Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૧૮
કરું છું. ૯-૧૦
ન
વિશેષાર્થ :- ૧. મૃષાવાદ, અદત્તાદાન વગેરે ઇતર કારણોથી પણ પરિણામે હિંસા ન કરવાનો સમાવેશ આ વ્રતમાં થાય છે. માટે ઇત્ય શબ્દ વાપર્યો છે.
શ્રી પંચ પ્રતિક્રમણસૂત્રો
૨. ભૂતાદિકના આવેશ પ્રસંગે કે રાગાદિ કારણે શરીરના અમુક ભાગનો છેદ કે બંધનાદિક કરવું પડે; અથવા દેશવિરતિને ઓળંગીને સર્વ વિરતિમાં પ્રશસ્તભાવમાં પ્રવેશવાનો વિચાર થાય, તો અતિચાર લાગતો નથી. આ ખુલાસો એટલા માટે કરવો પડે છે કે, વ્રતના સ્વરૂપ કરતાં ઓળંગવાનું થાય છે. પણ તે ઓળંગવાનું અપ્રશસ્ત ભાવ થવાથી થયું હોય તો અતિચારરૂપ બને છે. ચામડીના છેદમાં નાક-કાન-કાપવા ખસી કરવા વગેરેનો સમાવેશ થાય છે.
૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ-વ્રત, અને તેના અતિચારોનું પ્રતિક્રમણ.
આ વ્રત મહાવ્રત રૂપે હોય, તો કોઈ પણ પ્રકારે જૂઠું ન બોલવું, એટલે કોઈ પણ શબ્દોચ્ચાર કરવો પડે તેમ હોય, ત્યારે પણ હિતકારી, પથ્ય, મિત અને સત્ય વચન જ બોલવું. પરંતુ ગૃહસ્થો તે પ્રમાણે પાળી શકતા નથી. તેથી ખાસ પ્રસિદ્ધ કે જેથી કોઈને મોટું નુકસાન થાય તેમ હોય, તેવા જૂઠાણાનો માત્ર ત્યાગ કરી શકે છે. તેવા જૂઠાણા વ્યવહારમાં ખાસ પાંચ ગણાય છે, પરંતુ તે સિવાય એવી જાતના બીજા મોટા જૂઠાણાનો પણ ઉપલક્ષણથી ત્યાગ કરવા યોગ્ય છે.
૧. કન્યાલીક- સુરૂપને કુરૂપ કે કુરૂપને સુરૂપ કહેવી. સુશીલને કુશીલ, કુશીલને સુશીલ, વિષકન્યાને અવિષકન્યા કે અવિષકન્યાને વિષકન્યા કહેવી વગેરે મનુષ્યોના-દ્વિપદ સંબંધી વ્યવહાર વિષે જૂઠું બોલવું, તે મોટું જૂઠું છે. કેમકે, એક વાર થયેલી ભૂલ પછી સુધરતી નથી. તેનું પરિણામ દીર્ઘકાળ માટે કાયમ રહે છે, અને દુ:ખરૂપ થઈ પડે છે.
૨. ગવાલિક- આમાં પણ ઢોરઢાંખર, ગાયો, ઘોડા વગેરે ચોપગાં પશુઓની ખરીદી કે વેચાણના પ્રસંગમાં ઇરાદાપૂર્વક જૂઠું બોલવું - એ એવું જ મોટું જૂઠું કહેવાય છે. આ કોઈ પ્રાણીના વેચાણ કે ખરીદીને લગતા જૂઠાણાનો પ્રકાર છે.
૩. ભૂભ્યલીક- આમાં જમીન-મકાનો વગેરેને લગતાં અનેક પ્રકારનાં જૂઠાણાંનો સમાવેશ થાય છે. પોતાની હોય તે બીજાની કહેવી, અને બીજાની હોય તે પોતાની કહેવી. ખરાબને સારી અને સારીને ખરાબ કહેવી વગેરે. બીજી મિલકતો, વસ્તુઓ સંબંધી જૂઠું બોલવાનો આમાં સમાવેશ થાય છે.
૪. ન્યાસાપહાર- કોઈની થાપણ તથા મિલકત દબાવવા બાબત જૂઠું બોલવા વગેરેનો આમાં સમાવેશ થાય છે.
૫. ફૂટ સાક્ષી- ખોટી સાક્ષી પૂરવી.
શબ્દાર્થ :- પરિશુલગ-અલિઅ-વયણ-વિરઇઓ=મોટાં જૂઠાણાંથી વિરતિને આશ્રયીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org