Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમણ સૂત્રો
૭૫
બચાવ અને તેની પ્રતિષ્ઠાનો વાસ્તવિક બચાવની મોટામાં મોટી જવાબદારી જૈન સંઘ ઉપર આવી પડી છે. પરંતુ જ્યાં સુધી જૈન સંઘનાં સર્વ અંગોના હૃદયમાં એ આગમો તરફ અનન્ય શ્રદ્ધા અને ભક્તિ હશે, અને આગેવાનો ચેતતા હશે ત્યાં સુધી બહુ ભયને અવકાશ નથી. પણ ચેતતા નર સદા સુખી. હજારો વર્ષ ટકી શકે તેવી રીતે સુવૈજ્ઞાનિક સાધનોથી લખાવવા અને હજારો વર્ષ ટકી શકે તેવી રીતે સુરક્ષિત રાખવા યોજના કરવી તથા પઠન પાઠન ચાલુ રાખવું. જ્ઞાન પંચમી વગેરે આગમભક્તિના દિવસોને ઊજવવા. દીક્ષિત થઈ સારા માણસો સાંસારિક સુખોનો ભોગ આપી આગમોનું જ્ઞાન લોકપ્રિય કરવા જિંદગી આપે વગેરે ઉપાયો જણાય છે. રોજની આવશ્યક ક્રિયામાં આ દૃષ્ટિથી આગમોની સ્તુતિ, કાઉસ્સગ્ગ ખાસ પૂર્વાચાર્યોએ ગોઠવ્યા છે. તે દરરોજ સંઘને જાગ્રત રાખવા માટે છે, તે હવે સહેજે સમજાશે. અને પ્રતિક્રમણાદિ વખતે પુખરવર સૂત્ર કેવા ભાવથી ઉચ્ચારવાનું છે ? તે પણ સમજાશે. આજનો સંઘ જે બેદરકાર રહેશે, તો ભવિષ્યકાળમાં આગમ જ્ઞાનને જબ્બર ફટકો પડશે, આજે થતી ગ્રંથપ્રસિદ્ધિ ભૂલ ખવડાવનારી છે.
૩. સિદ્ધસ્તવ સૂત્રનો વિશેષાર્થ :- જે તીર્થંકર ભગવંતોએ તીર્થ પ્રવર્તાવી જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે, તેની આરાધના નિમિતે ચૈત્યવંદન, શક્રસ્તવ, સ્તવન વગેરે સૂત્રો બોલી, સાક્ષાત્ તીર્થકરો, તેનાં ચૈત્યો, પ્રતિમાઓ, નામો અને ભાવતીર્થકરોના જીવો એ સર્વની સ્તવના કરી. પણ તે જ તીર્થંકરો આજે સિદ્ધ-સ્વરૂપે તો વિદ્યમાન જ છે. તો તેની અને તેના જેવા પવિત્ર બીજા સિદ્ધ પરમાત્માઓની સાક્ષાત્ શબ્દોમાં સ્તુતિ કરવાની ખાસ જરૂરિયાત રહે જ છે. જે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રથી પૂરી કરવામાં આવે છે. પહેલી ગાથામાં સર્વ સિદ્ધોની સ્તુતિ છે, અને છેલ્લી ગાથામાં ચોવીસ સિદ્ધ ભગવંતોની સ્તુતિ છે. અથવા એ ગાથાની વ્યાખ્યાના અભિપ્રાય પ્રમાણે અનેક રીતે તીર્થંકર ભગવંતોની સ્તુતિ છે.
બીજી અને ત્રીજી ગાથામાં સિદ્ધ તરીકે થયેલા આસનોપકારી મહાવીર પરમાત્માની સ્તુતિ છે. ચોથી ગાથામાં બાળબ્રહ્મચારી નેમિનાથ પ્રભુની સ્તુતિ છે. સાંભળવા પ્રમાણે આ ગાથા અમુક આચાર્ય મહારાજે કોઈ શાસનના હિતને ઉદ્દેશીને ઉમેરી છે. પણ એ ગાથામાં પણ નિષદ્યા શબ્દથી પ્રભુના મોક્ષનું વર્ણન તો છે જ. એટલે એક રીતે સિદ્ધ સ્તુતિ કહી શકાય.
ચત્તાર અઠે દશ ગાથાના જુદા જુદા અર્થોચારિઅઠદસદોયવંદિયા જિણવરાચઉવ્વીસં;
પરમઠનિઠિઅઠા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ૧ ૧. અષ્ટાપદ ઉપર વંદન :
[દક્ષિણ દિશામાં] ચાર, [પશ્ચિમ દિશામાં] આઠ, [ઉત્તર દિશામાં] દશ, અને [પૂર્વ દિશામાં] બે એ પ્રકારે અષ્ટાપદ ઉપર વંદન કરાયેલા અને પરમાર્થ સમાપ્ત કરીને મોક્ષમાં ગયેલા ચોવીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org