Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
સ્વતંત્ર સૂત્ર પણ છે, અને કોઈ સૂત્રના અમુક ભાગ તરીકે પણ હોય છે. તેવી જ રીતે અન્નત્થ સૂત્ર પણ સ્વતંત્ર અને કોઈ સૂત્રના ભાગ તરીકે પણ જોવામાં આવે છે.
૨. તસ્સ ઉત્તરી અને અન્નત્થ એ બન્નેય સૂત્ર મળીને અહીં, કાઉસ્સગ્ગ આવશ્યક અને કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્તના કાઉસ્સગ્ગ સૂત્ર બને છે. છતાં ઘણા કાઉસ્સગ્ગોની પૂર્વે અન્નત્ય એકલું પણ જોવામાં આવે છે. તસ્સ ઉત્તરી સાથે અન્નત્ય પણ આવે છે તેમ જ બીજાં સૂત્રો સાથે પણ આવે છે. એ તો ચોકકસ છે કે, કોઈ પણ કાઉસ્સગ્ગ કરતાં પહેલાં આગારો માટે અન્નત્ય તો આવે જ છે. અને કાઉસ્સગ્ગ કરવાનો હેતુ બીજી કોઈ રીતે વંદણત્તિઆએ વગેરે કે બીજી કોઈ જુદી જુદી રીતે સૂચવાયેલ ન હોય, ત્યાં અવશ્ય તસ્સ ઉત્તરી સૂત્ર આવે છે. મોટે ભાગે કોઈ પણ જાતના પ્રતિક્રમણ સ્વરૂપના સૂત્ર પછી અવશ્ય તસ્સ ઉત્તરી સૂત્ર આવે છે. માટે તેને વિશેષ પ્રતિક્રમણ સંપદા તરીકે ગણી ઇરિયાવહિયંના એક ભાગ તરીકે પણ ગણાવેલ છે.
૨૧
૩. આ સૂત્રના મુખ્ય ત્રણ ભાગ જણાય છે. ૧. તસ્સ ૨. ઉત્તરીકરણથી-ટ્ઠાએ સુધીનો ૩. ઠામિ કાઉસ્સગ્ગ-અન્નત્ય વગેરે.
૪. ૧ તસ્સ=એટલે તેનો, આ શબ્દનો અર્થ સામાન્ય રીતે દરેક ઠેકાણે સાવદ્યયોગ અથવા સામાયિક રૂપ આત્મગુણ, એ બન્નેય લેવાય છે. સાવદ્યયોગરૂપ પાપ વ્યાપારના સેવનનું પ્રતિક્રમણ કરવું પડે છે. તેમ જ નિરવદ્ય યોગના અસેવનનું પણ પ્રતિક્રમણ કરવું પડે છે. દેવ-ગુરુ વંદન, અને પોતાના આત્માનો વિકાસ કરવાને માટેના સામાયિક જેવા પ્રયત્નમાં જેટલી વાર અવજ્ઞા, આશાતના, વિરાધના, અવિધિ, અસાવધાનતા વગેરે જે જે ખામીઓ રહી હોય, તેનું પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે. તથા હિંસા, અસત્ય, ચોરી, વિષયવાસના, કુધ્યાન, કુવચન, અયોગ્ય શરીર વ્યાપાર વગેરે સાવધ પ્રવૃત્તિઓનું પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે. બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં સાવદ્ય યોગનો ત્યાગ એ સામાયિક છે અને સામાયિક સાવદ્ય યોગનો ત્યાગ છે. પ્રતિક્રમણ એ સામાયિક છે, અને સામાયિક એ પ્રતિક્રમણ છે. તેમજ કાઉસગ્ગ પણ સામાયિક છે, પચ્ચક્ખાણ છે, પ્રતિક્રમણ છે, દેવ વંદન છે, ગુરુ વંદન છે. અને દેવ-ગુરુ વંદન પણ પ્રતિક્રમણ, પચ્ચક્ખાણ, કાઉસ્સગ્ગ અને સામાયિક છે. આ સૂક્ષ્મતત્ત્વ આગળ ઉપર સમાશે.
[કરમિભંતે સૂત્રમાં તસ્ય ભત્તે ! એ પદોમાં તસ્સ શબ્દ છે, તે અહીં, અભ્રુટ્ઠિઓમાં અને ઇરિયાવહિયંમાં વપરાયેલ છે. માટે તે મોટા અથવા વાંકા અક્ષરોમાં જણાવેલ છે. એ જ રીતે બીજા પણ જે જે કરેમિ સૂત્રનાં પદો જ્યાં જ્યાં વપરાયેલ માલૂમ પડશે, તે તે ઠેકાણે મોટા અથવા વાંકા અક્ષરોથી બતાવીશું.]
૫. હવે ઇરિયાવહિયં સૂત્રથી આલોચન અને પ્રતિક્રમણ અથવા બન્ને સાથે હોવાથી મિશ્ર પ્રાયશ્ચિત્ત થયું ગણાય. વિવેક પ્રાયશ્ચિત્ત તો આહાર પાણીની વસ્તુ મેળવવાની ખામીને લગતું છે, અને તેના પછી કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યાર પછીનાં પ્રાયશ્ચિત્તો મોટાં છે. એટલે અહીં સામાન્ય રીતે અને ઇરિયાવહિયા ડિક્કમવા કે સામાયિક જેવા વિધિમાં તેની જરૂર નહીં. માટે તસ્સ=એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org