Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૯૨
પંચ પ્રતિકમાણસૂત્રો
વિશેષ વિસ્તાર બીજા ગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી છે, તે ત્યાંથી સમજી લેવો. આ બન્ને પ્રકારનો તપ કેવળ મોક્ષના ઉદ્દેશથી જ આચરવો અને તે અગ્લાન ભાવે-શૂરવીરતાથી આચરવો, નહીં કે આજીવિકા ચાલે, લોકો વાહ વાહ કરે, વગેરેથી. મનના મેલાપણાથી ન આચરવો.
| ૫ | વીર્યાચાર | કોઈ પણ ધર્મકાર્યમાં-એકંદર ઉપર બતાવેલા ચારેય આચારોના કોઈપણ આચારની આચરણા વખતે- મન વચન અને કાયાની સંપૂર્ણ શકિત વાપરીને તેની આચરણા કરવી, તેમાં જરાપણ શક્તિ છુપાવવી નહીં. તે વીર્યાચારનું પાલન ગણાય છે, અને તેના-મન-વચન-કાયાનું વીર્ય, એ ત્રણ ભેદો છે.
આ પાંચ આચારના પાલનમાં-ત્રણ-રત્ન-સામાયિક-દાન-શિયળ-તપ-ભાવ વગેરે જૈન ધર્મના તમામ આચારો સમાય છે. આ પાંચ આચારોનું પાલન એ સમ્યગુચારિત્ર પણ છે. આમાં ધર્મ પાળવાની બહુ જ વ્યવહારુ સગવડો ગોઠવી આપી છે. બાળક પણ આખા ધર્મનું રહસ્ય સાદી રીતે સમજી શકે. જૈન ધર્મનું સમગ્ર ઘાર્મિક રહસ્ય ટૂંકામાં અને સાદી રીતે આ પાંચ આચારમાં સમજાવ્યું છે. સામાન્ય શ્રાવકના બાળકથી માંડીને કેવળજ્ઞાની ભગવંતો સુધી આચરી શકે તેવી ધાર્મિક સર્વ આચરણાનો આ પાંચ આચારમાં વ્યવહારુ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે.
૩. ગુરુવંદના આવશ્યક આઠ ગાથાના કાઉસ્સગ્ગ અને લોગસ્સ પછી મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવાય છે. આ મુહપત્તિનું પ્રતિલેખન-પ્રમાર્જન:-વિગતવાર. દેવસિક આલોચન અને પ્રતિક્રમણ કરતાં પહેલાં ગુરુવંદન કરીને તે ગુરુ સાક્ષીએ કરી શકાય, એ ભવ્ય ક્રિયાઓમાં પ્રવેશતાં પહેલાં સામાયિક ચતુર્વિશતિ સ્તવ પછી જેમ સામાયિકમાં ચતુર્વિશતિ સ્તવ પછી-તદ્દન શુદ્ધિ પછી પ્રતિલેખન પ્રમાર્જન રૂપ મુહપત્તિનું પ્રતિલેખન થાય છે, તેમ અહીં પણ જણાય છે. અર્થાત્ આલોચન પ્રતિક્રમણ રૂપ ક્રિયામાં પ્રવેશતાં પહેલાં ગુરુવંદન પહેલાં તેનાં પ્રવેશસૂચક અને પ્રતિક્રમણ ક્રિયાનું સ્વતંત્ર પ્રમાર્જન અને પ્રતિલેખન સૂચક જણાય છે. આને “ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી." કહેવાય છે, કેમ કે ત્રીજા આવશ્યકની પૂર્વે તે આવે છે.
૩૦. ઇચ્છામિ-દ્વાદશાવર્ત-ગુરુવંદના-સૂત્ર-૧-૩ શબ્દાર્થ:- આણુજાણહ અનુજ્ઞા આપો – આજ્ઞા આપો. મે મને મિઉગ્નહે મીતાવગ્રહ-સાડા ત્રણ હાથના આપના ક્ષેત્રમાં પ્રવેશ કરવા.
નિશીહિ નિષેધ કરું છું. અ-હોકાયં [આપના] શરીરના નીચેના ભાગને. કાચ ફાસ=[મારી] કાયાનો સ્પર્શ. ખમણિજો સહન કરશો-ચલાવી લેશો-નભાવી લેશો. બે હે પ્રભો. કિલામોકિલામણા-અડચણ, અપ્પ-કિલતાણ-અલ્પ કલાન્ત થોડી અડચણવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org