Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકભગસૂત્રો
૧૩૧
વિશેષાર્થ:- આત્મા નિત્ય છે. તેને અનાદિ અનંતકાળનું મહા જીવન છે. મોક્ષ તેની સ્વાભાવિક પ્રગટ સ્થિતિ છે. એ ધ્યેયની સિદ્ધિનું બીજાં વ્રતોની માફક બ્રહ્મચર્ય વ્રત પણ એક સાધન છે. તેથી બ્રહ્મચર્ય પાળવું એ આત્મધર્મ છે. આત્માનું જીવન છે. મોક્ષનો એક ઉપાય છે. છતાં દરેક જીવોની મન વચન કાયાની પરિસ્થિતિ વર્તમાન પરિસ્થિતિ સરખી નથી હોતી, તેમજ ભૂતકાળની પરિસ્થિતિનો વિકાસ પણ એકસરખો નથી હોતો. જેઓ ઘણા ભવોથી ઘડાતા ઘડાતા સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકે તેવી પરિસ્થિતિ સુધી આ ભવમાં આવી પહોંચ્યા હોય છે, તેઓ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. પરંતુ જેઓ તેવી પરિસ્થિતિ સુધી ન પહોંચ્યા હોય, અને તેને અંગે તેઓનાં મન, વચન અને કાયાની અમુક પરિસ્થિતિ હોય, તેથી સંપૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકે, તો તેઓ માત્ર બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળવાની ભાવના રાખી, તે આદર્શને પોતાની સામે રાખી, તેના તરફ અનન્ય પૂજ્યભાવ રાખી, માત્ર તીવ્ર વેદોદયની શાંતિ માટે જગતની અન્ય સર્વ સ્ત્રી જાતિનો ત્યાગ કરી માત્ર એક સ્વસ્ત્રીમાં જ સંતોષ માને, તો પણ તે મોક્ષમાર્ગમાં પ્રયાણ કરવાને ઘણે અંશે લાયક ગણાય છે. સ્વસ્ત્રીમાં પણ જેમ બને તેમ સંયમ તો રાખે છે. તીવ્ર વેદોદયની અસહ્ય સ્થિતિના પ્રસંગ સિવાય, ખાસ સંયમ જ રાખવો ગૃહસ્થને પણ આવશ્યક છે. પરંતુ, એવા ખાસ પ્રસંગમાં પણ તીર્થંકર પરમાત્માના કલ્યાણકના દિવસો, આમ, ચૌદશ વગેરે મોટી તિથિઓ-પર્યુષણા, અઠાઈ વગેરે પર્વ દિવસો, તથા બીજા એવા ઉત્તમ દિવસો, વડીલોના જન્મ મરણની તિથિઓ, પોતાના જન્મ દિવસ, સ્ત્રીની ગર્ભાવસ્થા, દિવસ-મૈથુન, વગેરેનો ત્યાગ જ હોવો જોઈએ. ગુજરાતના પ્રદેશમાં પર્વદિવસ પાળવાનો રિવાજ એક ઘરગથ્થુ તરીકે ઘણા વખતના સંસ્કારથી પ્રચલિત ચાલ્યો આવે છે. હાલ મુંબઈ વગેરેના પરિચયથી આ રિવાજમાં કાંઈક શૈથિલ્ય જણાય છે. આ રીતે જ શ્રાવિકાને પણ વ્રતપાલન સમજવું
બ્રહ્મચર્યના આદર્શ તરફ ભાવના રાખનાર સ્વદાર સંતોષીને પરસ્ત્રીની સામે જોયું કે તેનો વિચાર પણ શાનો કરવાનો હોય?
શ્રાવકની પત્ની શ્રાવિકા પણ એવી જ રીતે એવી જ ભાવનાથી લગ્ન સંસ્કાર સ્વીકારે છે. પરંતુ જે બ્રહ્મચર્ય પાળી શકે, તો તેમણે લગ્ન કરવું જ જોઈએ, એવી ફરજ કોઈના ઉપર છે જ નહીં.
આ દૃષ્ટિથી શ્રાવક, શ્રાવિકા બન્નેય સ્વતંત્ર છે. અને બન્ને ય સમાન છે. એક શ્રાવક છે અને એક શ્રાવિકા છે. એટલે બન્નેય સાધર્મિક છે. તેથી એકબીજા તરફ જે આદર હોવો જોઈએ, તે રહેવો જ જોઈએ. એમ પણ બન્નેય સમાન છે અને સ્વતંત્ર છે.
માત્ર બીજાં સ્વયોગ્ય કાર્યક્ષેત્રોમાં અને કુદરતી રીતે બળ, શરીર, સ્વભાવ વગેરેના બંધારણની દષ્ટિથી કુદરતી રીતે પુરુષ આગળ આવે છે, અને સ્ત્રી એવી બાબતોમાં પાછળ રહે છે. એટલે સ્ત્રીત્વ પુરુષત્વને કાંઈક વિશેષ માન આપે છે. તેટલા પૂરતું પુરુષનું સન્માન જાળવે એટલો જ ભેદ રહે, કે જે અનિવાર્ય છે. હજુ આર્ય સ્ત્રીઓનો અક્ષતસંયમ પ્રજાનું મહારક્ષક તત્ત્વ છે.
પત્ની પોતાની ખાનપાનની બીજી જરૂરિયાતો પુરુષ પાસેથી મેળવે કે પોતાની જાતે મેળવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org