Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૯૮
.
પંચ પ્રતિક્રમણ સૂત્રો
એમ બોલી અવગ્રહની બહાર નીકળે, અને અર્ધ નમેલું [અર્ધવનત] શરીર રાખી નીચે પ્રમાણે પ્રતિક્રમણ કરે.
આપ] ક્ષમા-શ્રમણ ભગવંતની દિવસ સંબંધી તેત્રીસ *આશાતનાઓનું પ્રતિક્રમણ કરું છું -[એટલે.
જે-કોઈ મિથ્યાત્વને લીધે કરેલી), માનસિક દુષ્કૃત્યને લીધે કેરેલી), વાચિક દુષ્કૃત્યને લીધેકરેલી), કાયિક દુકાને લીધે કિરેલી), કોધને લીધે કરેલી), માનને લીધે કિરેલી], માયાને લીધે કિરવી, લોભને લીધે કિરેલી), તથા સર્વ-[ત્રિ] કાળ સંબંધવાળી, સર્વ-મિથ્થોપચારવાળી, સર્વ-[અષ્ટ પ્રવચન માતારૂપ) ધર્મોનું ઉલ્લંઘન કરનારી, આશાતના કિરેલી હોય,
તે રૂપ મેં જે અતિચાર ગુરુવંદન આવશ્યકમાં કર્યો હોય=
=તે દિવસિક વ્યતિક્રમ અને અતિચાર સંબંધી- હે મા-શ્રમણ [પ્રભો ! હું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું અને ગુરુ વંદના ખાતર મારા બહિરાત્મભાવ રૂ૫] આત્માનો ત્યાગ કરું છું.
वंटन सूत्रनो विशेषार्थ આવી રીતે ગંભીર, ભાવપૂર્ણ અને ગુરને સંપૂર્ણ સમર્પણતામય ગુરુવંદન જગતમાં અન્યત્ર સંભવિત જણાતું નથી. ચોકકસ અને વ્યવસ્થિત, તથા ગુરુ અને શિષ્યની લાયકાતનો આબેહૂબ ચિતાર ખડો કરતો વંદનવિધિ જૈન દર્શન સિવાય બીજો કોઈ સ્થળે મળશે નહીં. વંદન માટેનાં દરેક સૂત્રોમાં આ સૂત્ર મુખ્ય છે.
અલ્પેઠિઓ પ્રતિક્રમણગર્ભિત વંદન સૂત્ર છે. અઢાઈજે સામાન્યથી મુનિગુણગ્રહણપ્રધાન સર્વમુનિવંદન સૂત્ર છે. ઈચ્છામિ ખમાસમણો અને ઇચ્છકાર તો લગભગ આ વંદન સૂત્રની જ ટૂંકામાં છાયાઓ જણાય છે.
૧. આ વંદનસૂત્રમાં છ આવશ્યકો - આ વંદનસૂત્રમાં પણ સામાન્ય રીતે છ આવશ્યકોનો નીચે પ્રમાણે સમાવેશ કરવામાં આવે છે. ૧. સામાયિક આવશ્યક - અહીં યાપનિકા સહિત ગુરુ વંદન કરવામાં ગુરુ વંદન રૂપ સામાયિક આવશ્યક. ૨. નિસાહિઆએથી પ્રત્યાખ્યાનાવશ્યક જણાય છે. ૩. પ્રભુ આજ્ઞામાં સ્થિત ગુરુને જ પ્રભુ આજ્ઞામાં સ્થિત શિષ્ય પ્રભુ આજ્ઞા પ્રમાણેના વિધિ પ્રમાણે ગુરુવંદન કરવાનું છે, એટલે ચતુર્વિશતિ તીર્થંકર પ્રભુ અનાયાસે જ ગર્ભિત રીતે ગુરુ સાથે વંદિત થઈ જાય છે. કેમ કે તેઓ પણ ગુરુઓ તો છે જ. એમ ચતુર્વિશતિસ્તવ આવશ્યક ગર્ભિત રીતે આવી જતું સમજાય છે, સાક્ષાત્ શબ્દોથી નથી. ૪. ગુરુવંદન આવશ્યક તો આ વંદનસૂત્ર સાક્ષાત્ છે જ. ૫. પ્રતિકમણ આવશ્યક તો પડિકનમામિ શબ્દથી તથા જે મે અઇઆરો કઓ વગેરે શબ્દોથી તેત્રીસ આશાતનાઓનું પ્રતિક્રમણ તો છે જ. તસ્સ ખમાસમણો! પડિકમામિ, નિંદામિ, ગરિહામિ વગેરે પદો પ્રતિક્રમણના સ્પષ્ટ સૂચક જ છે. સારાંશ કે ગુરુ વંદન સંબંધી આશાતનાઓ કે બીજા દોષોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org