Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાગસૂત્રો
૧૩૩
સારાંશ કે :- શ્રાવક શ્રાવિકા બન્નેય સ્વતંત્ર અને સમાન છે. પરંતુ પુરુષત્વ અને સ્ત્રીત્વનો જે કુદરતી ભેદ છે, તે તો તેમાં રહેવાનો જ. અને એટલા પૂરતો જ એક બીજા પ્રત્યેના વર્તનમાં ભેદ જણાય, તે કુદરતી તેમજ કૌટુંબિક-સામાજિક-આર્થિક વગેરે બીજા સંજોગીની વહેંચણીની દૃષ્ટિથી. એક બહારકામ કરે છે, અને એક ઘરકામ કરે છે, તેથી એકબીજાના સ્વાતંત્ર્યનો ભંગ થતો જ નથી.
આ દષ્ટિથી પત્નીએ એક પતિવ્રત રાખવું વગેરે તત્ત્વોમાં પણ સ્વાતંત્ર્યની ક્ષતિ નથી. કારણ કે, સંતાનોના ભલાની દૃષ્ટિથી સ્ત્રીને અન્યત્ર જવું પાલવે નહીં તથા વારસાના તત્ત્વની દષ્ટિથી પુરુષને સંતાન માટે અન્ય પત્ની કરવી પડે, તેમાં પણ સામાજિક વ્યવસ્થાને ક્ષતિ નથી. સ્ત્રીને સાસરે આવવું, એ પણ શિષ્ટમાન્ય અને વૈજ્ઞાનિક રિવાજ છે. સિવાયના તેથી વિરુદ્ધના જે રિવાજ છે, તે પદ્ધતિસર અને શિષ્ટમાન્ય થાય તેવા નથી. પુરુષ સાસરે જાય, એવા કોઈ દેશના દાખલા સુવિચારિત યોજનાના સુપરિણામ રૂપ જણાતા નથી. જ્યારે સ્ત્રી સાસરે આવે છે, ત્યારે પૂર્વાપરનો વારસો પુરુષની પરંપરામાં જાય છે, એ યુકત-સંગત લાગે છે અને તે ખાતર સંતાન માટે પુરુષ બીજી વાર પરણે છે, તથા કુટુંબની વ્યવસ્થા ખાતર ફરીથી પરણે છે, તેમાં વ્યવસ્થાને ક્ષતિ નથી લાગતી. એક પત્ની ઉપર બીજી પત્નીનો સામાન્ય રીતે નિષેધ છે. જ્ઞાતિઓ પણ અમુક સંજોગો સિવાય સમ્મતિ નથી આપતી ને ગુનો ગણે છે. ભારતમાં પણ પ્રાચીનકાળમાંયે એકને અનેક પત્નીઓના દાખલા મળે છે, તેમાંની વિકૃતિનો ભાગ બાદ કરતાં સામાજિક વ્યવસ્થાની દૃષ્ટિથી તપાસીએ તો પુરુષસંખ્યા કરતાં સ્ત્રીસંખ્યા વધારે હોવી જોઈએ, અને જે તેમ હોય, તો પુરુષો વધારે સ્ત્રીઓનો સ્વીકાર કરીને સ્ત્રી જાતિ ઉપર ઉપકાર કરતા હતા. એમ માનીએ તો સ્ત્રીને અન્યાય કરતા હતા, એમ કહી શકાય નહીં. જૈનદર્શનનો તો બ્રહ્મચર્ય જ મુખ્ય આદર્શ છે.
બીજી તરફ બીજી પ્રજાઓ કરતાં ભારતીય પ્રજાનું પુરુષત્વ ઉત્કૃષ્ટ હતું. શરીર મોટું, જાડું, ભારે, બળવાળું દેખાતું, રૂપાળું હોય તેટલા ઉપરથી તેમાં યોગ્ય પુરુષત્વ છે, એમ માનવાને કારણ નથી. કારણ કે કોઈ કાબુલી વગેરેનાં હાડ, લોહી, માંસ કે મેદ વધી ગયાં હોય, તેટલા ઉપરથી તે યોગ્ય પુરુષો છે એમ માનવાની ભૂલ ન કરવી. માટે યોગ્ય પુરુષો યોગ્ય સંયમમાં રહી બીજારોપણની દૃષ્ટિથી અનેક પતિવ્રતા સ્ત્રીઓનો સંગ્રહ કરે, તેથી સંતાનોની સંખ્યાની ઉત્પત્તિ રાજાઓ વગેરેને લશ્કરમાં ખાસ ઉપયોગી રહેતી હતી. પગારદાર ભાડૂતી લશ્કરી કરતાં એકલોહીના લશ્કરની વધારે કિંમત હોય, એ સ્વાભાવિક છે. અલબત્ત તેમાં ખટપટ અને કજિયા કંકાસ થતાં, પણ તે તો ખામી માત્ર ગણાય, પણ તે વ્યવસ્થાની રચનાત્મકતાને ક્ષતિ ન ગણાય. કોઈ ન્યાયાધીશ લાંચ લઈ અન્યાય કરે, તેટલા ઉપરથી ન્યાયખાતું અયોગ્ય અને બિનજરૂરી નથી કરતું. છતાં શ્રાવક શ્રાવિકાના આદર્શ જીવન કેવાં હોય ? તેનો શાસ્ત્રકારોએ યોગ્ય ઉલ્લેખ કર્યો છે. તે આદર્શ કાયમ સામે રહે, તેને માટે ઉપદેશ, આચાર વગેરેથી વાતાવરણમાં પ્રજાની સામે ને સામે મહાત્માઓ રાખે ગયા છે, ને રાખે જાય છે. છતાં બીજા સંજોગોને લીધે પ્રજાના એકપત્નીત્વમાં ખામી જણાય છે, તેને ભારતીય મહાત્માઓએ આદર્શ ગણેલ નથી. પણ પ્રજાના સામાજિક વગેરે બીજા સંજોગોથી સંતવ્ય ગણ્યા છે. કેમકે-એ સંજોગોમાં બીજી રીત કરતાં આ રીતે ઓછા દોષવાળી તેઓને જણાયાથી તેનો સખત વિરોધ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org