Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૦૨
પંચ પ્રતિકમણ સૂત્રો
બન્નેય પાઠો ભાષામાં મૂકી આપ્યા છે. છતાં શાસ્ત્રીય આલોચના સૂત્ર તરીકે તો જે મે દેવસિઓ અઈયાર સૂત્ર આવે જ છે.
મુનિ મહારાજ સાથે પ્રતિક્રમણ કરતા હોઈએ, તો પંચહમાશુવયાણંથી પાઠ આપણે બોલવો, કેમકે, મુનિ મહારાજાઓને એ ભાગ પાંચ મહાવત વગેરે હકીકતોવાળો હોય છે. આ સૂત્રો બોલતાં દિવસમાં પોતાની જે જે ભૂલો થઈ હોય, તે તે શબ્દો બોલતાં યાદ કરવી. અને તેનો પશ્ચાત્તાપ થતો હોય, તેવાં મન વચન કાયા પરિણમાવવાં. કેટલાક ખપી જીવો પ્રતિક્રમણ કરવા બેસતાં પહેલાં આખા દિવસમાં સમાયેલા દોષો વિચારી જઈ, નકકી કરી લઈ આ આલોચના વખતે ગુરુ મહારાજ સન્મુખ ભાવપૂર્વક આલોચી નાંખી શકે, અથવા પ્રતિક્રમણ પહેલાં પણ ખાસ ખાસ ભૂલોની આલોચના ગુરુ મહારાજ પાસે તેનું પ્રાયશ્ચિત્ત લઈ પ્રતિક્રમણ વખતે ફરીથી યાદ લાવી આલોચી શકે છે. આ ઘણા જ પાપભીરુ આત્માર્થી જીવોનો સદાનો વ્યવસાય હોવો સંભવિત છે.
૩૧. સાત લાખ:- જીવહિંસાની આલોચના-૧-૪. સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અ કાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય; દશ લાખ પ્રત્યેક વનસ્પતિ કાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય.
બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય.
એવંકારે ચોરાશી લાખ છવાયોનિ માંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
યોનિ ઉત્પત્તિ સ્થાનક. સર્વ જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો અસંખ્ય હોય છે. પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકૃતિથી જેટલાં ઉત્પત્તિ સ્થાનો સરખાં હોય, તેટલાનું એક સ્થાનક ગણાય. પૃથ્વીકાયના મૂળભેદ ૩૫૦ [૧] ૪૫, [વર્ણ] x ૨, [ગંધ]x [રસ] ૪૮, [સ્પર્શ]x ૫, [સંસ્થાન - આકૃતિ = 9,0,00.
આ દિશાથી બીજઓ વિષે પણ સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org