Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૪૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
વિધારે ગમનની એક તરફી વધારાની,°[અને વ્રતના પ્રમાણની શરતચૂકની નિંદા કરું છું. ૧૯.
વિશેષાર્થ :- પાંચ અણુવ્રતો લેવા છતાં ધંધા વગેરે કામને અંગે માણસ કયાં કયાં નથી જતો ? જ્યાં ત્યાં ફરીને કષ્ટો વેઠે છે; અને અનેક સારા નરસા સંજોગોમાં આવે છે, તેથી તેમાં પણ સંયમ લાવવાને શાસ્ત્રકારોએ ગુણવ્રતો બતાવ્યાં છે. તેમાં ક્ષેત્રનું પરિમાણ બાંધવાથી હિંસાદિક ઘણા સંજોગોમાંથી માણસે બચી જાય છે. તેથી ચાર દિશાઓ, તથા નીચે અને ઉપર એમ છ દિશામાં કેટલા કેટલા ગાઉ સુધી જવું ? તેનો નિયમ ગૃહસ્થ કરી લેવાથી પણ સંયમ કેળવાય છે, અને પાંચ અણુવ્રતો પાળવામાં એક જાતની મદદ ઉમેરાય છે. તથા નિયમિત કરેલા ક્ષેત્ર સિવાયના ચૌદરાજ લોકમાં જવા આવવાનું બંધ થવાથી તેને લગતા દોષો લાગતા નથી અને ઘણા ત્રણ-સ્થાવર જીવોને અભયદાન અપાય છે, લોભરૂપી સમુદ્રની મર્યાદા થાય છે, મનની વૃત્તિ સંતોષી અને આત્માભિમુખ રહે છે. ગૃહસ્થ પરદેશ ખેડવો જોઈએ, એ વિચારો સામાન્ય છે. સંયમ અને વ્રતધારીને એવી જરૂર નથી. કારણ સંજોગો વિના રખડવું વાજબી નથી. લાયક શ્રાવકને લગભગ દેશવિદેશનો અનુભવ અને જ્ઞાન હોય છે, શાસ્ત્રાદિકની મદદથી જ્ઞાન કરી શકે છે. આજીવિકા વગેરેની મુશ્કેલી ન હોય, તો આદેશ છોડીને જવું એ વાજબી નથી. જવાથી ધર્મ અને ધર્મનાં સાધનોથી દૂર જઈ પડાય છે. એ મોટો ગેરલાભ થાય છે. દેશવિદેશનું જ્ઞાન હોવું જરૂરી છે, પરંતુ તેમાં વિના કારણ જવું વ્રતધારીને ઉચિત નથી.
આ વ્રતના આચારોની સમજ. ૧. ઊર્ધ્વ દિક્પરિમાણાતિક્રમ અતિચાર : પર્વતના શિખર કે ઝાડ ઉપર કે વિમાન વગેરેમાં બેસીને ઊંચે ઊડવા વગેરેનો જેટલા ગાઉ કે યોજનોનો જે નિયમ કર્યો હોય, તેથી અનાભોગ વગેરેથી વધારે ઊંચે જવામાં અતિચાર લાગે છે. વાંદરો વગેરે વસ્ત્ર વગેરે લઈ ગયેલ હોય, તો તે લેવા પ્રમાણથી વધારે ન જવાય, પરંતુ કરેલા પ્રમાણની મર્યાદામાં નાંખી દે, પડી જાય કે બીજું કોઈ લાવે, તો લેવામાં વાંધો નહીં.
૨. અધો દિકપરિમાણીકમ અતિચાર : એ જ પ્રમાણે જમીનની અંદર, કૂવામાં ભોંયરામાં, નીચે જવામાં જે નિયમ કર્યો હોય, તેના કરતાં અનાભોગ વગેરેથી વધારે જવાયું હોય, તો અતિચાર લાગે છે.
૩. તિર્થક દિફ પરિમાણાતિક્રમ અતિચાર : તે જ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ ચારેય દિશામાં તથા ઉપલક્ષણથી ઈશાન, આગ્નેયી, નૈઋત્ય, વાયવ્ય, એ ચારેય ખૂણામાં પણ કરેલા નિયમ કરતાં અનાભોગાદિકથી અધિક જવાયું હોય, તો આ અતિચાર લાગે છે. પોતે જવામાં તેમજ બીજાને મોકલવા તથા લાવવામાં “ન કરું, ન કરાવું.” વગેરે નિયમ વાળાને અતિચાર લાગે છે. પણ “પ્રમાણથી અધિક ગમન ન કરું.” એવા વ્રત વાળાને બીજાને મોકલવા તથા બોલાવવામાં અતિચાર ન લાગે. પરંતુ વ્રતની અલ્પતાને લીધે ત્યાગનો લાભ ઓછો મળે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org