Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૩૫
વ્રત સ્વરૂપ : સ્વદારા ગૃહસ્થને પોતાની કાયદેસરની પત્ની સિવાય બીજી સર્વનો ત્યાગ થાય છે. અને પરદાર-ગમન વિરમણ વ્રતવાળાને પોતાના સિવાયના બીજા પુરુષો, દેવો અને તિર્યંચોને ભોગવવા યોગ્ય સર્વ સ્ત્રીઓ, જે પરની સ્ત્રી કહેવાય છે, તેનો ત્યાગ થાય છે. પણ વેશ્યા વગેરે સર્વસાધારણ સ્ત્રીઓની છૂટી રહી જાય છે. સ્વદારા સંતોષીને તેવી છૂટ રહેતી નથી. તેને જે બે પત્ની હોય, તો જે દિવસે જેનો વારો નકકી હોય, તે દિવસે તેમાં જ સંતોષ જોઈએ, એટલે સુધી સમજી શકાય છે. જો કે પુરુષનું વેશ્યાગમન વગેરે સામાજિક બંધનની ત્રુટી જણાવે છે. છતાં કુદરતી રીતે જ પુરુષોના ક્ષણિક કામવાસનાની દષ્ટિથી આટલે સુધી મર્યાદા સમાજવિધાયકોને રાખવી પડી હોય, તેમ સંભવિત જણાય છે. પરંતુ જ્યાં સુધી સ્ત્રીઓમાં એવું તત્ત્વ સમાજને કબૂલ રાખવું નથી પડેલું, એવા સંજોગો નથી ઉત્પન્ન થયા, ત્યાં સુધી સમાજ બંધારણ એટલું સુસંગઠિત અને શુદ્ધ છે, એ પણ સમજાય તેવું છે. તેથી સ્ત્રીઓને સ્વપતિમાં જ સંતોષ રાખવો, એવું વ્રત આવી જાય છે. સ્ત્રી જાતિની પવિત્રતા પર પ્રજાના સુસંસ્કાર પવિત્રતા અને પ્રગતિનો ખાસ આધાર છે. છતાં જે કોમોમાં પુનર્વિવાહનો ચાલ છે, તેઓ પણ જે જૈન ધર્મ પાળતા હોય તો તેમાંની સ્ત્રીઓ અને દરેક પ્રકારના હિંદુ પુરુષો પુનર્વિવાહ કેટલી વાર કરવો કે ન કરવો ? તેની પણ મર્યાદા નકકી કરી વ્રત લઈ શકે છે.
જો કે શ્રાવક સમુદાય બે જાતનો ગણાય છે : બદ્ધ અને અબદ્ધ. બીજા લોકો જૈન ધર્મ પાળે પણ તે અબદ્ધ કહેવાય છે. જેઓનું જીવન વિશેષ આયમર્યાદાને અનુસરીને છે, તેઓ બદ્ધ કહેવાય છે. અર્થાત તેઓ સંઘના બંધારણના મુખ્ય ભાગમાં છે અને ટ્રસ્ટી તરીકે હોવાથી જૈન ધર્મનો વહીવટ મુખ્યપણે તેઓના જ હાથમાં છે અને તેઓના જ હાથમાં રહેવો જોઈએ. અબદ્ધ શ્રાવકો વધે-ઘટે, માટે પણ સંઘની સત્તા તો બદ્ધના હાથમાં જ રહેવી જોઈએ. કારણ કે-વારસાના સંસ્કાર, અનુભવ, આર્ય મર્યાદાનું પાલન વગેરે તત્ત્વો તેમાં કુદરતી રીતે જ વધારે હોય, તેથી તેવા કુળવાન શ્રાવકો મુનિઓની જેમ કેટલેક અંશે સંઘના કેન્દ્રરૂપ છે. તેથી તેઓમાં પુનર્વિવાહના ચાલના સંજોગો ન હોય, એ સ્વાભાવિક અને ઈચ્છવા યોગ્ય છે, તેવા સંજોગો ન પેસે તેવી સાવચેતી રાખવી એ પણ ઈચ્છવા યોગ્ય છે. તેથી તે વર્ગની શ્રાવિકાઓ માત્ર સ્વપતિ સંતોષનું જ વ્રત લે તે બરાબર છે.
અતિચારોની સમજ.
૧. અપરિગૃહીતા ગમન, ૨. ઈન્દર પરિગૃહીતાગમન, ૩. અનંગક્રીડા, ૮. વિવાહકરણ, ૫. તીવ્ર અનુરાગ : આ પાંચ અતિચારો છે.
૧. અપરિગૃહીતા ગમન : કોઈએ ગ્રહણ ન કરેલી સ્ત્રી-જાતિ સાથે ગમન કરવું, તે અપરિગૃહીતા ગમન અતિચાર છે. ગ્રહણ ન કરેલી સ્ત્રીઓ-કુમારી કન્યા વિધવા (પુનર્લગ્ન કરનારી જ્ઞાતિઓની કે દરેક7) વગેરે.
૨. ઇન્દર પરિગૃહીતા ગમન : ભાડું વગેરે ઠરાવીને થોડા વખત માટે રાખેલી વેશ્યા, તે છત્વર પરિગૃહીતા સ્ત્રી, સર્વસામાન્ય છે. એટલે પરની પારકાની કોઈએ ગ્રહણ કરેલી નથી, એમ સમજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org