ભલે કરે, ત્યાંના પ્રથમના રીતરિવાજનો ચેપ અહીં લાગતો જાય છે અને આપણી પ્રજા યોગ્ય માર્ગેથી ખસતી જાય છે. ત્યાંના રીતરિવાજ અહીં દાખલ થતા જાય છે અને અહીંના ત્યાં દાખલ થતા જાય છે, એ ખોટું છે. અહીંના ત્યાં દાખલ થાય, તેમજ તેમના સારા અહીં દાખલ થાય તેની સામે વાંધો ન લઈએ. પણ તેમના ખરાબ રિવાજે દાખલ થાય તે કોઈ રીતે યોગ્ય નથી.
૫ પાંચમા સ્થૂલ પરિગ્રહવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ શબ્દાર્થ :- ઈત્તો એ પછી. આણુવ્રએ અણુવ્રતમાં. અખસયંમિ અપ્રશસ્ત ભાવ છતાં. પરિમાણ પરિચ્છેએ=પરિમાણ(પ્રમાણ)નો પરિચ્છેદભંગ થવાથી. ધાણધન્ન ધનધાન્ય. ખિત્ત-વત્થ ક્ષેત્ર, વાસ્તુ, મકાન. રૂપૂસુવન્ને રૂપું અને સોનું. કુવિચ-પરિમાણે કુખ્ય પરિમાણ. કુખએટલે સોના રૂપા સિવાયની ધાતુઓ રાચરચીલાં (ફર્નિચર) વગેરેનું પ્રમાણ. દુપએ દ્વિપદ-નોકર ચાકર. ચઉમ્પયમ્મિચતુષ્પાદ, ગાય, હાથી, ઘોડા, વગેરે પશુઓ.
ઇત્તો અણુવ્રએ પંચમર્મોિ આયરિયમપ-સત્યમ્મિા પરિમાણપરિચ્છેએ-ઇત્ય પમાયખ-સંગેણં ૧ળા ઘણ-ધન°°ખિત્ત-વત્યુ, "રૂપ્પ-સુવને અકુરિઅપરિમાણે' ! દુપએ ચઉપૂમિ -પડિકમે દેસિ સબંKI૧૮
એ પછી પાંચમા અણુવ્રત વિષયક આચરણા થાય છે. એમાં પ્રમાદના પ્રસંગે અપ્રશસ્ત ભાવ થવાથી પરિમાણપ્રમાણ)નો પરિચ્છેદ‘ભંગ થવાથી
ધન-ધાન્ય, ક્ષેત્ર-ઘર°, રૂપું-સોનું', રાચરચીલું, અને બે પગા" તથા ચોપગાંપના પરિમાણમાં"[જે અતિચાર લાગ્યો હોય] દિવસ સંબંધી તિ“સર્વનું પ્રતિકમણ કરું છું. ૧૭-૧૮.
વિશેષાર્થ:- પરિગ્રહ બે પ્રકારના છે. બાહ્ય અને આભ્યન્તર. બાહ્ય - ધન્ય ધાન્યાદિ. આભત્તરરાગદ્વેષાદિ. અથવા સચિત્ત અને અચિત્ત એ બે પ્રકાર પણ છે. સચિત્ત - દાસ-દાસી, ગાય, ભેંસ, હાથી, ઘોડો વગેરે. અચિત્ત - સોનું, રૂપું, મકાન વગેરે. [અથવા બીજી રીતે પણ બે પ્રકારનો પરિગ્રહ છે. વારસાથી પ્રાપ્ત અને સ્વોપાર્જિત.]
મુનિરાજો ધાર્મિક ઉપકરણો સિવાય કશો પરિગ્રહ રાખતા નથી. તેથી તેઓને પરિગ્રહના સર્વથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org