________________ 207 સમાધિ માટેનું ઉત્તમ સાધન ધર્મ છે. તમે કઈ જ્ઞાન કે દર્શન યા ચારિત્રની સાધનામાં પરોવાયેલા રહો, તો ચિત્ત એમાં શાંત ને સ્વસ્થ રહે ચિત્તને સમાધિ રહે; સહેજે પેલા રાગદ્વેષનાં નિમિત્તથી બચી જવાનું થાય. દા. ત. વાતોડિયા આવ્યું, પણ જે આપણે કેઈ માળા જ ગણતા બેઠા હોઈએ, યા સમ્યગદર્શન "ધર્મની કેઈ સ્તોત્રપાઠ આદિની સાધનામાં હોઈએ, યા જ્ઞાનની પ્રવૃત્તિમાં આપણે શાસ્ત્રો ગોખતા હોઈએ, અથવા ચારિત્રની પ્રવૃત્તિમાં આપણે સામાયિક–પ્રતિક્રમણ કરતા હિઈએ, તો ત્યાં આવેલે પેલે વાતોડિયે રવાના થશે. એમ, આપણે જે પ્રભુભક્તિ, સાધુસેવા, જિનવાણીની ઉપાસના.. વગેરે ધર્મની સાધનામાં લાગ્યા રહીએ, તો ત્યાં બીજી સાંસારિક પ્રવૃત્તિ બંધ થવાથી સહેજે એ નિમિત્તના રાગદ્વેષથી બચી જઈએ, અને ચિત્ત સમાધિવાળું બન્યું રહે. પાંચે ઈન્દ્રિયોના વિષયેના ત્યાગને અને સમ્યગ્દર્શન નાદિની આરાધનાનો ધર્મ જ એવે છે. કે એમાં ગુંથાયા રહેવાથી પાપનિમિત્તો ટળી જાય છે, એટલે સહેજે રાગદ્વેષ -આદિની અસમાધિ–અસ્વસ્થતા જાગવા ન પામે. માટે કહેવાય કે - ધર્મ-સાધના એ સમાધિનો ચિત્ત-સ્વસ્થતાને રામબાણ ઈલાજ છે. તેથી જ અહીં બુદ્ધ યાને અવગત તત્ત્વવાળા પ્રભુની આજ્ઞા” અર્થાત્ આગમ, “સમાધિ સાચવવાનું કહે છે,