Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૪૭
લીધું હોય, તો પછી નિયમમાં રહેવું જ પડે છે. વળી માણસની ઈચ્છા આકાશની જેમ અપરિમિત છે, તેથી તેનું પ્રમાણ કરવાથી તેને લગતા દોષો લાગતા નથી. ઈચ્છા પર સંયમ આવવાથી સંતોષ ઉત્પન્ન થાય છે. અને સંતોષ એકંદર સર્વ સુખનું મૂળ છે. કહ્યું છે કે-કૈલાસ પર્વત જેવડા મોટા સોના રૂપાના અસંખ્ય પર્વતો કોઈની પાસે હોય, તો પણ લોભિયા માણસને સંતોષ થતો જ નથી. કેમકે આશા તૃષ્ણા ઈચ્છા આકાશ જેવડી અનંત હોય છે.
માટે ઈચ્છા પરિમાણ ન કરનારને કાંઈ મર્યાદા રહેતી નથી. ત્યારે પરિમાણ વ્રત કરનારને મર્યાદા થાય છે. સંતોષ વિના નિર્વાહ પૂરતું ધન હોય છતાં ઘણા લોભિયાઓ અનેક કલેશો સહન કરે છે.
ઈચ્છિત ધન મળે, ત્યાં સુધી દુઃખી થાય છે. ઈચ્છિત મળ્યા પછી ઈચ્છા વધે છે, વળી દુઃખી થાય છે. મળ્યા પછી રક્ષા, ખર્ચ કરી મોજશોખનાં સાધનો મેળવવાં, પુત્રપુત્રાદિ માટે રાખવાની ચિંતા, સાચવવાની ચિંતા વગેરે કારણોથી અધિક ધની અધિક દુ:ખી હોય છે.
પોતે તો પોતાના પૂરતું જ ભોગવે છે, બાકીનું બીજા માટે બચાવે છે. ને રાજા કે ચોર ન લઈ જાય, માટે સાવચેત રહે છે. પણ બધી મહેનત બીજાની ખાતર જ કરે છે.
માટે સંતોષ રાખી આ વ્રત લેવું, તે બરાબર પાળવું, વ્રત બરાબર યાદ રાખવું, તેમજ અવસરે અવસરે તેમાં સંક્ષેપ કરવો. નિયમ કરતાં વધી જાય તો, ધર્મકાર્યમાં ખર્ચવું, પણ ધંધા કે ઘરખર્ચમાં ન વાપરવું, એમ કરવાથી અતિચાર લાગતો નથી.
આ વ્રતથી આ ભવમાં સંતોષ, સુખ, શોભા, પ્રતિષ્ઠા, સ્થિરતા, ઉદાર મનોવૃત્તિ વગેસ્નો લાભ થાય છે, પરભવમાં સમૃદ્ધિ મળે છે. લોભથી, અથવા વ્રતની વિરાધનાથી દારિદ્રય, દૌર્ભાગ્ય અને દુર્ગતિ મળે છે.
૬. ત્રણ ગુણવ્રતો અને તેના અતિચારોનું પ્રતિક્રમણ
૧. દિમ્ પરિમાણ વ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ શબ્દાર્થ:- ગમણસ્સગમનનું. દિસાસુદિશાઓમાં. ઉઢ ઊંચે. અહે નીચે. તિરિએ તિરછું. વહીવૃદ્ધિ. સઈઅંતરદ્ધા સ્મૃત્યરૂંધાન, ભૂલી જવું, વિસ્મરણ હોવું. પઢમમ્મિ પહેલા. ગુણવએ ગુણવત્તા. નિંદે નિંદા કરું છું.
'ગમણસ્સ ય પરિમાણે, “દિસાસુ-ઉડઢ અહેઅ ‘તિરિએ આ
"વડઢી"સઈ અન્તરદ્ધા, પઢમમ્મિ ગુણવ્યએ નિદો/૧લા ગમનના પરિણામરૂપ પહેલા ગુણવતમાં ઊર્ધ્વ, અધો અને તિરછી દિશાઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org