________________ 247 દુપ્રણિધાન છે. માંડ માંડ શ્રદ્ધા આચાર વગેરે પામ્યા એમાં એથી ગુમાવવાનું થાય. તેથી અહીં કહ્યું “મુનિ ઈન્દ્રિય અર્થાત જીભ-કાન–આંખ વગેરેનાં સુપ્રણિધાનવાળા અર્થાત્ સમ્યક પ્રોગવાળા જ હોય, અર્થાત્ સત્ વિષમાં જ એને એકાગ્ર કરનારા, ને અસદ્ વિષયોથી રકનારા હોય. એ જ હિસાબે એ મિથ્યાદષ્ટિની અનુમોદના ન કરે. એમાં અનુમતિ ન આપે. મિથ્યાદષ્ટિના ધર્મજલસાની અનુદના ન થાય દા. ત. મિથ્યાદષ્ટિને માટે યાત્રાવરઘોડો નીકળે કે કથા સપ્તાહને જલસ હોય, તો દેખાવમાં મિથ્યાષ્ટિની એ. કાર્યવાહી ભલે ભપકાદાર હોય, છતાં મુનિ મન-વચનથી કે કાયાથી એમાં અનુમતિ–સંમતિ ન દાખવે. માટે તે સુલસા શ્રાવિકાનું પારખું કરવા અંબડ પરિવ્રાજકે બ્રહ્મા– શંકર–વિષ્ણુના જાણે સાક્ષાત્ જીવંતરૂપ ધરતી પર ઉતાર્યા, તે સુલસા એ જેવા સરખીય ન ગઈ ! પ્ર - કેમ વાર? જવામાં શું જાય? ઉ - મિથ્યાદેવ, મિથ્યાગુરુ, મિથ્યાત્વીનું મંદિર વગેરે જેવા જવામાં ય મિથ્યાત્વમાં અનુમતિ લાગે, - કેમકે મનમાં સહેજ પણ માન્યું કે “આ જેવા જેવું છે,” તો જ જોવા જવાય છે. ત્યારે એટલું માનવામાં ય સમકિત ઘવાય. સુશીલ સ્ત્રીને કદી પરપુરુષ જોવા જેવો છે એવું લાગે? ના, તો અરિહંતના ભક્તને મિથ્યા દેવ ગુરુ જેવા જેવા ય ન લાગે, પછી હાથ જોડવા જેવા પરિચય કરવા જેવા વગેરે તો લાગે જ શાના?