________________ પ્રખર સાધુ-વૈયાવચ્ચ આરાધનાના પ્રતાપે વસુદેવ જબરદસ્ત પુણ્યવંતા છે, એમાં એવા તો સૌભાગ્યવંતા છે કે બહાર નીકળે ત્યારે નગરની સ્ત્રીઓ એમને ટગરટગર જોઈ રહે છે. નગરવાસીઓએ વસુદેવના પિતા રાજાને ફરિયાદ કરી કે “મહારાજા કુમારસાહેબ મહાર નગરમાં ફરવા નીકળે છે ને અમારા ઘરની સ્ત્રીઓ ઘરકામ પડતા મૂકીને એમને જોવા દોડે છે! આપ કૃપા કરી કાંઈક ઉપાય કરે.” રાજા શું કરે? પરંતુ વસુદેવના જાણવામાં આવતાં પોતે જ ગુપ્તપણે દેશાટને નીકળી પડ્યો. બેલે, હવે પૂંઠે સ્ત્રીઓ નહિ ભમે ને? ના, ભમશે. કેમ વારુ? કહે, વસુદેવ ઘર-કુટુંબ–દેશ બધું મૂકીને ભલે નીકળી ગયા, પરંતુ પોતાના શુભાશુભ કર્મ અને પોતાનું લાવણ્યભર્યું રૂપ તથા સૌભાગ્ય-નામકર્મ મૂકીને ક્યાં નીકળે છે? એ તે આત્માની સાથે જ છે. કહે છે ને? કે * બધાય છડી જાય પરંતુ સારું નરસું ભાગ્ય ચાણસને એડી જતું નથી, આ સૂત્ર કેટલું બધું મહાન છે. માણસ જે આ સૂત્ર નજર સામે ને નજર સામે રાખ્યા કરે, તે ઘણું વિષાદવિખવાદથી બચે, અને ઘણી શાંતિ- સમાધિ રાખી શકે. દા. ત. માનો કે વેપારમાં પૈસા ગુમાવ્યા હવે જે આ સૂત્ર લક્ષમાં ન હોય તે ત્યાં મન લેચા વાળે છે, “આ સરકાર કેવી? ટેક્ષેશન લઈ આવી! બજારમાં ઉથલપાથલ થઈ ગઈ! દલાલ હરામખેર તે દલાલીની લાલચે આપણને ઊંધે રવાડે ચડાવી દીધા ! ને આપણે પૈસા ગુમાવ્યા !".. આવા તો કેઈ બીજા અસત્ વિકલ્પ, કષાયે, ને પરદોષ– દર્શન વગેરે ખરાબીઓ ચાલે છે.