Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૨૦
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો
ગણાવેલ છે.
જેનું પરિણામ મહાજીવહિંસા અટકાવવામાં કે ધર્મનો લોપ થતો રોકવામાં આવવાનું હોય, તેવા શુભ હેતુથી અનિવાર્ય સંજોગોમાં કરવામાં આવતા ઉપરના આચરણોમાં અતિચાર ન લાગે. પરંતુ આ દીર્ઘ દૃષ્ટિવાળા પુરુષો લાભાલાભ સમજીને આચરી શકે.
ગાથામાં- સહસા રહસ્સેદારે વગેરે શબ્દો સંક્ષેપ ખાતર ટૂંકામાં બતાવ્યા છે.
૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ.
અદત્તકન આપેલું, આદાન લેવું. વિરમગ અટકવું. ન અપાયેલું લેવાથી અટકવું. દરેક નાની મોટી ચીજ ન અપાયેલીના ગ્રહણથી તદ્દન અટકવું. એ મુનિ મહારાજાઓનું ત્રીજું મહાવ્રત. અને નાની નાની ચીને આપ્યા વિના ન લેવાનું શ્રાવકથી બની શકતું નથી. એટલે મોટી મોટી બાબતોમાં એ નિયમ જાળવી શકે છે. એટલે તે સ્કૂલ-અદત વસ્તુના ગ્રહણથી અટકવાનું કહેવાય, અથવા અદત્ત વસ્તુના ગ્રહણથી પૂલ-ઉપર ઉપરની અટકાયત ગણાય. માટે આ વ્રતનું નામ સ્થૂલ અદત્તાદાન વિરમણ અણુવ્રત કહેવાય છે.
અદત્ત એટલે ન અપાયેલ, ન અપાયેલ ચીજ ન લેવી. ત્યારે આપનાર કોણ ? આપનાર એટલે ચીજ આપનાર-અથવા વાપરવાને-ઉપયોગ કરવાને સ્વાધીન કરવાને સ્વેચ્છાથી પરવાનગી આપે, તે આપનાર ગણાય, અને તેમની અપાયેલી વસ્તુ લેવાથી વ્રત પાલન થાય.
આ વ્રત પાળનારને ઉદ્દેશીને આ જગતમાં આપનારાઓનું પૃથકકરણ કરીને તેના મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. ૧. સ્વામી અદત્ત. ૨. જીવ-અદત્ત. ૩. તીર્થંકર-અદત્ત. ૪. ગુરુ-અદત્ત.
૧. સ્વામિઅદત્ત - સ્વામી એટલે વસ્તુનો માલિક. વ્યવહારના ધોરણ અનુસાર જે વસ્તુ જેના કબજામાં હોય; અથવા જેની માલિકી ગણાતી હોય, અથવા વાસ્તવિક રીતે તેને જે માલિક હોય, તેની પરવાનગી વિના કોઈ પણ વસ્તુ લેવી, તે સ્વામી અદત્તાદાન કહેવાય છે.
૨. જીવાદ - ફળ વગેરે સચિત્ત વસ્તુઓના માલિક તે પદાર્થમાં રહેલા છવો હોય છે, કેમકે તે તેમનું શરીર છે. એ ફળ આપણે ખાઈએ છીએ, પણ તેમાં રહેલા તે જીવની પરવાનગી-રજા પોતાને ખાવા દેવાની હોતી નથી, અને પોતાના શરીરનો તે પોતે માલિક તો છે જ. એટલે આ જીવાદત્તાદાન કહેવાય છે.
૩. તીર્થકરાદન - તીર્થંકર પ્રભુની આજ્ઞા વિરુદ્ધ વસ્તુનો સ્વીકાર કરવો. જેમકે- સાધુને ૪૨ દોષરહિત આહાર લેવાની આજ્ઞા છે, શ્રાવકે અભક્ષ્ય અનંતકાય ખાવા ન જોઈએ, એવી આજ્ઞા છે. તેથી વિરુદ્ધ વર્તવું એ તીર્થકરાદત્તાદાન ગણાય છે.
૪. ગુરુઅદત્ત - નિર્દોષ વસ્તુઓ છતાં ગુરુની આજ્ઞા વિના, ગુરુને નિમંત્ર્યા વિના તેનો ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org