Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
દેવસિઅ-પડિકમણે ઠાઉં ?
ગુરુ-[ઠાએહ.] શિષ્ય-'સવ્વસ્તવિ મિચ્છા મિ દુક્કડં ।।
દેવસિષ્મ “દુચિંતિ’-દુખ્માસિઅ‘-દુચ્ચિòિઅ
ગાથાર્થ :- સર્વે ૫ દિવસ સંબંધીના સાવઘ” વિચારો, સાવઘ ભાષા", અને સાવાકાયચેષ્ટા,* એ સંબંધીનું મારું દુષ્કૃત્ય′ મિથ્યા” થાઓ.
૮૧
सव्वरसविनो विशेषार्थ
દુર્ચિંતિઅ શબ્દને કોઈ પણ વિભકિત લાગી જણાતી નથી. તે ઉપરથી આ સૂત્રની પાઠરચનાનો સંબંધ આ પ્રમાણે લાગે છે. સવ્વ દિવસિઅ દુચિંતિઅ-દુમ્ભાસિઅ દુચ્ચિટ્ઠિ] સવિ મિચ્છામિ દુષ્કડં. આવી રચનાને ઉપર સૂત્રમાં બતાવ્યા પ્રમાણે મૂકવાનો રિવાજ જૈન સૂત્ર શૈલીમાં ઘણે ઠેકાણે જોવામાં આવે છે, ઈરિયાવહિયં, તસ્સઉત્તરી વગેરેની જેમ કરેમિભંતેમાં આવતા તસ્સને ઠેકાણે અહીં સવ્વસ્સ શબ્દ છે.
આ સૂત્ર સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત દેવસિઅ પ્રતિક્રમણ રૂપે છે. દિવસના સાવદ્ય વ્યાપારોનું માનસિક ચિંતન કરીને (બાવીસ તીર્થંકર પ્રભુના વખતના) મહાત્મા પુરુષો તસ્સ મિચ્છામિ દુક્કડં બોલીને દેવસિઅ વગેરે જઘન્ય પ્રતિક્રમણો કારણે કરે. ત્યારે અહીં તસ્સનો અર્થ વધારે સ્પષ્ટ કરવામાં આવ્યો છે, અને વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સાવદ્ય પાપો-ઉપર ઉપરથી ધ્યાનમાં લઈને નહીં, પણ સર્વેય લેવા. હવે એ સર્વ પાપો-મન, વચન, કાયાનાં જ હોય. સર્વનો અર્થ એકલા કાયાનાં નહીં પણ ત્રણેયનાં. અને સૂક્ષ્મ કે સ્થૂલ નહીં, પણ બન્નેય પ્રકારના તથા તેના બીજા પણ જેટલા ભેદો પડી શકતા હોય, કે જેનો વિસ્તાર આગળ આવવાનો છે, તે દરેકે દરેક ભેદોવાળા સાવદ્ય યોગોનું મિચ્છામિ દુક્કડં દેવાય છે. છતાં આ મિચ્છામિ દુક્કડં મારફત થતું જઘન્ય પ્રતિક્રમણ માત્ર દિવસનું જ છે, રાત્રિ વગેરેનું નથી. તેમજ દિવસના અમુક ભાગનું નથી, પણ આખા દિવસનું છે. માટે દેવસિઅ શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
वसिज प्रतिभाविधिमा छ जावश्योनी गोठव
છ આવશ્યકોની ગોઠવણ આખા વિધિમાં જુદી જુદી રીતે નીચે પ્રમાણે જણાય છે :
૬
દિવસમાં પણ નાના મોટા અનેક સાવદ્ય યોગો સેવાયા હોય, તે દરેકનું મિચ્છામિ દુકકરું તો તે વખતે દેવાઈને પ્રતિક્રમણ થતું જાય. છતાં એવા મિચ્છામિ દુકકડં દેવાયા વગરના બાકી રહી ગયા હોય, કે બધા બાકી રહી ગયા હોય, તેનું અને તે બધાનું મિચ્છામિ દુક્કડં દેવાયું હોય પણ બરાબર ન દેવાયું હોય તો પણ તે સર્વનું આ એકસામટું આખા દિવસ સંબંધી મિચ્છામિ દુક્કડં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org