Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૨૨
પંચ પ્રતિકમાગસૂત્રો
તેનાઇMઓગે,તપડિરૂવે "વિરુદ્ધ-ગમણે અા
ફૂડ-તુલ-કૂડ-માણે, પડિકકમેદસિએ સવ્વ ૧૪ ત્રીજી આણવતમાં-બીજા માલિકના પૂલ દ્રવ્ય-મોટી ખાસ ચીજ હરી લેવાથી અટકવાને આશ્રયીને આચરણ [થાય છે. એમાં પ્રમાદના પ્રસંગને લીધે અપ્રસ્ત ભાવ થવાથી-૧૩.
રે રેલું લીધું, ચોરને “પ્રરણા કરી, મૂળ કરાવેલા માલને બદલે ભળતો જ માલ આપ્યો, [રાજ્યાદિકના ધોરણથી વિરુદ્ધ" વર્યા અને ખોટાં તોલ માપથી વ્યવહાર કર્યો. તિથી લાગેલા દિવસ" સંબંધી સર્વ" [અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. ૧૪.
વિશેષાર્થ:- આ વ્રતના પાંચ અતિચારોની સમજ
૧. ચોરીને આણેલ કોઈ પણ વસ્તુ ખરીદવાથી કે લેવા કે સંઘરવાથી આ સેનાહિત નામનો અતિચાર લાગે છે.
૨. ચોરને ચોરી માટે પ્રેરણા કરવી, મદદ કરવી, ચોરી કરવાનાં સાધનો આપવાં. ખાનપાનની સામગ્રી પૂરી પાડવી વગેરેથી સ્તનપયોગ અતિચાર લાગે છે.
ચોર, ચોરી કરનાર, ચોરી કરવાની સલાહ આપનાર, ચોરીની બાતમી જાણનાર, ચોરીની વસ્તુ ખરીદનાર, ચોરને ખાનપાન આપનાર અને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર ગણાય છે.
૩. વેચવાની કિંમતી વસ્તુમાં હલકીને સેળભેળ કરવી, ખરી વસ્તુને બદલે નકલી વસ્તુ આપી દેવી, પહેલાં બતાવવી જુદી અને પછીથી આપવી જુદી, ચોરીને આણેલાં ઢોર વગેરેનાં શિંગડાં વગેરે પ્રયોગોથી ફેરવી નાંખી, ન ઓળખાય તેવા કરી નાંખવાં વગેરે તત્પતિરૂપ વ્યવહાર નામનો અતિચાર લાગે છે.
૪. શત્રુના રાજ્યમાં, અથવા પોતાના રાજાની આજ્ઞા ન હોય તેવા સ્થલમાં, વેપાર માટે જવું, તે વિરુદ્ધગમન અતિચાર કહેવાય છે. ઉપલક્ષણથી રાજ્ય તરફથી મનાઈ કરાયેલી વસ્તુઓ લેવી કે વેચવી પણ વિરુદ્ધ રાજ્યાતિક્રમ-અતિચારમાં સમાય છે.
આ અતિચારમાં સામાન્ય રીતે સમજાય છે કે, આર્ય પ્રજાની વ્યવસ્થા માટે આર્ય રાજ્ય સંસ્થા તંત્રે અને બીજી પ્રજાકીય વગેરે સંસ્થાઓએ પ્રજાના ધારણપાલન માટે કરેલા મુખ્ય નિયમો-પેટા કાયદાઓ-રીતરિવાજો-ધોરણો વગેરેને દરેક પ્રજાજને માન આપવું જ જોઈએ. તે પ્રમાણે વ્રતધારી શ્રાવક પણ વ્યાવહારિક કાર્યોમાં માન આપવાને બંધાયેલ હોય છે. અને તેનો ભંગ કરવામાં આવે, તો તેને આ અતિચાર લાગે. એમ ઊંડા ઊતરીને સમજવાથી સમજાય છે. કારણ કે – તેને એક જાતનું અદત્ત ગણવામાં હરકત જણાતી નથી.
એવા ધોરણ સિદ્ધ આર્ય પ્રજાના શિષ્ટ પુરુષોએ બાંધેલા તે તે નિયમોથી વિરુદ્ધ વર્તવામાં આવે, તો જરૂર વિરુદ્ધગમન અતિચાર લાગે, તેમાં સંશય જણાતો નથી. પરંતુ, રાજ્ય સંસ્થાને નામે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org