Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૨૭
પ્રવેશે છે. આવી વિષમતાઓ વારસામાં પણ મળે છે. તથાવિધ બીજી વિષમતાઓના સેવનથી પણ બ્રહ્મચર્યમાં હાનિ પહોંચે છે.
બ્રહ્મચર્યનો ભંગ આહારાદિ અને પાચનક્રિયામાં વિષમતા ઉત્પન્ન કરે છે. અને આહારાદિ તથા પાચનક્રિયાની વિષમતા બ્રહ્મચર્યમાં પણ વિષમતા ઉત્પન્ન કરે છે. અધિક વિષયીનાં શરીરો ખળભળી ઊઠે છે. અને મન, વચન પણ ક્ષુબ્ધ જ હોય છે. ધારો કે કદાચ કોઈ વ્યકિત અતિ અતિવિષયી ન હોય, પણ આહારમાં વિષમતા રાખનારને પણ બ્રહ્મચર્ય ભંગના બધા દોષો બ્રહ્મચર્યનો ભંગ કર્યો વિના પણ પ્રાપ્ત થાય છે.
આ જાતની શારીરિક, માનસિક, વાચિક વિષમાવસ્થા – નિર્બળતાઓ પ્રાણીઓને મૈથુનેચ્છા તરફ દોરે છે જેથી સંસારમાં શુદ્ધ બ્રહ્મચારીની સંખ્યા ઘણી ઓછી હોય છે.
પરંતુ બ્રહ્મચર્ય વ્રત એવું છે કે, તે દરેકને લાભ જ આપે છે. શુદ્ધ બ્રહ્મચારીને પણ તેનાથી લાભ થાય છે, અને ઊતરતા દરજ્જાના બ્રહ્મચારીને પણ જેટલું પાળે તેટલો તેથી લાભ જ થાય છે. વિવાહિત સ્ત્રી પુરુષો પણ જેમ બને તેમ બ્રહ્મચર્ય પાળે તેમ તેમ તેમને પણ લાભ જ થાય છે.
કેટલીક વખત કેટલાક લોકો એવી બૂમ મારે છે કે, યથાયોગ્ય ત્રણ યોગના સામર્થ્ય વગરના લોકો બ્રહ્મચર્ય પાલનથી ઊલટા રોગના ભોગ બને છે. પણ તે વાસ્તવિક જણાતું નથી. કારણ કે-રોગો આહારાદિકની વિષમતાથી પણ એવી જ રીતે સંભવિત છે, જે આટલું પણ બ્રહ્મચર્ય ન હોય, અને સાથે આહારાદિકની એટલી જ વિષમતા ચાલુ હોય, તો પછી શી દશા થાય ? માટે આહારાદિકની આટલી વિષમતા છતાં રોગની વધુ તીવ્રતા થવાને બદલે જે અમુક ઓછા પ્રમાણમાં હોય છે, તે બ્રહ્મચર્યને લીધે હોય છે. નહીંતર તેના કરતાં વધારે મોટો રોગ કેમ ન થાત ? બ્રહ્મચર્યના પાલનથી રોગી થવાના દાખલા કરતાં અબ્રહ્મચર્યથી રોગી હોવાના લાખો ગણા દાખલા છે.
ગમે તેવો રોગી પણ બ્રહ્મચર્ય રાખીને આહારાદિકની વિષમતા અટકાવે. અને જીવનને પરિશ્રમ વગેરેથી સમતોલ બનાવે, તો વગર દવાએ ગમે તેવા ભયંકર રોગો મટી જાય છે. આટલો બ્રહ્મચર્યનો શારીરિક લાભ છે. આધ્યાત્મિક લાભ તો અનેકગણો છે. તેમાં તો પૂછવું જ શું?
આ પ્રમાણે જગત્ આદર્શ બ્રહ્મચર્ય પાળે, તો તેથી જગતને કાંઈ પણ નુકસાન થાય, એ માનવાને કારણ નથી. પરંતુ વસ્તુસ્થિતિ જ એવી છે કે-દરેકની એવી પરિસ્થિતિ હોતી નથી, જેથી જગતનો મોટો ભાગ મૈથુન તરફ દોરવાય છે. પણ તેમાંયે કેટલાક મર્યાદા પણ રાખતા નથી. એટલે આ બાબતમાં છેલ્લામાં છેલ્લી અધમ અવસ્થા સુધી પહોંચેલા જીવો પણ હોય છે. અને ઉપરની આદર્શ સ્થિતિ સુધી પણ પહોંચેલા હોય છે.
મુનિરાજે સર્વથા મૈથુનનું વર્જન કરીને આદર્શ બ્રહ્મચર્ય પાળવા મકકમતા રાખે છે. તેથી તે મહાવ્રત ગણાય છે.
અને તેથી ઊતરતી શક્તિવાળા ગૃહસ્થો-આર્ય મર્યાદાને અનુસરીને લગ્ન સંસ્કારથી જોડાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org