________________ 291 તપ વિશેષથી અનેક ભોપાર્જિત કર્મની નિર્જર અહીં માત્ર તપસ્યા એટલું જ ન લખતાં “તપવિશેપાતું " લખ્યું, એથી સૂચવ્યું કે “તપ પણ જે બાર પ્રકારનો વિશિષ્ટ તપ કરે તો જ અનેક ભવોનાં ઉપાજિત કર્મોને ક્ષય થતા આવે.” તપ “વિશિષ્ટ” કરે એટલે ? તન-મન સુંવાળા રાખી રાખીને નહિ, કિન્તુ તન તોડાય અને મન મેડાય એ રીતનાં તપ કરે. તનમાં ઈન્દ્રિયે પણ આવે, એના પર પણ પાકે અંકુશ મૂકી એની સ્વછંદતા અટકે એ રીતના તપ કરે. દા. ત. વૃત્તિ સંક્ષેપ તપ કરે છે, તે ઇન્દ્રિ ની ઈષ્ટ વિષયમાં દડી જવાની વૃત્તિ પર પણ પાકે અંકુશ મૂકવાનો. મોટી અસર ઈન્દ્રાણું સામે આવે પણ આંખનું પોપચું ઊંચું ન થાય. એમ સંલીનતા તપમાં વાણીની સંલીનતા-સંગોપન એવું કે અત્યંત જરૂરી સિવાય એક પણ વચન નહિ બોલવાનું. એમ કાયાની સંલીનતા. એવી કે એક હાથે પગ હલાવવા જેવી પણ બિનજરૂરી પ્રવૃત્તિ નહિ કરવાની. એમ આભ્યન્તર તપમાં આલોચના એટલે એકાદ પણ કુ-વિચાર આવ્યું તો તે ગુરુને જણાવી પ્રાયશ્ચિત્ત લેવાનું. વિનયમાં ગુરુનું પોતાના હૈયામાં બહુમાન ઊછળે તેમજ બહારમાં ગુરુનું ગૌરવ-સન્માન વધે એ. વિનય એમ ગુરુની :33 માંથી એક પણ આશાતના ન થાય એ વિનય. સારાંશ, બારે પ્રકારના તપમાં વિશિષ્ટતા હોય. વિશિષ્ટતપ આરાધાય ત્યારે અનેક ભાનાં અંતરાયાદિ કર્મો તૂટતાં આવે, ને આત્મામાં લબ્ધિઓ પ્રગટ થાય, .