Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ચોરી જવાની વાત કરે છે અને કેટલાક જાહેર ભંડારમાં મૂકવાની વાત કરે છે, એ બધા ઉપરથી આપણે ઘણો ધડો લેવા જેવો છે. આજે કૉલેજોમાં ચાલતા અર્ધ માગધી કોર્સ ૩૦-૩૫ વર્ષથી વધારે વખત ટકી શકશે નહીં. અમુક સંખ્યામાં વિદ્વાનો તૈયાર થયા પછી તેની જરૂર નહીં રહે.
અલબત્ત ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ જૈન સંઘ ધારે તો પોતાના પૂજ્ય આગમોને માટે ઘણી જ-અત્યન્ત દીર્ધદષ્ટિથી પોતાની ઘણે દૂરની ભાવિ પ્રજા માટે પણ જગતમાં વારસો મૂકી જઈ શકે તેમ છે.
મુદ્રણ, ભાષાંતરો વગેરે તરફ શક્તિ ખર્ચવાને બદલે, જો જૈન સંઘ આગમો આ વિશ્વમાં લાંબો કાળ કેમ ટકી રહે તેને માટે પ્રયાસ કરે, તો તે જ પ્રયાસ વધારે યોગ્ય છે. બીજી પ્રજાઓ ભણશે, જાણશે ને બચાવશે એ વિચાર યોગ્ય નથી. તેમાં આપણી અશકિતની અને બીજા ઉપર આધારની કબૂલાત છે. બીજી પ્રજાઓ વાંચે ભણે છે, તે માત્ર વ્યાપારી બુદ્ધિથી અને પોતાના રાષ્ટ્રની સ્વાર્થદષ્ટિથી તેઓ વાંચે ભણે છે, નહીં કે આધ્યાત્મિક હેતુથી, કારણ કે તે પ્રજામાં આર્ય લોહી નથી. ધમમાં પ્રવેશ પણ રાષ્ટ્રીય દષ્ટિ જ હોય છે. મોટા વિદ્વાનો પ્રવેશ કરે છે. તેઓએ યુનિવર્સિટીની પદવી લીધી હોય છે. અને આત્મા તથા પુનર્જન્મ વિષે તો સર્વથા સંદિગ્ધ જ હોય છે. માત્ર જાણવા તથા અનેક રાષ્ટ્રીય હેતુઓથી અભ્યાસ કરે છે તથા ધર્મ પાળવા દોરાય છે, અને એક જર્મન બાઈના એક લેખ પરથી તો ધર્મગુરુઓને બદલે ઉપદેશક અને અધ્યાપક બનવા માટે પણ તેઓનો પ્રયાસ છે. છતાં કોઈ હાર્દિક રીતે જૈન વગેરે આર્ય ધર્મોનો અભ્યાસ ન જ કરે તેમ નથી. પણ હાલ એવાં ચિહ્ન દેખાતાં નથી, કારણ કે તેઓનાં હૃદયોમાં આજે રાષ્ટ્રીય સ્વાર્થ છલોછલ ભર્યો છે. વિજ્ઞાન જ્યાં સુધી આત્મા અને પુનર્જન્મ ન શોધે ત્યાં સુધી તેઓ હૃદયથી કબૂલવા તૈયાર નથી. આ સ્થિતિમાં તેઓ ઉપર વિશ્વાસ મૂકવો અસ્થાને છે.
જો કે સાચા વિજ્ઞાનને અને સાચા ધર્મને પરસ્પર વિરોધ નથી જ, પણ સંબંધ છે જ. વિજ્ઞાન વિના ધર્મ નથી અને ધર્મ વિના વિજ્ઞાન નથી. પણ આ બાબત આજે કોઈ વિચારે તેમ નથી. માટે ટૂંકામાં સિદ્ધ આગમોને આજે પણ પરમપૂજ્ય માનીને-સુશ્રદ્ધેય માનીને, સર્વકલ્યાણપ્રદ માનીને તેને જ અનુસરવું એ આજના જમાનામાં પણ જૈનોનો પરમધર્મ છે. આર્ય સંસ્કૃતિ ટકાવવાનો માર્ગ છે. વૈદિક દર્શનો, ઈસ્લામ, અવેસ્તા, બૌદ્ધ, બાઈબલ એ પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છતાં આર્યસંસ્કૃતિના વિરોધી નથી. પણ આજનો જમાનો સીવીલાઈઝ અને તેને અનુસરતાં દર્શનો – આર્યસમાજ, અસહકાર, થીઓસોફીસ્ટ, બ્રાતૃભાવની ભાવના, કોમ્યુનિસ્ટ પક્ષ, સર્વ ધર્મ પરિષદુ, વિજ્ઞાનવાદી
– વગેરે આર્યસંસ્કૃતિના વિરોધી છે. ઊંચામાં ઊંચા જૈન કુટુંબમાં જન્મેલી વ્યકિત પણ જેટલે અંશે આજની સીવીલાઈઝ સંસ્કૃતિને હાર્દિક જાણતાં અજાણતાં ટેકો આપે, તેટલે અંશે એક મુસલમાન કે એક ખ્રિસ્તી કરતાં પણ વધારે આર્યસંસ્કૃતિને ધકકો પહોંચાડે છે. કારણ કે ઈસ્લામ કે બાઈબલનો ચુસ્તભક્ત આર્યસંસ્કૃતિને ટેકો આપનાર નહીં હોય, પણ તેટલો વિરોધી તો નથી. ત્યારે આજ સીવિલાઈઝ સંસ્કૃતિ સર્વ સંસ્કૃતિને અને સર્વની શિરોમણિ આર્ય સંસ્કૃતિને બદલે પોતાનું સ્થાન જમાવવા માંગે છે. માટે ખાસ વિરોધી છે. આર્ય સંસ્કૃતિનું કેન્દ્ર જૈન આગમો છે. માટે આ જમાનામાં જૈન આગમોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org