Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
ગુણ વર્ણન, કીર્તન, સંક્ષેપથી, મધ્યમતાથી, કે વિસ્તારથી અને વધારે વિસ્તારથી હોય છે. તીર્થંકર પ્રભુના ચાર નિક્ષેપા પ્રભુની વાણી સિદ્ધાવસ્થા પ્રભુના મુનિઓ, પ્રભુના શાસનના સેવક દેવો વગેરેની સ્તુતિઓ પણ સાથે સાથે ગર્ભિત રીતે આવે છે. પરંપરાએ તેમાં પણ પ્રભુની જ સ્તુતિ હોય છે. [અને પ્રભુની સ્તુતિ પણ નિશ્ચય નથી તો સ્વાભ સ્તુતિ છે. આમ આ રચનામાં પણ આધ્યાત્મિકતા ગોઠવી છે.]
૧. ભાવજિનની સ્તુતિ-નમુOાણંથી જિયભાયાણં સુધી. ૨. જિનની સ્તુતિ-જેઅાઈઆસિદ્ધ ગાથા. ૩. એક ચેત્યના સ્થાપના જિનસ્તુતિ-અરિહંતથી. ૧લી થાય. ૪. નામ જિનની સ્તુતિ-લોગસ્સ. ૫. ત્રણ લોકના સ્થાપના જિનની સ્તુતિ-સવ્ય લોએથી બીજી થોય. ૬. વિહરમાન જિનની સ્તુતિ-મુફખરવરની પહેલી ગાથા.
શ્રિત ધર્મના ઉત્પાદકોની] ૭. શ્રુતસ્તવની સ્તુતિ-બીજી ગાથાથી ત્રીજી થાય. ૮. સર્વસિદ્ધ સ્તુતિ-સિદ્ધાણં પહેલી ગાથા. ૯. પ્રભુ મહાવીરની સ્તુતિ- પછીની બે ગાથા. ૧૦. નેમનાથ પ્રભુની સ્તુતિ-ઉર્જિત સેલ. ૧૧. સર્વ તીર્થોની સ્તુતિ-ચત્તારિ અઠ. ૧૨. સમગ દષ્ટિ દેવોની સ્તુતિ-વેયાવચ્ચ-ગરાગ.
એક તીર્થકરની પહેલી, સર્વની બીજી, જ્ઞાનની ત્રીજી અને દેવોની ચોથી થાય આવે છે. જે ૩ જા, ૫ મા, ૭ મા, અને ૧૨ મા અધિકારને અંતે આવે છે.
વિશેષ વિચાર દેવવંદન ભાષ્ય વગેરે ખાસ ગ્રંથોમાં તથા આગળ આપેલ ચિત્યવંદન વિધિના રહસ્ય ઉપરથી સમજાશે.
૧૧. દેવસિઅ પ્રતિક્રમણ વિધિનાં સૂત્રો
૨૭. સવ્વસવિ-જઘન્ય પ્રતિક્રમણ સૂત્ર-૧ શબ્દાર્થ:- દેવસિઅ દિવસ સંબંધી. દુઐિતિએ ચિંતિત ખરાબ (સાવધ) વિચારો. દુમ્ભાસિઅ દુભાષિત-ભાષા સમિતિ વિનાનું બોલવું. દુચિકિઅ દુયેષ્ટિત. ઈસમિતિન્વગેરે સમિતિઓ વિના કાયાની પ્રવૃત્તિ.
શિષ્ય-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org