Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૪૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પરદાર વિરમણ વ્રતવાળાને પાંચેય અતિચારો છે. સ્ત્રીઓને પણ સ્વપુરુષ સંતોષ જ વ્રત હોવાથી પછીના ત્રણ અતિચારો છે. અને પહેલા બે અનાચારો છે. અથવા અનાભોગાદિથી પરપુરુષ, અથવા પોતાના બ્રહ્મચારી પતિ તરફ અભિચાર કરે, તો પહેલો અતિચાર સંભવે છે. અને પોતાની શોકના વારાના દિવસે પોતે પોતાના પતિને ભોગવે તો બીજે અતિચાર પણ સ્ત્રીને સંભવે છે. એક સ્ત્રીને પણ પાંચ અતિચારો સંભવે છે.
એ જ પ્રમાણે સ્વદારા સંતોષીને પણ ભાડું વગેરે ઠરાવેલી વેશ્યા વગેરેને તેટલા વખત પૂરતી પોતાની સ્વત્રી ગણીને ગમન કરે, તો બીજા અતિચાર સંભવે છે અને અનાભોગાદિકથી અજાણતાં કન્યા, વિધવા વગેરે ગમન થઈ જાય, તો પહેલો અતિચાર પણ સ્વદારા સંતોષીને સંભવે છે.
સામાન્ય રીતે શ્રાવકને વેશ્યાગમનનો સંભવ જ ન હોવો જોઈએ. છતાં દેશકાળને આશ્રયીને રાજા, અમાત્ય વગેરેની દષ્ટિથી તેને અનાચાર રૂપ ન ગણાવતાં, અતિચાર રૂપ ગણાવેલ છે. પરંતુ ખરી રીતે સ્વદારા સંતોષી રહેવું, એ વધારે યોગ્ય છે. તેમાં પણ એકપત્નીત્વ વધારે ઉત્તમ છે. છતાં પુરુષને આશ્રયીને આયમર્યાદામાં એકથી વધારે સ્ત્રી એક પછી બીજી સ્ત્રી, વેશ્યાગમન એ વિકલ્પો લેવામાં આવે છે. તે પુરુષ જાતિની ચંચળતાને ઉદ્દેશીને રાખવા પડ્યા જણાય છે. છતાં તેમાં પણ તેની અપરિમિત ચંચળતાને સંયમમાં રખાવવાનો ઉદ્દેશ છે.
વેશ્યાગમનની છૂટ રાખનાર બીજી પરસ્ત્રીઓથી તો વિરમે છે, એટલો સંયમ પાળે છે તથા સ્વટ્વી સિવાયની કન્યા, વિધવાથી અટકે છે, અથવા નિયમમાં આવે છે. પરંતુ જે દેશમાં આ જાતનો વ્રતનો વિચાર કે ઉપદેશ નથી, એવી પ્રજાઓ માટે સંયમની આશા શી ? તે અપેક્ષાએ ભારતના પુરુષો વધારે સંયમી કરે છે. તે મહાન પુરુષોના આવા વ્રતાદિના ઉપદેશનું પરિણામ છે.
કુલીન સ્ત્રીઓને માટે એક પતિત્વ, અપુનર્વિવાહ, પર પુરુષોનો સર્વથા ત્યાગ વગેરે જે મર્યાદા રાખવામાં આવી છે, તે સ્ત્રી-જાતિના વિશિષ્ટ સંયમ, સંતતિ, પ્રજાની નીતિરીતિ, આર્ય ગૃહવ્યવસ્થા, ગૃહિણી– વગેરે તરફ ખ્યાલ રાખીને રાખવામાં આવી છે. આર્યપ્રજાનાં ઉચ્ચ કુટુંબોમાં તે સહજ રીતે બરાબર પળાય છે. તેની આજુબાજુ વાતાવરણ પણ તેવું ગોઠવાયેલ, છે. છતાં દેશ વિશેષોમાં, માનવજાતિ વિશેષોમાં, વાતાવરણ, માનસ બંધારણ વગેરે દષ્ટિથી પુનર્વિવાહ, અનેકપતિત્વ, પરપુરુષ અત્યાગ વગેરે પ્રકારે જોવામાં આવે છે. પણ જ્યાં તે ચાલતાં હોય ત્યાં સ્ત્રી જાતિના માનસિક વિકાસના પ્રતિપાદક પુરાવા નથી.
ભારતવર્ષમાં એક પત્નીવાળા પુરુષો નથી એમ નથી, ફરીથી ન પરણનારા પુરુષો નથી હોતા એમ પણ નથી. જિંદગીભર બ્રહ્મચર્ય પાળનાર સાધુ અને સાધ્વીના રૂપમાં તથા ગૃહસ્થ સ્ત્રી-પુરુષોમાં પણ ઘણા મળી આવે છે. એટલે બ્રહ્મચર્ય માટેના આદર્શોથી માંડીને પ્રજાના બંધારણપૂર્વકના નિયમોને અનુસરનારા સ્ત્રી-પુરુષોની સારી સંખ્યા મળી શકે છે. એ બીજા દેશો કરતાં નવીનતા છે. ખાનદાન વિધુરો યાજજીવ સંયમ રાખનારા મળી આવે છે. મૂળથી જ અપરિણીત છતાં એવા જ ખાનદાન સંયમી પણ ઘણા મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org