Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
તેવાં સૂત્રો છે. તેમાં પણ નમુત્થણું અદ્ભુત સૂત્ર છે. ૩૩ વિશેષણોથી અને જુદી જુદી સંપદાઓથી તીર્થંકર પ્રભુના અદ્ભુત ગુણોનું વર્ણન છે.
તે સૂત્ર ઈંદ્ર-શક બોલે છે. માટે તેનું નામ શાસ્તવ પણ છે. અને આગમોમાં ઠામ ઠામ આ સૂત્ર આવે છે. આ સૂત્ર ઉપર શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલી, અદ્ભુત દલીલોથી ભરપૂર અને અર્થગંભીર લલિતવિસ્તરા નામની વૃત્તિ ટીકા છે, જેમાં બીજા દર્શનકારોના દેવો અને તેના ગુણ સાથે તીર્થકરોના ગુણોની તુલના કરી ખરેખરી શ્રેષ્ઠતા બરાબર સાબિત કરી બતાવી છે.
ઉસ્સગ્ગહર સ્તોત્ર- આ સ્તોત્ર - વ્યંતર રૂપે થયેલા પોતાના ભાઈ મિથ્યાદષ્ટિ વરાહમિહિરના ઉપદ્રવથી બચાવવા ચઉદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલ છે, અને તેનો કોઈ શ્રાવિકાએ દુરુપયોગ કરવાથી તેમાંથી શાસનદેવીને હાજર કરનારી ખાસ મંત્રમય ગાથાઓ સંહરી લેવામાં આવી છે વગેરે કથા પ્રસિદ્ધ છે. તે બીજા ગ્રંથોથી જાણી શકાય તેમ છે. તેમાં મુખ્યપણે પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન છે.
જગચિંતામણિ સૂત્ર - આ સૂત્ર સામાન્ય રીતે અપભ્રંશ ભાષામાં છે. અને તે ગૌતમસ્વામી મહારાજે રચેલું કહેવાય છે. તેની પહેલી ગાથાનો રાગ સવઈયા જેવો જણાય છે. અને પછીની બે ગાથાઓ વસ્તુ છન્દ્રમાં છે.
જયવીયરાય સૂત્ર - આ સૂત્રમાં પહેલી ત્રણ ગાથાઓ પ્રાચીન છે. અને બાકીની પણ પ્રાચીન તો છે, જુદી જુદી હોઈને સાથે જોડેલ છે.
અરિહંત ચેઈઆણં-સૂત્રમાં અરિહંત ચેઈઆણં વંદણવરિઆએથી નિર્વસગ્નવરિઆએ સુધી, પછી કરેમિ કાઉસ્સગ્ગ એમ સંબંધ છે. અને વધતી એવી શબ્દનો સંબંધ સદ્ધાએથી માંડીને આશુપેહાએ સાથે જોડીને કાઉસ્સગ્ગ કામિ સાથે સંબંધ જોડવો.
નમોહંત સૂત્ર - તમામ સૂત્રોને સંસ્કૃતમાં બનાવી નાંખવાની ઈચ્છાથી શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજે શ્રી નમસ્કાર સૂત્રનું આ પ્રમાણે સંસ્કૃત ભાષામાં સૂત્ર બનાવ્યું. ગુરુ મહારાજને ખબર પડવાથી એ કામ અટકાવ્યું અને તીર્થંકર-ગણધર ભગવંતોની આશાતના કરવાથી બાર વર્ષ ગચ્છ બહાર રહી શાસનની મોટી પ્રભાવના કરવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું, તે શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજની કથા પ્રસિદ્ધ છે. તેઓ જેવા આરાધક મહાપુરુષોનું બનાવેલું અન્યથા ન જાય એમ સમજીને-નવકારને સ્થાને તો તેને ગોઠવી શકાય નહીં પરંતુ સામાન્ય સ્વયંકૃત-સ્વયંસ્ફરિત પ્રભુ આજ્ઞાને અનુસરતાં સ્તુતિસ્તોત્રોને તો શાસનમાં સ્થાન મળી શકે છે. એ દષ્ટિથી શ્રી શ્રમણ સંઘે તે તરીકે ઘણાંખરાં સ્તુતિ, સ્તોત્રો, પૂજાની ઢાળો વગેરેની શરૂઆતમાં તેને સ્થાન આપ્યું હોય તેમ જણાય છે.
ચિ, જાવંત, જાવંત કવિ-સૂત્ર - આ ત્રણેય એક એક ગાથાનાં સૂત્રો શા હેતુથી મૂકવામાં આવેલાં છે, તે વિધિના સામાન્ય હેતુમાં આગળ જણાવેલ છે, તે ગાથાઓ કયાંની છે તે જાણવામાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org