Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૧૨
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો
એટલા માટે શ્રાવકોએ એવા ગામમાં, એવા મહોલ્લામાં અને એવા પાડોશમાં રહેવું જોઈએ કે જેથી કરીને-ધર્મના સંસકાર ઢીલા ન પડતાં દઢ થાય. જિનમંદિર તથા સાધુ મુનિરાજનો જોગ વારંવાર થતો હોય, પરિચય પણ શ્રાવકોનો હોય, અને એકંદર સમ્યત્વ નિર્મળ રહે અને ધર્મ ભાવના દઢ થાય તેવા સંજોગોમાં રહેવું. મિથ્યાત્વી પર્વો ન કરવાં પણ જૈન પર્વો અવશ્ય આરાધવાં, રોગાદિક કષ્ટ વખતે જેમ ઔષધાદિક કરવામાં આવે છે, તેમ સાંસારિક સુખ માટે કે વિશ્નનાશાદિ માટે પણ શ્રાવકે યક્ષાદિકનું આરાધન કરવું કે તેવી બાધાઓ, માનતાઓ કરવી ઉચિત નથી. પોતાનો હેતુ તેઓથી મોક્ષ મળે એવો ન હોય, તો પણ તે જોઈને બીજા ભોળા જીવો “આની પૂજાથી પણ ધર્મ થાય” એમ સમજી જાય, અને ઊલટો અધર્મ પામે. એ પણ સમ્યફ7ીને તો દોષરૂપ જ છે.
સમ્યકત્વ ગુણ બારેય વ્રતનું મૂળ છે. માટે ૧૩,૮૪,૧૨,૨૭,૨૦ બાર વ્રતના ભાંગાઓ છે. અને સમ્યકત્વનો તો એક જ ભાંગો છે. છતાં જે તે એક ભાંગો ન હોય, તો શ્રાવકના વ્રતનો એક પણ ભાગો સંભવતો નથી. અને જો સમ્યકત્વ હોય તો યથાશકિત વ્રતના જેટલા ભાંગા પાળવામાં આવતા હોય, તે બધા ભાંગા વ્રતારાધન તરીકે સંભવે છે.
૨. આરંભ-સમારંભોની નિંદા.
શબ્દાર્થ :- છકકાય સમારંભે છએ ય કાયની હિંસા થાય તેવી પાપકારી મોટી પ્રવૃત્તિ ઉપાડવી. પયારે રાંધવું. પયાવાગે રંધાવવું. દોસા દોષો. અત્ત પોતાને માટે ઉભયહા=બન્નેયને માટે ચેવ અને, વળી એટલે નિરર્થક.
‘છકડાયસમારંભે, પયણે અપયાવણે જે દોસા,
અરઠા ય પઠા, ઉભયઠા ચેવ તં' નિદે ળા
પોતાને માટે, બીજાને માટે, બન્નેને માટે અને નિરર્થક કે પાદિકથી] રાંધવા અને રંધાવવા તથા તેની અનુમોદના વગેરે પ્રવૃત્તિઓમાં “છકાયના [જીવોની હિંસા થાય તેવા સમારંભ કરવામાં જે દોષ લાગ્યા હોય] તેની નિંદા કરું છું. ૭.
વિશેષાર્થ:- આ ગાથા-શ્રાવકના દિલમાં જીવદયાની ભૂમિકા બરાબર જમાવવા માટે છે. અર્થાત્ સમ્યકત્વ અને જીવદયાની ભાવના : આ બે મુખ્ય ગુણો છે જેના ઉપર વ્રતોનો મદાર છે. પહેલા અણુવ્રતમાં સવા વસાની દયા પાળવાની છે. તેમાંથી પણ સાતમા વ્રતમાં કર્માદાનોના ધંધાઓનો ત્યાગ કરે, અને ચૌદ નિયમ ધારે, છતાં કર્માદાન સિવાયના ધંધામાં પણ લોભથી કદાચ મોટા આરંભો કરે. તેનો પણ દુવિહે પરિગ્રહ- ગાથાથી અટકાવ થાય છે. તો પણ કેટલાક ઘરના, ધંધાના, જીવનના, સાદા કામકાજમાં પણ અયતનાથી કોઈ પણ જીવની હિંસા ન થઈ જાય, માટે પાણીના ગળણા, પાણી ગળવા, લાકડાં વગેરે વાપરવા, ચૂલા વગેરે વાપરવા, વગેરેમાં પણ કોઈ પણ જીવની હિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org